કાટલું (વસાણું)

asharamparia
asharamparia @Asharamparia

#ઇબુક
#Day-૨
ફ્રેન્ડ્સ, શિયાળા ની ઋતુ એટલે ઠંડુગાર વાતાવરણ એવામાં શરીરનું ઉષ્ણતામાન જળવાઇ રહે તે ખુબ જ જરૂરી છે. આપણે પણ શિયાળામાં ગરમાગરમ વાનગીઓ, અલગ-અલગ પ્રકારના વસાણા, ફળો , એક્સરસાઇઝ વગેરે દ્વારા શરીરને તંદુરસ્ત રાખવાની કોશિશ કરીએ છીએ. માટે મેં અહીં"કાટલાં"ની રેસીપી રજૂ કરી છે જે હિમોગ્લોબીન, ન્યુટ્રીશીયન થી ભરપૂર છે. જેમાં બત્રીસ જાતના ઔષધીય તત્વો ઉમેરીને પાવડર બનાવવામાં આવે છે માટે સૌરાષ્ટ્રમાં તેને "બત્રીસુ" પણ કહેવાય છે. આફ્ટર ડિલિવરી કે જ્યારે માતા ને સૌથી વધારે પોષક તત્વો ની જરૂર હોય છે તેવામાં કાટલું ખાવું ખૂબ જ યોગ્ય ગણાય છે કારણકે તેમાં વાપરવામાં આવતા ઈનગ્રીડિયન્ટસ્ માતાના શરીર માં લોહીનું પરિભ્રમણ યથાવત કરે છે, માતાના દૂધની ગુણવત્તા તેમજ કવોન્ટીટી પણ સુધરે છે જે માતા અને બાળક બંને માટે ખૂબ જ જરૂરી છે. મેં અહીં સામાન્ય રીતે ઘરના નાના-મોટા બધા જ સભ્યો ખાઈ શકે એ માટે( ડીલિવરી વખતે બનતું કાટલું)તેમાં ઉમેરવામાં આવતાં બીજાં ઔષધો અવોઈડ કરીને ફક્ત કાટલા પાઉડરનો ઉપયોગ કર્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે.

કાટલું (વસાણું)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ઘઉં નો લોટ
  2. 1-1/2 કપછીણેલો કોલ્હાપુરી ગોળ
  3. 2 ચમચી કાટલું પાવડર
  4. 50 ગ્રામબાવળ નો ગુંદર
  5. 1 ચમચીસૂંઠ પાવડર
  6. 1 ચમચીગંઠોડા પાવડર
  7. 1 ચમચીહળદર
  8. 1વાટકી સમારેલા ડ્રાયફ્રૂટ્સ (કાજુ,બદામ, પીસ્તા, કીસમીસ ઓપ્શનલ)
  9. 2 ચમચીખસખસ
  10. 3-4ટોપરાનું છીણ
  11. ઘી લોટ સેકાય તેટલું અથવા વધારે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં માપ કરતા અડધો ગુંદર તળી લઈને એક ડીશમાં કાઢવો અને વાટકી વડે દબાવીને તેનો અધકચરો ભૂકો કરી લેવો. ત્યારબાદ એ જ ઘી માં થોડું વધારે ઘી ઉમેરી ઘઉંનો ઝીણો લોટ લાઈટ બ્રાઉન રંગનો સેકી લેવો. બીજા ભાગના ગુંદરને મિક્સરમાં ક્રશ કરી બારીક ભૂક્કો કરી લેવો.

  2. 2

    ત્યારબાદ ગેસ ઓફ કરીને તેમાં સૂંઠ- ગંઠોડા પાવડર, ટોપરાની છીણ, ખસ ખસ, ડ્રાયફ્રુટ્સ, કાટલા નો પાવડર, છીણેલો ગોળ, ક્રશ કરેલો કાચો ગુંદર, તળી ને અધકચરો કરેલો ગુંદર, હળદર બધું જ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લો. ફક્ત બે મિનિટ માટે ગેસ ફોન કરી ફરી એક વખત બધું મિક્સ કરી લો જેથી ગોળ કાચો ના લાગે.

  3. 3

    ત્યારબાદ તરત જ ધી થી ગ્રીસ કરેલી થાળી કે મોલ્ડમાં પાતળી દઈને ઠંડું પડે એટલે મનગમતા આકારના પીસ કરવા. શિયાળાની સવાર માં બ્રેકફાસ્ટમાં કાટલા પાક સાથે તીખા ગાંઠિયા અને ચા ખુબ જ સરસ લાગે છે. તેમજ દિવસ દરમ્યાન પણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes