ફરાળી સાબુદાણા વોફલ

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#CulinaryQueens
#ફ્યુઝનવીક
હેલો ફ્રેન્ડ્સ, નવરાત્રી નજીકમાં જ છે તો આપણા બધાના માટે એક અલગ જ પ્રકારની ફરાળી વાનગી તૈયાર કરી છે. રોજ-બ-રોજની ફરાળી વાનગીઓ ખાઇને કદાચ તમે કંટાળી ગયા હોવ તો આ એક બેસ્ટ નવો ઓપ્શન છે......
આ રેસિપી ઇન્ડિયન અને બેલ્જિયન રેસીપી નું કોમ્બિનેશન છે.......

ફરાળી સાબુદાણા વોફલ

#CulinaryQueens
#ફ્યુઝનવીક
હેલો ફ્રેન્ડ્સ, નવરાત્રી નજીકમાં જ છે તો આપણા બધાના માટે એક અલગ જ પ્રકારની ફરાળી વાનગી તૈયાર કરી છે. રોજ-બ-રોજની ફરાળી વાનગીઓ ખાઇને કદાચ તમે કંટાળી ગયા હોવ તો આ એક બેસ્ટ નવો ઓપ્શન છે......
આ રેસિપી ઇન્ડિયન અને બેલ્જિયન રેસીપી નું કોમ્બિનેશન છે.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાડકી પલાળીને નિતારેલા સાબુદાણા
  2. 2નંગ મોટા બટાકા બાફીને મસળી લીધેલા
  3. 4-5નંગ લીલા મરચા
  4. 3-4 ચમચીસીંગદાણાનો ભૂકો
  5. 1 ચમચીશેકેલા જીરું નો પાવડર
  6. 1લીંબુનો રસ
  7. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  8. સવૅ કરવા માટે:
  9. ખાંડ વાળું મીઠું દહીં
  10. લાલ મરચું અને મીઠું નાખેલ દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બે વાટકી સાબુદાણાને છથી આઠ કલાક સુધી પલાળી ને રાખવા. રાત્રે પલાળી રાખવા જેથી સવારમાં વાપરી શકાય. સાબુદાણા ને ચારણીમાં નીતારી લેવા જેથી વધારાનું પાણી નીકળી જાય. બટાકાને બાફીને મસળી લેવા. બટાકા કોરા રહે એ રીતે બાફવા મૂકવા.

  2. 2

    હવે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક મોટા બાઉલમાં સાબુદાણા અને બટાકા લઈ લો. એમાં ચારથી પાંચ નંગ મરચાને ક્રશ કરીને નાખવા. ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર, સીંગદાણાનો ભૂકો, એક લીંબુનો રસ અને સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું.

  3. 3

    ઉપર જણાવેલ મિશ્રણને મસળીને એકસરખું કરી આ રીતે બોલ વાળી લેવા.

  4. 4

    હવે વોફલ મેકર ને બે મિનિટ માટે પ્રી હિટ કરી લેવું. એના પર થોડું તેલ લગાવી લેવું.

  5. 5

    સાબુદાણાના વાળેલા ગોળા ને આ રીતે waffle મેકર માં મૂકી અને થોડું પાથરી લેવું. સાબુદાણા મિશ્રણને પાથરી લીધા બાદ હવે waffle મેં કરને ઉપરથી બંધ કરીને સાત થી આઠ મિનિટ સુધી થવા દેવું.

  6. 6

    આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકાવા દેવું.

  7. 7

    તો રેડી છે હવે યમ્મી ટેસ્ટી ડિશ ફરાળી સાબુદાણા વોફલ.......એને તમે બે જાતના દહીં સાથે સર્વ કરી શકો છો ખાંડ વાળું મીઠું અને લાલ મરચા વાળું મસાલા દહીં....... આ નવરાત્રિ માટે સ્પેશ્યલ ફરાળી ડીશ છે....... એન્જોય ફ્રેન્ડ્સ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

ટિપ્પણીઓ

Similar Recipes