રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ મિક્સ કરી તેમાં એક ચમચો તેલ નાખી અને મસળી લો પછી તેમા છું પાણી નાખી અને મુઠીયા વાળી લ્યો એક બાજુ તેલ મૂકી અને આ મુઠીયાને તળી લો ગોલ્ડન બ્રાઉન રંગના થવા દો પછી તેનો ભૂકો કરી અને ચા ળી લ્યો પછી તેમાં એલચી પાઉડર કાજુ બદામનો ભૂકો નાખો એક બીજા પેનમાં ઘી અને ગોળ મિક્સ કરી ગેસ પર રાખો ગોળ ઓગળી જાય એટલે ઉતારી લો અને લાડવા ના ભૂકામાં નાખો બરાબર મિક્સ કરી અને એના લાડવા વાળી લો અને તેની ઉપર ખસખસ લગાવી દો
- 2
ભજીયા માટે એક ડિશમાં બે મરચા ફાડા કરો એક બટેટાની પતરી પાડી લો ચાર પાલકના પાન લો એક વાટકી મેથીની ભાજી સમારેલો લો બીજા એક પેનમાં ચણાનો લોટ લઈને તેમાં ચપટી હિંગ અને સ્વાદ મુજબ મીઠું ચપટી સોડા નાંખી અને પાણીથી લોટ બાંધી નાખો એક નાના વાટકામાં થોડોક લોટ કાઢી અને તેમાં મેથી ની ભાજી ઉમેરી દો બીજા એક પેનમાં તેલ મૂકી અને ભજીયા ને વારાફરતી તળી લો તૈયાર છે મિક્સ ભજીયા
- 3
ફ્લાવર અને બટેટાને સમારીને ધોઈ લો પછી એક પેનમાં તેલ મૂકી રાય જીરુ અને હળદરથી વઘારી કરે શાકભાજી ઉમેરી દો પછી તેને થોડો ચડવા દો ચડી જાય પછી તેમાં ટમેટુ લાલ મરચું પાવડર ધાણાજીરું પાઉડર સ્વાદ મુજબ મીઠું ચપટી ગરમ મસાલો નાખીને હલાવી લો થોડી વાર ચઢવા દો ચડી જાય પછી તેમાં કોથમીર ભભરાવી દોr
- 4
બીજા શાક માટે પલાળેલા મગ ને એક city પાડી લો પછી તેમાં લાલ મરચું પાવડર મીઠું ધાણાજીરું પાવડર નાખીને હલાવી લો તૈયાર છે મગ જરૂર પ્રમાણે લીંબુ પણ નાખી શકાય છે
- 5
દાળ અને ભાત ધોઈને તેમાં એક દોઢ ગ્લાસ પાણી નાંખી અને કુકર ઉપર બાફવા માટે મૂકી દો બફાઈ ગયા પછી ભાતને એક બીજા બાઉલમાં કાઢી લો દાળમાં ટમેટૂ આદુ મરચાની પેસ્ટ હળદર મીઠું ખાંડ ઉમેરી બ્લેન્ડર ફેરવો તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો બીજા પેનમાં બે ચમચી તેલ લઇ તેમાં રાય જીરુ ચપટી હિંગ મીઠા લીમડાના પાન નાખીને દાળ નો વઘાર કરો
- 6
એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં જરૂર મુજબ મીઠું નાખી પાણીથી લોટ બાંધી લો મીડીયમ લોટ રાખવાનો છે પછી તેના નાના-નાના લુઆ કરે રોટલી વણી લો અને તવા પર શેકી લો તૈયાર છે રોટલી
- 7
કાકડી અને ટામેટા ને ગોળ ગોળ સાઈઝમાં કટ કરી લો પછી તેમાં ચાટ મસાલો ભભરાવી દો પાપડને શેકી લો અથવા તો તળી લો એક ગ્લાસમાં ઠંડી છાશ લો એમાં મીઠું અને શેકેલા જીરાનો પાવડર નાખો ઉપરથી કોથમીર નાખો તૈયાર છે મસાલા છાશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઈન કોર્સ#week3#ગુજરાતી ડીશહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી થાળી.. મેઈન કોર્સ માટે બેસ્ટ ગુજરાતી થાળી જેવી ડીશ બીજે ક્યાંય જોવા ન મળે.. જે બધાના ઘરમાં બનતી હોય છે તમે ગમે ત્યાં જમવા જાઓ હોટેલમાં કે બહારગામ પણ ઘરની ગુજરાતી થાળી જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. તો ચાલો આજે આપણે ગુજરાતી થાળી બનાવીશું જે હું મારી મમ્મી પાસેથી શીખી છું.. મેં અહી ફુલકા રોટી, આખી બટેટી નું ગ્રેવીવાળું શાક, કઢી ભાત, ટામેટાનું સલાડ ,સેકેલુ મરચું, લીલી હળદર ,મસાલા ગાજર ,મસાલાવાળી કાચી કેરી, રાયતા લાલ મરચા, દહી, પાકી કેરીના ટુકડા, ખીચી ના પાપડ, અડદના પાપડ તથા મસાલા છાશ સાથે ફુલ ડીશ સર્વ કરી છે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે.. Mayuri Unadkat
More Recipes
ટિપ્પણીઓ (2)