ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#EB
#Week9
#Cookpadindia
#Cookpadgujrati
ભેળ અનેક પ્રકારની બને છે. આ અનોખી ચાયનીઝ ભેલને તળેલ નૂડલ્સથી બનાવી ને રંગબે રંગી શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે સાથે વિભિન્ન પ્રકારનાં સોસ ને સંતુલિત માત્રામાં આ ભેળ ને ચટપટી રીતે બાંધી ને રાખવામાં મદદ કરે છે. બે પ્રકારની બને છે. એક કોલ્ડ અને એક હોટ છે મુંબઈમાં આ ભેળ દરેક ગ્લ્લીઓ માં પ્રચલીત છે. આજે મેં પણ અહીં હોટ ચાયનીઝ ભેળ બનાવી છે, જે નાના મોટા દરેક ને ભાવે તેવી છે.

ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

#EB
#Week9
#Cookpadindia
#Cookpadgujrati
ભેળ અનેક પ્રકારની બને છે. આ અનોખી ચાયનીઝ ભેલને તળેલ નૂડલ્સથી બનાવી ને રંગબે રંગી શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે સાથે વિભિન્ન પ્રકારનાં સોસ ને સંતુલિત માત્રામાં આ ભેળ ને ચટપટી રીતે બાંધી ને રાખવામાં મદદ કરે છે. બે પ્રકારની બને છે. એક કોલ્ડ અને એક હોટ છે મુંબઈમાં આ ભેળ દરેક ગ્લ્લીઓ માં પ્રચલીત છે. આજે મેં પણ અહીં હોટ ચાયનીઝ ભેળ બનાવી છે, જે નાના મોટા દરેક ને ભાવે તેવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 300 ગ્રામહકકા નૂડલ્સ
  2. 2+1/2 ગ્લાસ પાણી નૂડલ્સ બોઈલ કરવા
  3. જરુર મુજબ તેલ તળવા માટે
  4. 1/4 કપકૉર્નફ્લોવર
  5. વેજિટેબ્લ્સ ⬇️
  6. 2 નંગઓરેન્જ ગાજર
  7. 1 નંગગ્રીન કેપ્સિકમ
  8. 1 નંગયેલો કેપ્સિકમ
  9. 1 નંગરેડ કેપ્સિક્મ
  10. 7-8 નંગફણસી
  11. 1 નંગલીલી ડુંગળી
  12. 10-12 નંગસ્વિટકૉર્ન
  13. 1 કપબારીક સમારેલી કેબેજ
  14. 4-5 ચમચીઆદુ લસણ અને મરચાં ની પેસ્ટ
  15. સોસ ⬇️
  16. 3 ચમચીસેઝ્વાન ચટણી
  17. 2 ચમચીટોમેટો કેચઅપ
  18. 1 ચમચીવ્હાઈટ વિનિગર
  19. 1 ચમચીસોયાસોસ
  20. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સામગ્રી ⬇️

  2. 2

    સૌથી પહેલાં નૂડલ્સને ગરમ પાણીમાં બાફી લેવી. બાફતી વખતે તેમાં તેલ અને મીઠું ઉમેરી દેવું. નૂડલ્સ બફાઈ જાય, ત્યાર બાદ નેટ પર મૂકી ઠંડ પાણી તેનાં પર નાંખો જેથી તે એકદમ છૂટા છૂટા રહે.

  3. 3
  4. 4

    નૂડલ્સ સરસ રીતે છૂટા પડી જાય ત્યારે જરુર મુજબ નૂડલ્સ લો. અને એક બાઊલ માં કોર્ન ફ્લોવર 2 થી 3 ચમચી લો. હવે તેમાં નૂડલ્સ મિક્સ કરો. કોર્ન ફ્લોવર થી નૂડલ્સ ને કોટિન કરો.

  5. 5

    હવે એક પેન માં જરૂર મુજબ તેલ લો અને તેમાં કોટિન કરેલ નૂડલ્સ હાઈ ફ્લેમ પર ફ્રાય કરો. જેવો નુડલ્સ નો રંગ બદલાય અને બધી બાજુએથી કડક થવા લાગે ત્યારે જ જારાની મદદથી થી બીજી બાજુ પલટાવો. હવે આ રીતે બીજી નૂડલ્સ પણ ફ્રાય કરી સાઈડ પર રાખો.(આ પોરોસેસ ને કરતા 5 મિનીટ લાગે છે.)

  6. 6

    બીજી બાજુ એક પેન માં 2થી 3ચમચી તેલ ગરમ કરી તેમાં ઘટકમાં બતાવેલ પ્રમાણે બધા વેજીટેબલસ 1 થી 2 મિનીટ હાય ફ્લેમ પર અધકચરા સાંતળી લેવાં. ત્યાર બાદ તેમાં બધા સોસ જરુર મુજબ મિક્સ કરી લેવાં. ત્યાર બાદ ગૅસ બંધ કરી દો.

  7. 7
  8. 8

    હવે એક બાઉલમાં રેડી કરેલ કૃતિ-5 નો મસાલો 1 ચમચો લેવો. તેનાં પર ફ્રાય નૂડલ્સ મુકો. ફરીથી મસાલો એડ કરી ચમચાની મદદથી બધુ બરાબર મિક્સ કરી લેવું.
    રેડી કરેલ ભેળ પર કાચા વેજિટેબ્લ્સ એડ કરવાં.

  9. 9
  10. 10

    રેડી છે ચાયનીઝ ભેળ. સાંજનાં અથવા લાઈટ ડીનર રીતે પણ આ ભેળ લઈ શકાય.

  11. 11

    નોંધ-1- નુડલ્સ ને ઓવર કૂક બોઈલ નાં કરવું.
    2- આ ભેળ ને સર્વ કરતા પહેલા તરત જ બનાવી કેમકે તળેલા નૂડલ્સ ઝડપથી નરમ થાય છે.
    3- આ નૂડલ્સ ને ફ્રાય કરી ઍયર ટાયર જાર માં ભરી શકાય. જ્યરે મન થાય ત્યારે ભેળ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes