અમૃતસરી છોલે સાથે પનીર કુલચા

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. છોલે માટે
  2. 250 ગ્રામકબૂલી ચણા
  3. 3કાંદા
  4. 2ટામેટા
  5. 2 ચમચીચા પત્તી
  6. 2તમાલપત્ર
  7. 3તજ
  8. 3ઈલાયચી
  9. 5-6લવંગ
  10. 5-6મરી
  11. 2 ચમચીલાલ મરચું પાવડર
  12. 1 ચમચીહળદર પાવડર
  13. 2 ચમચીછોલે ગરમ મસાલો
  14. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  15. 1 ચમચીદાડમ ના દાણા નો પાવડર
  16. પનીર કૂલચા માટે
  17. 250 ગ્રામમેંદો
  18. 2 ચમચીદહીં
  19. 1 ચમચીખાંડ
  20. 1/4 ચમચીબેકિંગ પાવડર
  21. 1/4 ચમચીબેકિંગ સોડા
  22. 200 ગ્રામપનીર
  23. 2લીલા મરચા
  24. 1 ચમચીઆદુ પેસ્ટ
  25. 2 ચમચીકોથમીર
  26. મીઠુ સ્વદાનુસાર
  27. 4 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કબૂલી ચણા માં ચા પત્તી ની પોટલી બનાવી કુકર માં ઉમેરો. 1 ચમચી મીઠું, 1 તમાલપત્ર, 1 લાવાંગ, 4 કપ પાણી ઉમેરીને 4-5 સીટી વગાડો. ચા પત્તી થી ચણા સરસ બફાઈ જાય છે.

  2. 2

    ગ્રેવી માટે કાંદા અને ટામેટા ની પેસ્ટ બનાવો. 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી લેવું તેમાં કાંદા અને ટામેટા ની પેસ્ટ ઉમરીને તેલ છૂટે ત્યાં સુધી ચેડવો. તેમાં બધા બાકીના મસાલા ઉમેરો 5 મિનિટ ગ્રેવી ચેળવો.

  3. 3

    ગ્રેવી થય જાય ત્યારે તેમાં બાફેલા છોલે ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું.૧૦ મિનિટ ઢાંકી ને ધીમી આંચ પર રાખવુ.

  4. 4

    મેંદા માં દહીં, ખાંડ, મીઠું, બેકિંગ પઉડર, બેકિંગ સોડા ઉમેરી લોટ બાંધો. 30 મિનિટ ઢાંકી ને રાખો.

  5. 5

    ફૂલચા ના પૂરણ માટે પનીર માં લીલા મળચા, આદુ, કોથમીર, મીઠું ઉમેરવું.

  6. 6

    કુલ્ચા ને વાણી પૂરણ ભરી ફરી એકવાર વણવું. કુલચાં ની એક તરફ પાણી લગાવી લોખંડ ની તવી પર ચોટડવી. એક તરફ થાય પછી તવી પલટાવી બીજી તરફ શેકવી. ઉપર બટર લગાવી ગરમ ગરમ સર્વ કરો.

  7. 7

    આ રીતે ઘરે તવી પર બનાવી શકાય છે બજાર જેવા કુલચા.

  8. 8

    ગરમ ગરમ સર્વ કરો કાંદા અને તળેલા મરચા સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર

ટિપ્પણીઓ

Similar Recipes