ફણગાવેલા મગ નાં પરાઠા

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
8 સર્વિંગ્સ
  1. 2 કપફણગાવેલા મગ
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. 1 ટી સ્પૂનરાઈ
  4. 1/4 ટી સ્પૂનહિંગ
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. 1 ટી સ્પૂનલાલ મરચુ
  7. 2 ટી સ્પૂનધાણા જીરુ
  8. 4લીલા મરચા ઝીણા સમારેલા
  9. સ્વાદ અનુસાર નમક
  10. 4 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  11. 1/2 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  12. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  13. 1/4 કપતેલ
  14. 1બોલ ઘઉં નાં લોટ ની કણેક

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    એક કડાઈ માં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો. એમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે હિંગ નાખો. હવે ફણગાવેલા મગ ધોઇ ને નાખો. મીઠુ અને હળદર નાખી મિક્સ કરી લો. થોડું પાણી નાખી ઢાંકી ને ચડવા દો.

  2. 2

    મગ નરમ થવા આવે ત્યારે લાલ મરચુ અને ધાણાજીરુ નાખી મિક્સ કરી ફરીથી ઢાંકી દો. બરાબર ચડી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી મગ ઠંડા કરવા એક પ્લેટ માં કાઢી લો.

  3. 3

    હવે મગ માં લીલા મરચા, કોથમીર, આમચૂર નાખી થોડું મસળી ને મિક્સ કરો.

  4. 4

    હવે તવી ગેસ પર ગરમ કરવા મુકો.i

  5. 5

    કણેક નાં એક સરખા મોટા 16 લુવા કરો. એમાંથી 2 લુવા લો. એની મોટી રોટલી વણી લો. એક રોટલી ઉપર મગ નું મિશ્રણ પાથરો. કિનારી ઉપર પાણી લગાવી, ઉપર બીજી રોટલી મૂકી કિનારી દબાવી લો. કિનારી ઉપર કાંટા થી દબાવી ડિઝાઇન કરો. હલ્કા હાથે એક વાર પરાઠા ને વણી લો.

  6. 6

    ગરમ તવી ઉપર ધીમા તાપે પરાઠા ને બે સાઇડ થોડા શેકો. બંને સાઇડ શેકાયા બાદ તેલ નાખી તાવેતા થી દબાવી કડક સોનેરી શેકી લો.

  7. 7

    ગરમ ગરમ પરાઠા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes