પોટેટો બર્ડ હાઉસ Potato Bird House

megha sachdev
megha sachdev @cook_13692985

આ એક વેજીટેરિયન રેસીપી જ છે. બટાકા માંથી ઘણી અવનવી રેસીપી તો આપણે બનાવતા જ હોઈએ પરંતુ આ રેસીપી તેનાથી બિલકુલ જ અલગ અને નવીન રેસીપી છે. જેમાં આપણે બટાકા માંથી બર્ડ હાઉસ બનાવીશું.

પોટેટો બર્ડ હાઉસ Potato Bird House

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

આ એક વેજીટેરિયન રેસીપી જ છે. બટાકા માંથી ઘણી અવનવી રેસીપી તો આપણે બનાવતા જ હોઈએ પરંતુ આ રેસીપી તેનાથી બિલકુલ જ અલગ અને નવીન રેસીપી છે. જેમાં આપણે બટાકા માંથી બર્ડ હાઉસ બનાવીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. => હાઉસ(નેસ્ટ) બનાવવા માટે
  2. ૨ નંગ વાફેલા બટાકા
  3. ૧/૨ કપ લીલા વટાણા
  4. ૨ નંગ લીલા મરચા
  5. ૨ ચમચી ખાંડેલું લસણ
  6. ૨ ચમચી ખમણેલું આદું
  7. ૧/૨ નંગ કેપ્સીકમ
  8. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  9. ૧/૨ ચમચી હળદળ
  10. સ્વાદ અનુસાદ નમક
  11. ૨ ચમચી સમારેલી કોથમરી
  12. ૧/૨ કપ પનીર
  13. ૧ કપ મેંદો
  14. ૨ ચમચી કોર્ન ફ્લોર
  15. પાણી જરૂર મુજબ
  16. ૧ પેકેટ સેવ
  17. તેલ તળવા માટે
  18. => એગ બનાવવા માટે
  19. ૧૦૦ ગ્રામ પનીર,
  20. ૧/૨ ચમચી મરી પાઉડર
  21. નમક સ્વાદ અનુસાર
  22. => સજાવટ માટે
  23. કોથમરી મરચા ની લીલી ચટણી
  24. કોથમરી
  25. બર્ડ
  26. સેવ
  27. લાલ મરચા ની તડકા છાયા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પોટેટો બર્ડ હાઉસ બનાવવા માટે અપડે સૌપ્રથમ એક બાઉલ માં બટાકા લઈશું. ત્યાર બાર તેમાં ઉમેરીશું લીલા વટાણા, સમારેલા લીલા મરચા, ખાંડેલું લસણ, જીણું ખમણેલું આદું, જીણા સમારેલા કેપ્સીકમ, કોથમરી અને ક્રસ કરેલું પનીર હવે બધી જ સામગ્રીઓ ને મિક્ષ કરીલો

  2. 2

    ત્યાર બાદ તેમાં મસાલા ઉમેરીશું, જેમાં લઈશું નમક, હળદળ અને લાલ મરચું પાઉડર હવે બધા જ મસાલા ને મિક્ષ કરી ખુબ જ સરસ માવો તૈયાર કરી લઈશું

  3. 3

    ત્યાર બાદ મેંદો અને કોર્નફલોર ની જરૂર મુજબ પાણી ઉમેરી સ્લરી (બેટર) તૈયાર કરીલો.

  4. 4

    હવે તૈયાર કરેલા બટાકા ના માવા માંથી આપણે નેસ્ટ બનાવવાના છે. તેના માટે ૧ મોટી ચમચી જેટલો માવો હાથ માં લો ત્યાર બાદ તેની એક નાની થેપલી બનાવી લો અને હાથ વડે જ તેમાં થોડું પ્રેસ કરી વાડકી જેવો સેપ આપીદો

  5. 5

    ત્યાર બાદ તૈયાર કરેલા નેસ્ટ ને મેંદા અને કોર્નફલોર ની સ્લરી બનાવી તેમાં ડીપ કરીલો
    ત્યાર બાદ લીધેલી સૂકેલી સેવ માં તેને રગદોળી લો એટલેકે નેસ્ટ ને પૂરે પુરા સેવ થી કવર કરી લો

  6. 6

    ત્યાર બાદ તૈયાર કરેલા નેસ્ટ ને ૧૦ થી ૧૫ મિનીટ સુધી ફ્રીઝર માં સેટ થવા માટે મૂકી દો જેથી કરી ને તેલ માં તળિયે ત્યારે તે તેલ માં છુટી ના જાય

  7. 7

    હવે આપણે એગ બનાવીશું તેના માટે એક બાઉલ માં ક્રશ કરેલું પનીર લઈશું. ત્યાર બાદ તેમાં નમક અને મરી પાઉડર સ્વાદ પ્રમાણે ઉમેરીશું. અને પનીર ને હાથ વડે જ ખુબ જ સરસ રીતે મસળી લઈશું જેથી કરી ને પનીર ના ખુબ જ સરસ બોલ વળી જાય.

  8. 8

    હવે ૧૦ ૧૫ મિનીટ બાદ આપણે તૈયાર કરેલા નેસ્ટ ને ગરમ તેલ માં તળી લઈશું. બને તરફ લાઈટ બ્રાઉન થાય એવા તળવાના છે.
    ત્યાર બાદ પનીર ના બોલ ને પણ એવી જ રીતે તળી લઈશું

  9. 9

    હવે સજાવટ માટે
    એક પ્લેટ માં સુકી સેવ પાથરી લઈશું ત્યાર બાદ તેના ઉપર થોડી કોથમરી પાથરીશું તેની ઉપર તૈયાર કરેલા નેસ્ટ મુકીશું. ત્યાર બાદ તેની ઉપર કોથમરી મરચા ની લીલી ચટણી અને કોથમરી પાથરીશું. તેની ઉપર તૈયાર કરેલા એગ(પનીર બોલ) મુકીશું.
    અને બાજુમાં ડીઝાઇન માટે લાલ મરચા ની ચટણી અને તેના ઉપર પનીર માંથી બનાવેલું બર્ડ મુકીશું
    તો તૈયાર છે બટાકા માંથી બનતી એકદમ જ ન્યુ રેસીપી પોટેટો બર્ડ હાઉસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sachdev
megha sachdev @cook_13692985
પર

ટિપ્પણીઓ

Similar Recipes