ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા

parita ganatra
parita ganatra @cook_19602125

#ડિનર
આમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે.

ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા

#ડિનર
આમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીચડી પાલક ઢોકળા માટે(ગ્રીન):😋
  2. ૧ કપ ખીચડીયા ચોખા
  3. ૧/૨ કપ મગ ની છડી્ દાળ
  4. ૫-૬ પાન પાલક
  5. ૧/૨ કપ દહી
  6. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  7. ટેસ્ટ મુજબ નીમક
  8. ૧/૨ ચમચી બેકિંગ સોડા(સાજી)અથવા ઈનો
  9. ૧ ચમચી તેલ
  10. ચપટી લાલ મરચા પાવડર
  11. સ્વીટ કોર્ન ઢોકળા માટે:(યલો)😋
  12. ૧/૨ કપ છીણેલી મકાઈ
  13. ૧/૨ કપ દહીં
  14. ૧/૨ કપ રવો
  15. ૧ ચમચી ની આદુ મરચાની પેસ્ટ
  16. ચપટી મરી પાવડર
  17. ૧/૨ ચમચી સાજી અથવા ઈનો
  18. નિમક ટેસ્ટ મુજબ
  19. ૧ ચમચી લીંબુનો રસ
  20. સ્ટફિંગ માટે :😋
  21. ૧/૨ કપ ફણગાવેલા મગ
  22. ૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
  23. ૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
  24. ૧ ક્યુબ ચીઝ
  25. ૧ ચમચી ચાટ મસાલો
  26. ૨ ચમચી લસણ ની ચટણી
  27. નમક સ્વાદ અનુસાર
  28. 2 ચમચીતેલ
  29. ઉપરના વઘાર માટે :😋
  30. ૧ ચમચી રાઈ જીરૂમિકસ
  31. ૧ ચમચી સફેદ તલ
  32. ૧ ચમચી ટોપરાનું ખમણ
  33. મીઠા લીમડાના પાન
  34. થોડી કોથમીર
  35. ૧,લીલું મરચું રાઉન્ડમાં સમારેલુ
  36. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળને એક કલાક માટે પલાળી રાખવા(ફરજીયાત નથી) ત્યારબાદ પાલકના પાનને બે મિનિટ માટે વરાળે બાફવા ત્યારબાદ ઢોકળા બનાવવા માટે આ સામગ્રી તૈયાર કરો

  2. 2

    મગની દાળ ચોખા અને પાલક મિક્સરમાં નાખી ક્રશ કરો લીસુ જ ક્રશ કરવું ત્યાર બાદ તેમાં દહીં,આદુ મરચાની પેસ્ટ અને બેકિંગ સોડા મિક્સ કરવા તેમજ તેલ નાખી મિક્સ કરો ત્યારબાદ એક પ્લેટમાં તેલ લગાવીને તેમાં ખીરુ રેડી ઉપરથી ચટણી છાટી સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકો

  3. 3

    ઢોકળા થઈ જાય પછી સાઈડ પર રાખો ત્યારબાદ યલો ઢોકળા માટે તૈયારી કરો ત્યારબાદ સૌપ્રથમ રવા ની અંદર દહીં મિક્ષ કરી પાંચ મિનિટ માટે સેટ થવા માટે રાખો

  4. 4

    ત્યારબાદ તેમાં છીણેલી મકાઈ આદુ-મરચાની પેસ્ટ, સાજી તેમજ નમક નાખી મિક્સ કરો ત્યારબાદ લીંબુનો રસ મિક્સ કરો એક પ્લેટમાં તે લલગાડી ખીરું રેડી અને ઉપર મરી પાવડર છાંટી સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકો

  5. 5

    ઢોકળુ થઈ ગયા પછી થઈ જરા ઠંડું પડવા દો ત્યારબાદ સ્ટફિંગ માટે મસાલો રેડી કરો ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકો

  6. 6

    તેલ ગરમ થાય એટલે તેમાં લીમડો, ટમેટા, ડુંગળી અને મગ નાખી સોતે કરો મગથોડા નરમ થાય ત્યાં સુધી બે મિનિટ સોતે કરો ત્યારબાદ તેમાં લસણની ચટણી મિક્સ કરી ત્યારબાદ તેમાં ચાટ મસાલો નાખી મિક્સ કરો ત્યારબાદ બન્ને ઢોકળા અન મોલ્ડ કરી મસાલો રેડી કરો

  7. 7

    પહેલા ગ્રીન ઢોકળુ રાખી તેના પર આ મસાલો લગાડો ત્યારબાદ તેના પર ચીઝ ખમણી નાખો ત્યારબાદ તેના પર યલો ઢોકળુ મૂકો અને તેને સ્ટીમર માં ૨ મિનિટ માટે સ્ટીમ કરવા મુકો

  8. 8

    એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરુ અને તલનો મૂકો ત્યાર બાદ લીમડો અને લીલા મરચાના પીસ મૂકો ત્યારબાદ તેને ઢોકળા પર સ્પ્રેડ કરો

  9. 9

    વઘાર સ્પ્રેડ કરી તેના પર ટોપરાનું ખમણ અને કોથમીર ભભરાવી ગાર્નિશ કરો અને ટામેટા લસણ ની ચટણી સાથે સર્વ કરો તો આ રીતે ઢોકળાને ફ્યુઝન આપી ખૂબ જ ટેસ્ટી અને નવો ટેસ્ટ મેળવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

ટિપ્પણીઓ

Similar Recipes