પ્લમ- બીટરૂટ-વોલ્નટ  સૂપ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઈબુક
#Day1
ગરમાગરમ સ્વાદિષ્ટ સૂપ પીવાની મજા જ કંઈક ઔર છે.
નવું બોર્શ્વ..પ્લમ -બીટ નો સ્વાદ વાળો અને અખરોટ સાથે ગિર્નિશ કરેલું, સ્વાદિષ્ટ સૂપ બનાવીને સ્વાદ માણો.

પ્લમ- બીટરૂટ-વોલ્નટ  સૂપ

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઈબુક
#Day1
ગરમાગરમ સ્વાદિષ્ટ સૂપ પીવાની મજા જ કંઈક ઔર છે.
નવું બોર્શ્વ..પ્લમ -બીટ નો સ્વાદ વાળો અને અખરોટ સાથે ગિર્નિશ કરેલું, સ્વાદિષ્ટ સૂપ બનાવીને સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨-૩ જણ
  1. 1 ટેબલ સ્પૂનસ્પૂન બટર
  2. 2 લસણ ની કળી
  3. 1ડુંગળી સમારેલી
  4. 4 પ્લમ સમારેલાં
  5. 1મોટું બીટ સમારેલો
  6. 1મોટુ ટામેટા સમારેલો
  7. 1/2 કપગાજર ના ટુકડા
  8. 1 ટેબલ સ્પૂનખાંડ (ખટાશ પ્રમાણે)
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 2 કપપાણી
  11. કાળી મરી પાવડર સ્વાદ અનુસાર
  12. શેકેલું જીરું સ્વાદ અનુસાર
  13. 2-3અખરોટ (નાં ઝીણા તાંતણા)
  14. થોડી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોન સ્ટિક પાન પ્રેશર કુકરમાં બટર ગરમ કરી તેમાં લસણ અને ડુંગળી નાખી ને ગુલાબી પડતા સાંતળો.

  2. 2

    એમાં સમારેલાં પ્લમ,બીટ, ટામેટા અને ગાજર ના ટુકડા નાખી ને ૨-૩ મિનિટ સાંતળો. એમાં ખાંડ, મીઠુ, પાણી નાખી ને ૪-૫ સીટી વગાડી ને બાફી લો.

  3. 3

    કુકર ઠંડુ પડે એટલે ખોલીને બાફેલું મિશ્રણ ને મિક્ષ્ચર માં નાખી ને પ્યુરી બનાવી લો.

  4. 4

    આ પ્યુરી ને ફરી થી પાન માં નાખી ને થોડુ ગરમ પાણી,(સૂપ જેવો બનાવુ) મીઠુ,મરી, જીરું સ્વાદ અનુસાર નાખો(ટેસ્ટ કરી..અગર ખાટું લાગે તો થોડી ખાંડ ઉમેરો) અને ઉકાળો. ૧ ઊભરો આવે ત્યારે ગેસ બંધ કરવો.

  5. 5

    ૨ સૂપ બોઉલ માં નાખી ને એના ઉપર ૧ -૧ અખરોટ નાં તાંતણા અને સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes