રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 ટીસ્પૂનતેલ
  2. 1 ટીસ્પૂનલસણ ઝીણુ સમારેલું
  3. 1 ટીસ્પૂનઆદુ ઝીણુ સમારેલું
  4. 1/2 કપડુંગળી સમારેલી
  5. 1 કપબટાકા બાફેલા
  6. 1/4 કપવટાણા બાફેલા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 ટીસ્પૂનહળદર
  9. 1 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  10. 1 ટીસ્પૂનગરમ મસાલા
  11. 1 ટીસ્પૂનલીલા મરચા
  12. 1 ટેબલસ્પૂનધાણા સમારેલાં
  13. 6સ્લાઈસ બ્રેડ, સફેદ / બ્રાઉન
  14. સીલ કરવા માટે પાણી
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પ્રથમ, મોટી કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આદુ, લસણ, મરચા અને ડુંગળી સાંતળો.

  2. 2

    હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું નાખો.
    ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં બાફેલા વટાણા અને બાફેલા અને છુન્દેલા બટાકા ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
    બથું સારી રીતે મિક્સ કરી 4-5 મિનિટ થવા દો. છેલ્લે તેમાં ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો.તેને એક બાઉલમાં સ્થાનાંતરિત કરો અને સંપૂર્ણપણે ઠંડું થવા દો.

  3. 3

    હવે એક બ્રેડની સ્લાઈસ લો અને કિનારીઓ કાપીને પાતળા રોલ કરો. તેમાં સ્ટફિન્ગ (ભરણ)ભરીને તેને પાણી થી સીલ કરો.

  4. 4

    હવે કડાઈ માં તેલ ગરમ કરો અને બ્રેડ પોકેટ્સ ને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
    અંતે, બ્રેડ પોકેટ્સને ટોમેટો કેચઅપ અથવા માયો સાથે ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerna Desai
Prerna Desai @cook_17542942
પર

ટિપ્પણીઓ

Similar Recipes