ગુલાબજાંબુ  (Gulab jambu Recipe in Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#trend
#gulabjamun
ગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે.

ગુલાબજાંબુ  (Gulab jambu Recipe in Gujarati)

#trend
#gulabjamun
ગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦  ૫૦મીનીટ
૨ સવૅિંગસ્
  1. ૧ કપરવો
  2. ૨ ચમચીઘી
  3. ૧ કપખાંડ
  4. ૧ કપપાણી
  5. ૧ (૧/૨ કપ)દૂધ
  6. ૨ ચમચીમિલ્ક પાઉડર (ઓપ્શનલ)
  7. ૫-૬ કેસર નાં તાંતણાં
  8. ૧ ચમચીઇલાયચી નો ભૂક્કો
  9. તળવા માટે ઘી/તેલ
  10. બદામ ની કતરણ ગાનૅીશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

૪૦  ૫૦મીનીટ
  1. 1

    ચાસણી બનાવા માટે ખાંડ ને પાણી કઢાઈ માં લો અને એક તારી ચાસણી કરો. એમાં કેસર નાંખો થોડી ઉકાળો. ચાસણી વધુ ઘટ્ટ ના બનવી જોયે. ગેસ બંધ કરી પછી ઇલાયચી પાઉડર ઉમેરો.

  2. 2

    હવે જાંબુ માટે રવા ને પેન માં એક ચમચી ઘી માં સાવ ધીમા તાપે થોડો ૨-૩ મીનીટ શેકો એને બદામી નથી કરવાનો.પછી એને ઠંડો પડવા દો. એ જ પેન માં ૧ ચમચી ઘી અને દૂધ લઇ દૂધ નો ઉભરો આવે પછી મિલ્ક પાઉડર એડ કરી હલાવો. ૨-૩ મીનીટ બાદ રવો ઉમેરો. ઉમેરતી વખતે ધ્યાન રાખવું કે ગાંઠા ન પડે. મિશ્રણ ને બરાબર થીક થાય એટલી સુધી હલાવતા રહો. માવા જેવું બને એટલે એને ઠંડો પડવા દો.

  3. 3

    મિશ્રણ ઠંડુ પડે પછી થોડુ મસળી એમાંથી નાના ગુલ્લા લઈ ફાટે નહીં એ રીતે હળવા હાથે વાળી લો. ઘી/તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચ પર બ્રાઉન કલર નાં તળી લો.પેલા એક જાંબુ નાંખી ચેક કરવું કે એ છૂટતા તો નથી ને. પછી બધા તળવા.

  4. 4

    બધા જાંબુ તળાય જાય એટલે ચાસણી માં ડૂબાડી દો અને ચાસણી ને ૩-૪ મીનીટ ગરમ કરો. ઠંડા પડે એટલે બદામ ની કતરણ નાંખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes