ફરાળી સાબુદાણા વફલ્સ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RB20
#SFR
#SJR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો. વ્રત ઉપવાસ દરમ્યાન પીરસવામાં આવતી ફરાળી વાનગીને કંઈક નવી જ રીતે અને નવા સ્વાદ સાથે પીરસવામાં આવે તો વ્રત ઉપવાસ નો આનંદ બમણો થઈ જાય છે. મેં આજે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને ફરાળી સાબુદાણા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ નાના-મોટા સૌને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે.

ફરાળી સાબુદાણા વફલ્સ

#RB20
#SFR
#SJR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો. વ્રત ઉપવાસ દરમ્યાન પીરસવામાં આવતી ફરાળી વાનગીને કંઈક નવી જ રીતે અને નવા સ્વાદ સાથે પીરસવામાં આવે તો વ્રત ઉપવાસ નો આનંદ બમણો થઈ જાય છે. મેં આજે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને ફરાળી સાબુદાણા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ નાના-મોટા સૌને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 વ્યક્તિ માટે
  1. 3મીડીયમ સાઈઝના બાફીને મેશ કરેલા બટાકા
  2. 1/2 કપપલાળેલા સાબુદાણા
  3. 1/4 કપશેકેલા શીંગદાણા નો ભૂકો
  4. 1 Tbspસમારેલા લીલા મરચા
  5. 1/4 કપસમારેલા લીલા ધાણા
  6. 1 Tspઆદુ મરચાની પેસ્ટ
  7. 2 Tbspસફેદ તલ
  8. 1/2 Tspગરમ મસાલા
  9. 1/2 Tspઆમચૂર પાઉડર
  10. 1/2 Tspસંચળ પાઉડર
  11. 1/2 Tspસેકેલ જીરું પાઉડર
  12. સ્વાદ અનુસારમીઠું
  13. વફલ મેકરને ગ્રીસ કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    એક બાઉલમાં પલાળેલા સાબુદાણા લઈ તેમાં બાફીને મેશ કરેલા બટાકા અને શેકેલા શીંગદાણા નો ભૂકો ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં, સમારેલા લીલા ધાણા, આદુ-મરચાની પેસ્ટ અને સફેદ તલ ઉમેરો.

  3. 3

    હવે તેમાં બધા જ મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લો. તેમાંથી આ રીતે રાઉન્ડ શેઇપમાં મીડીયમ થીક પેટીસ જેવું વાળી લો.

  4. 4

    હવે વફલ મેકરને તેલ વડે ગ્રીસ કરી તેમાં આ તૈયાર કરેલી પેટીસ મૂકી મેકરને બંધ કરી દો. મેકરની લાઈટ ઑફ થાય એટલે ફરાળી સાબુદાણા વફલ સર્વ કરવા માટે તૈયાર થઈ જશે. ફરાળી લીલી ચટણી સાથે આ વફલ્સ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

  5. 5
  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes