રજવાડી પાપડી ભેળ

Neelam Barot
Neelam Barot @cook_7513711

#કિટ્ટીપાર્ટી રેસિપી
પાપડી ભેળ એ ખૂબ જ આસન અને ઝડપથી બની જતી ડિશ છે. પાર્ટી માટે એક પરફેક્ટ સેર્વિંગ ગણાય છે. તમે પહેલેથીજ પાપડી ને શેકી ને રાખી શકો છો. સાથે સાથે ઉમેરવામાં આવતા સેલડ પણ સમારીને રાખી શકો છો. નાના મોટા સૌને ભાવે તેવી ક્રિસ્પી અને ચટપટી વાનગી છે. ચોખા ની આ પાપડી ખાસ મસાલા ઉમેરી ને બનાવેલ હોવાથી પાપડી માં તેનો પોતાનો પણ એક સ્વાદ છે. જેથી તેને રજવાડી પાપડી ભેળ નામ આપેલ છે. લગ્ન કે ખાસ પ્રસંગે સ્ટાર્ટર તરીકે આ વાનગી રાખવામાં આવે છે. એકવાર અચૂક બનાવશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5+10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4ચોખા ના રજવાડી પાપડ
  2. 1/2 કપસમારેલ કાકડી
  3. સમારેલ ડુંગળી 1નંગ
  4. સમારેલ શિમલા મરચાં 1 નંગ
  5. 2બારીક સમારેલ ટામેટા
  6. 1 મોટી ચમચીસમારેલ કાચી કેરી
  7. 2 મોટી ચમચીલીંબુ નો રસ
  8. 1 નાની ચમચીચાટ મસાલો
  9. 1/2 નાની ચમચીકાળા મરી નો પાવડર
  10. 1 નાની ચમચીધાણા જીરું પાવડર
  11. 1/2 નાની ચમચીઆમચુર પાવડર
  12. સ્ટ્રોબેરી સિરપ હર્ષિસ નો (ખાટો મીઠો) 2 મોટી ચમચી (વૈકલ્પિક)
  13. 1 મોટી ચમચીબારીક સમારેલ લીલા ધાણા
  14. 1 ચમચીતેલ
  15. ઉપર થી ઉમેરવા માટે
  16. 1/2 કપનાયલોન સેવ
  17. 1/4 કપદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

5+10 મિનિટ
  1. 1

    ઓવેન ને 10 મિનિટ માટે પ્રિહિટ કરી લો.

  2. 2

    ત્યાં સુધી બધાજ સમારેલ શાક ભાજી/સલાડ એક બાઉલ માં મિક્સ કરી લો.

  3. 3

    હવે પાપડ ઉપર બંને બાજુ બ્રશ થી હલકું તેલ લગાવી ને પાપડ ને ઓવેન માં શેકી લો.

  4. 4

    બાઉલ માં બધા મસાલા, લીંબુ નો રસ અને સ્ટ્રોબરી સિરપ ઉમેરી મિક્સ કરો. પાપડ ઉપર સલાડ પાથરો. ઉપર નાયલોન સેવ અને દાડમના દાણા ઉમેરી સર્વ કરો.

  5. 5

    તૈયાર છે રજવાડી પાપડ ભેળ. જે કિટ્ટી પાર્ટી માટે એક સરળ અને ઝડપથી બનતી ચટપટી તથા સ્વાદિષ્ટ ડિશ સાબિત થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelam Barot
Neelam Barot @cook_7513711
પર
Love to cook and Love to eat.... homechef
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes