ગુજરાતી   લંચ

Prachi Desai
Prachi Desai @prachidesai
Navsari

#એનિવર્સરી
Week-3
Main course

ગુજરાતી   લંચ

#એનિવર્સરી
Week-3
Main course

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 🔺 ગાજર નો હલવો બનવા માટે,
  2. 1 કિલોગ્રામગાજર
  3. 1litre દૂધ
  4. 50 ગ્રામક્રીમ
  5. 100 ગ્રામખાંડ
  6. 1 ચમચીએલચી પાવડર
  7. 1 ચમચીડ્રાયફ્રૂટ
  8. 🔺 બટાકાની ભજિયા બનાવવા માટે
  9. 2નાંગ બટાટા
  10. ૪ સ્પૂન ચણા ના લોટ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તળવા માટે તેલ
  13. 🔺 પંચકૂટિયુ શાક બનવા માટે,
  14. ૧ નંગ નાનું રતાળું
  15. ૧ નંગ મીડીયમ સાઈઝ શક્કરિયું
  16. ૧ નંગ મીડીયમ સાઈઝ બટાકા
  17. તળવા માટે તેલ
  18. ૧ ચમચી જીરું
  19. ૨ નંગ સૂકા મરચા
  20. ૧/૨ ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
  21. ૨ નંગ બાફેલા રીંગણ
  22. ૧/૨ કપ પાપડી ના બાફેલા દાણા
  23. મીઠું સ્વાદાનુસાર
  24. ૧/૨ ચમચી હિંગ
  25. મસાલા માટે,
  26. ૧/૨ કપ શીંગ દાણા
  27. ૨-૩ ચમચી તેલ
  28. ૧/૨ ચમચી હળદર
  29. ૧ ચમચી લાલ મરચું
  30. ૧ ચમચી ધાણા
  31. ૧ ચમચી કોથમીર
  32. ૧ ચમચી લીલું લસણ
  33. ૧/૨ કપ ખાંડ
  34. 🔺 દાળ બનાવવા માટે,
  35. ૧ કપ તુવેર દાળ
  36. ૧ નંગ ટામેટુ
  37. ૧ ચમચી જીરું
  38. ૧/૨ ચમચી હળદર
  39. ૧ ચમચી લાલ અને લીલું મરચું
  40. ૧ ચમચી આદુ પેસ્ટ
  41. ૨ ચમચી લીંબુ નો રસ
  42. ૨ ચમચી ગોળ
  43. વઘાર માટે, તેલ, રાય,જીરું
  44. 🔺 ભાત બનાવવા માટે,
  45. ૧ કપ ચોખા
  46. ૧ ચમચી ઘી
  47. પાણી
  48. મીઠું
  49. 🔺 રાયતું બનવવા માટે,
  50. ૧ કપ દહીં
  51. ૧ નંગ કાકડી
  52. ૧ ચમચી લીલું મરચું
  53. મીઠું સ્વાદાનુસાર
  54. ૧/૨ ચમચી જીરું પાવડર
  55. 🔺 રોટલી બનાવવા માટે,
  56. ૧ કપ ઘઉં નો લોટ
  57. મ્હોણ માટે તેલ
  58. પાણી
  59. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર નો હલવો બંનાવવા માટે, એક પેન માં ઘી લઇ ને છીણેલું ગાજર ૧-૨ મિનિટ માટે સાંતળવું. હવે એમ દુધ નાખીઉકળવા મૂકવું. ઉકળી જાય પછી એમાં મલાઈ અને ખાંડ નાખી ૫-૭ મિનિટ માટે સાંતળવાં દેવું. હવે એમાં એલચી પાવડર નાખવું. હવે ગ્રીઝ કરેલી થાળી માં પાથરી ને સેટ કરવા મૂકવું. ઉપર બદામ અને પીસ્તા ની કતરણ સ્પ્રેડ કરવું.

  2. 2
  3. 3

    બટાકા પુરી બંનાવવા માટે,
    બટાકા ની સ્લાઈસ ને પેહલાં તેલ માં તળી લેવું. હવે ખીરું બનાવી ખીરા માં તળેલી સ્લાઈસ ને રગદોળી ને તળી લેવું.

  4. 4

    પંચકૂટિયુ શાક બનવા માટે,રતાળુ, બટાકા ના પિસિસ કરી તળી લેવું. હવે એક બાઉલ માં મસાલા ની બધી સામગ્રી મિક્સ કરવું. હવે એક પેન માં તેલ લઇ જીરું, આદુ મરચા ની પેસ્ટ નાંખી સાંતળવાદેવું. મસાલો એમાં નાખવો.એક મિનિટ પછી બાફેલા બેંગન, તુવેર અને વટાણા નાખી પાણી ઉમેરવું અને ચડવા દેવું. થોડું ઉકળે એટલે શક્કરિયા, કાં, બટાકા નાખી મિક્ષ કરવું. ૨-૩ સાંતળવાં પછી શાક તૈયાર

  5. 5

    દાળ બનાવવા, દાળ ને ૧ કલાક પલાળવું. હવે એમાં ટામેટું અને જીરું નાખી બાફી લેવું. હવે ઠંડું પડે પછી ગ્રિન્ડેર ફેરવી સ્મૂધ બનવું. હવે એમાં પાણી નાંખી ૧૫-૨૦ મિનિટ ઊકળવા મૂકવું. હવે બાકીનો બધો મસાલો નાખી ૫ મિનિટ માટે ઉકાળવું. અને વઘાર કરી દેવું.

  6. 6

    ભાત બનાવવા, ચોખા ને ધોઈ લેવા. હવે કુકર માં ઘી લેવું અને ચોખા અને મીઠું નાખી ૪ ગણું પાણી નાખી ધીમા તાપે ૪ સીટી વગાડવી.

  7. 7

    રાયતું બનાવવા, કાકડી ને છીણી ને એનું પાણી કાઢી નાંખવું. હવે દહીં ને ચમચી હલાવી ને એમાં મસાલા નાખી કાકડી નાખી મિક્ષ કરવું

  8. 8

    રોટલી બનાવવા, ઘઉં ના લોટ માંથી નરમ કણક બાંધવું. હવે રોટલી વણી ને શેકી ને ઉપર ઘી લગાવવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi Desai
Prachi Desai @prachidesai
પર
Navsari
“Cooking is both physical and mental therapy.”
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes