ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#મીઠાઈ
# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે.

ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)

#મીઠાઈ
# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2કલાક
8વ્યકિત
  1. હલવા માટે-
  2. 2કિલો ગાજર
  3. 1લીટર દૂધ
  4. 1કપ ઘી
  5. 1/2કપ કાજુ/બદામ/પીસ્તાના ટુકડા
  6. 300ગ્રામ ખાંડ
  7. 1/4ટી-સ્પૂન ઈલાયચી પાઉડર
  8. સજાવવા માટે-
  9. વ્હીપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

2કલાક
  1. 1

    સૌ પ્રથમ ગાજરને છોલીને ધોઈને છીણી દો.

  2. 2

    એક કઢાઈમાં ઘી ગરમ કરી ગાજરની છીણ નાખી ૫-૭ મિનિટ માટે સાતંળો.

  3. 3

    ગાજરની છીણ સંતળાઈ જાય ત્યારે તેમાં દૂધ ઉમેરી ધીમી આંચે પકાવો.

  4. 4

    દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરો.ખાંડ ઓગળી જાય અને ઘી છુટ્ટુ પડે એટલે તૈયાર છે ગાજરનો હલવો.કાજુ/બદામના ટુકડા અને ઈલાયચી પાઉડર મીકસ કરો.

  5. 5

    એક કેકના મોલ્ડમાં કલીંગફીલ્મ ગોઠવો.નાના -મોટા એમ બે મોલ્ડ લેવા.

  6. 6

    પછી ગાજરનો હલવો મોલ્ડમાં નાખી ફ્રીજમાં 2-3 કલાક સેટ થવા મૂકો.

  7. 7

    એક તપેલીમાં વ્હીપ ક્રીમ લો.

  8. 8

    બીટરથી ક્રીમને8-10મિનિટ માટે ફેટી લો.ક્રીમ માખણની જેમ ફુલીને ઉપર આવે એટલે તૈયાર છે ક્રીમ.

  9. 9

    સેટ થયેલા હલવાને મોલ્ડમાંથી બહાર કાઢીને એક કેક પર બીજી કેક ગોઠવીને તૈયાર કરેલી વ્હીપ ક્રીમથી મનપસંદ ડિઝાઈનથી ડેકોરેટ કરો.

  10. 10

    તૈયાર છે ગાજર હલવા કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes