કોપરા પાક (ટોપરા પાક/નારિયેળ ની બરફી)

#મીઠાઈ
સામાન્ય રીતે ટોપરા પાક દૂધ ના માવા અને સૂકા ટોપરા માંથી બનાવવા માં આવે છે. પરંતુ અહીંયા મેં કન્ડેન્સ્ડ મિલ્ક એટલે કે મીઠાઈ મેડ માંથી ટોપરા પાક બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ રીત માં તમારે ઘી, દૂધ, ખાંડ કે માવા ની જરૂર પડતી નથી તેમજ સરળતા થી બની જાય છે.
કોપરા પાક (ટોપરા પાક/નારિયેળ ની બરફી)
#મીઠાઈ
સામાન્ય રીતે ટોપરા પાક દૂધ ના માવા અને સૂકા ટોપરા માંથી બનાવવા માં આવે છે. પરંતુ અહીંયા મેં કન્ડેન્સ્ડ મિલ્ક એટલે કે મીઠાઈ મેડ માંથી ટોપરા પાક બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ રીત માં તમારે ઘી, દૂધ, ખાંડ કે માવા ની જરૂર પડતી નથી તેમજ સરળતા થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ લો.
- 2
તેમાં મીઠાઈ મેડ નાખો.
- 3
મે અહીંયા ૪૦૦ ગ્રામ ના એક કેન નો ઉપયોગ કર્યો છે.
- 4
સાથે સાથે કેસર પણ નાખી દો.
- 5
ગેસ નો તાપ ધીમો રાખવો.
- 6
સ્પેચૂલા વડે મિક્સ કરી લો.
- 7
ત્યાર બાદ તેમાં સૂકું કોપરું નાખી ને મિક્સ કરી લો.
- 8
સતત હલાવતા રહો.
- 9
તેમાં હવે કાજુ ની કતરણ નાખી મિક્સ કરી લો.
- 10
૨ મિનિટ માં બધું મિશ્રણ બરાબર મિક્સ થઈ જશે.
- 11
જ્યાં સુધી ટોપરા નું મિશ્રણ કડાઈ થી છૂટું ના પડે ત્યાં સુધી હલાવતાં રહો.
- 12
હવે ગેસ બંધ કરી દો.
- 13
કેક ટીન માં બધી બાજુ ઘી લગાવી લો.
- 14
તૈયાર કરેલું મિશ્રણ તેમાં પાથરો.
- 15
રૂમ ના તાપમાન પર ઠંડુ પડવા દો.
- 16
૧ કલાક રહી ને તેમાં ચપ્પુ ની મદદ થી કાપા પાડી લો.
- 17
એર ટાઈટ ડબ્બા માં અઠવાડીયા માટે સ્ટોર કરો.
- 18
સિલ્વર પર્લ વડે સજાવો.
- 19
કેસરિયા ટોપરા પાક પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai -
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
-
કોપરા પાક
👉શિયાળા માં ખવાતો પાક ...👉શિયાળા ની ઠંડી પડતી હોય અને ગરમ ગરમ કોપરા પાક ખાવાની મજાજ કય અલગ હોય તમે પણ જરૂર બનાવ જો..... Payal Nishit Naik -
-
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
કોપરા પાક
#goldenapron3#week -8#કોકોનટ#ટ્રેડિશનલકોપરા પાક ને અમુક લોકો કોકોનટ બરફી ના નામ થી પણ બોલાવે છે.જૂની અને જાણીતી મીઠાઈ છેઆ ખુબ જ સરળ મીઠાઈ છે. આ મીઠાઈ ફ્રેશ કોપરા નું છીણ,દૂધ, ખાંડ અને માવા થી બને છે. Kalpana Parmar -
કેસરીયા બરફી
#નવરાત્રી#પ્રસાદ#માયલંચઆજે નવરાત્રી નો ત્રીજો દિવસ છે તો માતાજી ને દૂધ ની બનાવેલી મિઠાઈ ધરાવવા ની હોય છે એટલે મે આ ઈન્સ્ટન્ટ બરફી બનાવી છે. જે માં મારી પાસે મિલ્ક પાઉડર હતો એ યુઝ કર્યુ છે અને બહુ જ ઓછા સમય માં અને ઓછા ઇન્ગ્રીડ્યન્ટ્સ થી બની જાય છે. અને ટેસ્ટ માં ખબર પણ નહી પડશે કે માવા વગર બનાવી છે. અને લંચ માં થાળી માં સ્વીટ વાનગી પણ થઈ ગઈ જે તમે ઉપવાસ માં પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar -
દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
Evergreen મીઠાઈ..લગ્ન હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ, દૂધીનો હલવો હોય તો મેનુ ને ચાર ચાંદ લાગી જાય..સીઝન ની કુણી દૂધી નો હલવો એકવાર તો ખાવો જ જોઈએ. Sangita Vyas -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#SGC#સ્પે ગણેશ ચતુર્થી કોપરાપાક એ પરંપરાગત વાનગી છે.જેને મેં ખડી સાકર,દૂધ,મલાઈ તથા સૂકા મેવાનો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવેલ છે. Smitaben R dave -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
#દિવાળીસ્પેશિયલ#કુકબૂકકોપરા પાક ને એક સિમ્પલ અને સ્વાદિષ્ટ ભારતીય fudge કહી શકાય છે. આ મીઠાઈ ની મુખ્ય સામગ્રી છે છીણેલું કોપરું જેમાં ખાંડ અને દૂધ ઉમેરાઈ છે. આ મીઠાઈ દિવાળી, નવરાત્રી, હોળી, રક્ષાબંધન જેવા પર્વ પર ખાસ બનાવાઈ છે. આ વાનગી માં condensed મિલ્ક પણ વપરાઈ છે પણ મે અહીં પરંપરાગત રેસિપી બનાવી છે. Kunti Naik -
-
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
અડદિયા પાક
#શિયાળાઅદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે. Jasmin Motta _ #BeingMotta -
ગુલાબજાંબુ (Gulab jambu Recipe in Gujarati)
#trend#gulabjamunગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે. Bansi Thaker -
કોકોનટ બરફી
#crકોકોનટ ગમે તે સ્વરૂપ માં હોય સુકું કે પછી લીલું તેના અલગ અલગ સ્વરૂપના ઉપયોગ પણ અલગ જ હોય છે. કોકોનટમાં શરીર ને સ્વસ્થ રાખતા પોષ્ટિક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આજે મેં હેલ્ધી કોકોનટની બરફી બનાવી. મસ્ત બની. જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શીતળા સાતમે દુધ પાક બનાવવાનો રિવાજ છે.. મેં પણ બીજી મીઠાઈ ની સાથે ડ્રાય ફ્રુટ દુધ પાક બનાવ્યો Pinal Patel -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani -
આદુ પાક (Aadu Paak recipe in Gujarati)
#MW1#આદુ પાક થી અનેક ફાયદા થાય છે. શરીર માં થતાં અનેક રોગ અટકાવે છે. ગોળ, ઘી, સૂકા મેવા થી ભરપુર આ આદુ પાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઘી શરીર માટે ખૂબ લાભદાયી છે. વાત અને પિત્ત શમન કરે છે. વિટામિન ભરપૂર માત્રા માં હોય છે. ગોળ કમજોરી કે થકાવટ મહેસૂસ કરતા હોય તેના માટે ખૂબ લાભદાયી. હિમોગ્લોબીન વધારવામાં અને પાચનક્રિયા માં મદદ કરે છે. Dipika Bhalla -
-
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)
#DTRનુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું. Harita Mendha -
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
અમારે વૈષ્ણવો માં ઠાકોરજી ને પ્રસાદ માં ટોપરા પાક,ઠોર.,મગસ જેવાં અનેક પ્રકારના પ્રસાદ નો ભોગ બનવાની ભગવાન ને ઘરાવવા માં આવે છે Falguni Shah -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ