સેન્ડવીચ પકોડા

Food Carnival
Food Carnival @cook_17756525

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તૈયારી સમય: ૧/૨ કલાક,બનાવવાનો સમય: ૧૫ મિનિટ
૮ પકોડા
  1. ૪ બ્રેડ સ્લાઈસ
  2. ખીરુ બનાવવા માટે: ૩ કપ ચણાનો લોટ, મીઠું સ્વાદાનુસાર, ૧/૪ ટી સ્પૂન હિંગ, ૧ ટી.સ્પૂન લીંબુનો રસ, પાણી જરૂર મુજબ
  3. લીલી ચટણી : (૧ કપ સમારેલી કોથમરી,૧૦ ફુદીનાના પાન, ૧ ટી.સ્પૂન લીંબુનો રસ, મીઠું, ૧/૨ ઇંચ આદુ, ૪ કળી લસણ, ૨ લીલા મરચા, ૧ લવિંગ- પીસીને ચટણી તૈયાર કરવી)
  4. લાલ ચટણી (૧ ટામેટુ, ૫ કળી લસણ, ૩ ટે.સ્પૂન લાલ મરચું, મીઠું, ૧ ટી. સ્પૂન ખાંડ, ૨ ટી.સ્પૂન દાળિયાની દાળ- બધુ મિક્સર માં નાખી પીસીને લાલ ચટણી તૈયાર કરવી
  5. ૩ બાફેલા અને છોલેલા બટેટા
  6. ૧ ટી.સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ટી સ્પૂન મરી પાવડર
  9. ૧ ટી સ્પૂન ખાંડ
  10. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  11. ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર

રાંધવાની સૂચનાઓ

તૈયારી સમય: ૧/૨ કલાક,બનાવવાનો સમય: ૧૫ મિનિટ
  1. 1

    ખીરુ બનાવવાની બધી સામગ્રી ભેગી કરી ભજીયા જેવુ ખીરું બનાવવું

  2. 2

    બાફેલા બટાકા છોલીને છીણી લેવા

  3. 3

    તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, મીઠું, મરી પાવડર, ખાંડ, ગરમ મસાલો, આમચૂર પાવડર નાખી સ્ટફિંગ તૈયાર કરવું

  4. 4

    એક બ્રેડ સ્લાઈસ લઇ તેના પર લીલી ચટણી લગાવવી અને તેના પર બટેટાનો માવો પાથરવું

  5. 5

    બીજી બ્રેડ સ્લાઈસ લઇ લાલ ચટણી લગાવવી અને તેને બટેટાના માવા પર લાલ ચટણી વાળો ભાગ આવે એ રીતે મુકવી

  6. 6

    આ તૈયાર કરેલ સેન્ડવીચને ચણા ના લોટ ના ખીરામાં બોળીને ગરમ તેલમાં બંને બાજુ ગોલ્ડન થાય એવું તળી લેવું

  7. 7

    તેને ત્રિકોણાકાર ચાર ભાગ કટ કરી કેચપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Food Carnival
Food Carnival @cook_17756525
પર

Similar Recipes