રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5નંગ બાફેલા બટાકા
  2. 1 ચમચીમરચું પાવડર(વધુ તીખું કરવું હોય તો મરચું વધારે લઈ શકો છો)
  3. 1 ચમચીગરમ મસાલો
  4. 1/2 ચમચીખાંડ
  5. 1લીંબુનો રસ
  6. 1 ચમચીછીણેલુ આદુ
  7. 1/2 ચમચીઝીણા સમારેલા લીલા મરચા
  8. કોથમરી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1વાટકો ઘઉં નો લોટ
  11. 2 ચમચીમૌણ માટે તેલ
  12. 1 ચમચીશેકેલું અધકચરું જીરુ
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં તેલનું મોણ, સેકેલું જીરૂ અને મીઠું નાખી પરાઠા માટે નો લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ બાઉલમાં બાફેલા બટાકા લઈ તેને મેશ કરી લો.ત્યારબાદ તેમાં મરચું પાવડર,ગરમ મસાલો, આદુ,મરચા, ખાંડ, લીંબુનો રસ,કોથમરી અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરી બધું મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ મિક્ષ કરેલા બટાકાના માવામાંથી નાના બોલ વાળી લો. ત્યારબાદ લોટમાંથી લૂઓ લઈ તેની પૂરી વણી તેમાં બટાકા ના માવા નો બોલ મૂકી લોટને ચારેતરફથી વાળી ફરીથી પરોઠું વણો. આ રીતે બધા જ પરોઠા તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ તેને લોઢી પર બંને બાજુ તેલ લગાવી બંને બાજુ શેકી લો. તેને દહી, સોસ કે ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે આલુ પરોઠા.

  5. 5

    આલુ પરાઠા તમે બટાકા ના માવામાં ઝીણી સમારેલી ડુંગળી અને લસણ ની પેસ્ટ પણ નાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_17507220
પર

ટિપ્પણીઓ

Similar Recipes