"ચીઝ મસાલા છોલે પીલોકવર"

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

જ્યારે ઘરથી દૂર ગયા હોય તૈયાર પોતાના ગામનો સ્વાદ લેવા મન થાય છે તો આજે એવો જ એક સ્વાદ આપની સમક્ષ મૂકી રહી છું જે પોતાના ગામ અને શહેર ની યાદ અપાવે છે..
#મિસ્ટ્રીબોક્સ
#ગામઠીરેસિપી

"ચીઝ મસાલા છોલે પીલોકવર"

2 કમેન્ટ્સ કરેલ છે

જ્યારે ઘરથી દૂર ગયા હોય તૈયાર પોતાના ગામનો સ્વાદ લેવા મન થાય છે તો આજે એવો જ એક સ્વાદ આપની સમક્ષ મૂકી રહી છું જે પોતાના ગામ અને શહેર ની યાદ અપાવે છે..
#મિસ્ટ્રીબોક્સ
#ગામઠીરેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. છોલે પીલોકવર માટેની સામગ્રી🌹
  2. 1 કપમેંદો
  3. 4 ટેબલસ્પૂનરવો
  4. 1ટે સ્પૂન બેકિંગ પાઉડર
  5. 2 ટેબલસ્પૂનતેલ
  6. 1 કપઠંડુ પાણી
  7. મીઠું પ્રમાણસર
  8. છોલે પીલોકવર પૂરણ માટેની સામગ્રી🌹
  9. 150 ગ્રામચીઝ
  10. 50 ગ્રામગાજર
  11. 50 ગ્રામકોબીજ
  12. 50 ગ્રામકેપ્સિકમ
  13. 3 ટેબલસ્પૂનતેલ તળવા માટે તેલ
  14. 1 કપફણગાવેલા છોલે
  15. 1 ટીસ્પૂનચિલીસોસ
  16. 1 ટીસ્પૂનસોયાસોસ
  17. મીઠું પ્રમાણસર
  18. 1 ટીસ્પૂનલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાને ચાળીને તેમાં ઝીણો રવો બેકિંગ પાઉડર અને મીઠું ભેળવી તેલ નાખીને ઠંડા પાણીથી પુરી જેવો લોટ બાંધી ઢાંકી થોડીવાર મૂકી રાખવો...

  2. 2

    છોલે પીલોકવરના પૂરણ બનાવવા માટે, ગાજર અને કોબીજ ને સમારીને રાખવા કેપ્સિકમની પાતળી ચીરી કરવી એક વાસણમાં તેલ ગરમ મૂકવું. તેમાં કેપ્સિકમ, અને છોલે નાખી હલાવવું અને પછી કોબીજ અને ગાજર ને નાખવા પછી મીઠું પ્રમાણસર નાખવું....

  3. 3

    પાણી બળી જાય પછી નીચે ઉતારી ચિલીસોસ, સોયાસોસ અને મરચા નાખી ને બાજુ પર મૂકી રાખવું....

  4. 4

    લોટને બરાબર મસળી તેના લુઆ કરવા. તેમાંથી એક લુઓ લઇ પાતળી રોટલી વણવી પછી પીલોકવર નું પૂરણ મૂકી રોટલીને બાજુથી ગોળ આકારમાં વાળીને લંબગોળ પીલોકવરની જેમ વાળવા પછી છોલે પીલોકવરના ઉપર ના ભાગ માં પાણી લગાડીને ચોંટાડવું.... 

  5. 5

    આ પ્રમાણે બધા છોલે પીલોકવર તૈયાર કરી થાળી માં મેંદો ભભરાવીને મુકવા. પછી છોલે પીલોકવર ને સેલો ફ્રાય કરવા અને તેને સાઈડ માં મૂકી દેવું અથવા ગરમ તેલ માં ગુલાબી રંગ ના ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા અથવા શેકી લેવા...

  6. 6

    છોલે પીલોકવર ગરમ પીરસવા હોય ત્યારે જ વચ્ચેથી કાપા કરી પીરસવા. તો તૈયાર છે ગરમાં ગરમ "ચીઝ મસાલા છોલે પીલોકવર" કેચપસોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો...🌹

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

Similar Recipes