અમૃતસરી છોલે ભટુરે

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#જોડી#જૂનસ્ટાર
#આ ડીશ પંજાબની ફેમસ છે.આ ડીશમાં છોલા બાફતી વખતે તેમાં ચા પતી,તમાલ પત્ર ,ઈલાઈચી જેવા આખા મસાલા ઉમેર્યા છે જેથી છોલાનું શાકનો રંગ સહેજ કાળો જ રહે છે અને ટેસ્ટી પણ ખૂબ જ હોય છે.

અમૃતસરી છોલે ભટુરે

#જોડી#જૂનસ્ટાર
#આ ડીશ પંજાબની ફેમસ છે.આ ડીશમાં છોલા બાફતી વખતે તેમાં ચા પતી,તમાલ પત્ર ,ઈલાઈચી જેવા આખા મસાલા ઉમેર્યા છે જેથી છોલાનું શાકનો રંગ સહેજ કાળો જ રહે છે અને ટેસ્ટી પણ ખૂબ જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
4વ્યકિત
  1. 1કપ મોટા ગુલાબી ચણા (છોલા)
  2. મીઠું જરુર મુજબ(બાફવા માટે)
  3. 2નંગ મોટી ઈલાયચી
  4. 2ચમચી ચા પત્તી
  5. 2-3નંગ નાની ઈલાયચી
  6. 1ટુકડો તજ
  7. 2પત્તા તમાલપત્ર
  8. 2-3નંગ લવીંગ
  9. 1/2ટી-સ્પૂન સોડા
  10. ગ્રેવી માટે-
  11. 2ચમચા તેલ
  12. 2-3નંગ ડુંગળી
  13. 2-3નંગ ટામેટા
  14. 1ટી-સ્પૂન અનારદાના પાવડર
  15. 1ટી-સ્પૂન આમચુર પાવડર
  16. 1/2ટી-સ્પૂન હળદર
  17. 1ટી-સ્પૂન લાલ મરચુ
  18. 1ટી-સ્પૂન ધાણા પાવડર
  19. 1ટી-સ્પૂન ગરમ મસાલો
  20. 1ટી સ્પૂન કસૂરી મેથી પાવડર
  21. મીઠું સ્વાદ મુજબ
  22. વગાર માટે-
  23. 2ટેબલ સ્પૂન તેલ
  24. 3-4કળી લસણ (ઝીણું સમારેલુ)
  25. 3-4નંગ લીલા મરચા
  26. 1/2ટી-સ્પૂન લાલ મરચું
  27. 1ટી-સ્પૂન શેકેલું જીરું પાવડર
  28. સજાવવા માટે-
  29. કોથમીર(ઝીણી સમારેલી)
  30. ભટુરા માટે-
  31. 2કપ મેંદો
  32. 1/4કપ રવો
  33. મીઠું સ્વાદાનુસાર
  34. 1ટેબલસ્પૂન દહીં
  35. તળવા માટે -તેલ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છોલાને રાત્રે અથવા 6-7 કલાક પાણીમાં પલાળી દો.એક મલમલના કપડામાં ચા પત્તી નાખી પોટલી બનાવી દો. એક કૂકરમાંછોલા,પત્તીવાળીપોટલી,તજ, તમાલપત્ર,ઈલાયચી, લવીંગ,સોડા,મીઠુ અને 2 કપ પાણી ઉમેરી ૩-૪ સીટી વગાડો.ત્યાર બાદ છોલાને અને ચા વાળા પાણી ને અલગ કરી દો.{ચા પત્તીવાળા પાણીને ગ્રેવીમાં નાખવાથી છોલાના શાકનુ રંગ સારો આવે છે.}

  2. 2

    કાથરોટમાં મેંદો,રવો,મીઠું,દહીં મીકસ કરી પાણી વડે નરમ લોટ બાંધી લો.તૈયાર કણકને બે કલાક ઢાંકીને મૂકી દો.

  3. 3

    ડુંગળી અને ટામેટાને મીકસરના જારમાં અલગ -અલગ પીસીને પેસ્ટ બનાવી દો.એક કઢાઈ માં તેલ ગરમ કરી ડુંગળીની પેસ્ટ સાતંળો.પછી ટામેટાની પેસ્ટ સાતંળો,ત્યાર બાદ મીઠું,મરચુ,હળદર,અનારદાના પાવડર,ધાણા પાવડર,ગરમ મસાલો,આમચૂર પાવડર ઉમેરી પાંચ મિનિટ સાતંળો.તૈયાર છે ગ્રેવી.

  4. 4

    તૈયાર થયેલી ગ્રેવીમાં છોલા ઉમેરી સાતંળો, ચમચા વડે જ થોડા છોલાને દબાવી દો અને ચા પત્તીવાળુ પાણી જરુર મુજબ ઉમેરી રસો બનાવી દો.પાંચ મિનિટ માટે ધીમી આંચે છોલાને પકાવી છેલ્લે કસૂરી મેથી પાવડર ઉમેરી ગેસ બંધ કરી દો.

  5. 5

    એક વગારીયામાં તેલ લઈ લસણ,લાલ મરચુ,જીરુ પાવડર અને લીલા મરચા ઉમેરી તૈયાર કરેલા છોલાના શાક પર વગાર નાખો.

  6. 6

    બાંધેલા કણકમાંથી લુઆ કરીને તેમાંથી મોટી રોટલી વણીને ગરમ તેલમાં તેજ આંચે આછા સોનેરી રંગના બન્ને બાજુ તળી લો,આવી રીતે બધા જ ભટુરા બનાવી લો.

  7. 7

    તૈયાર છોલાને કોથમીરથી સજાવીને ભટુરા સાથે ગરમ -ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes