ઇન્સ્ટન્ટ  ભાજી

asharamparia
asharamparia @Asharamparia

#કૂકર
#India post 1
#goldenapron
2nd week recipe
ખરેખર કુકર એ રસોઈ મેજિક નું કામ કરે છે. અને આજે હું
ઇન્સ્ટન્ટ ભાજી ની રેસીપી લઇને આવી છું જે કુકર માંખૂબ જ સરસ અને ઝડપથી બની જાય છે .

ઇન્સ્ટન્ટ  ભાજી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કૂકર
#India post 1
#goldenapron
2nd week recipe
ખરેખર કુકર એ રસોઈ મેજિક નું કામ કરે છે. અને આજે હું
ઇન્સ્ટન્ટ ભાજી ની રેસીપી લઇને આવી છું જે કુકર માંખૂબ જ સરસ અને ઝડપથી બની જાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બટેટા
  2. 1મિડિયમ સાઇઝ કોબીજ
  3. 3રીંગણ
  4. 2ગાજર
  5. 1 કપલીલા વટાણા
  6. 3ડુંગળી ની પેસ્ટ
  7. 3ટામેટાં ની પેસ્ટ
  8. 1કેપ્સીકમ
  9. 1 ચમચીલસણની પેસ્ટ
  10. 1લીલું મરચું
  11. સ્વાદ મુજબ લાલ મરચું, મીઠું,
  12. 3 ચમચીપાવભાજી મસાલો
  13. 1લીંબુ નો રસ
  14. 4-5 ચમચીતેલ
  15. કોથમીર ગાર્નીસીંગ માટે
  16. જરુર મુજબ બટર ગાર્નીસીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બઘા શાકભાજી ને ધોઈ સાફ કરી લેવા ત્યાર બાદ જીણા સમારી લેવા અથવા તો હેન્ડી મિકસચર માં ક્રશ કરી લો.

  2. 2

    એક કુકરમાં તેલ ગરમ કરવા મુકી દો. તેલ ગરમ થઈ જાય પછી લસણ -મરચાં ની પેસ્ટ ઉમેરી દો..પેસ્ટ સંતળાઇ જાય એટલે ડુંગળી ની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યાર બાદ ટામેટાં ની પેસ્ટ ઉમેરી સાંતળો.

  3. 3

    બંને પેસ્ટ સંતળાઇ જાય એટલે લીલા વટાણા અને જીણા સમારેલા શાકભાજી કુકર માં ઉમેરો..ત્યાર બાદ સ્વાદ પ્રમાણે લાલ મરચું,મીઠું.,પાવભાજી મસાલો ઉમેરી થોડીવાર સાંતળો.

  4. 4

    હવે 2ગ્લાસ પાણી રેડી કુકર બંધ કરી 2 વ્હીસલ સુધી ચડવા દો.કુકર ઠંડુ પડે એટલે ભાજી ને મેશ કરી એકરસ કરી લો. ઉપર થી લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો એક બાઉલમાં લઇ ઉપર થી કોથમીર અને બટર થી ગાર્નીસીંગ કરો આ ભાજી ને પાવ કે પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes