2 ઈન 1 પરાઠા

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે

2 ઈન 1 પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  1. ફર્સ્ટ લેયર બનાવવા ના ઘટકો
  2. ૧ નંગ બીટ
  3. 2વાટકી ઘઉંનો લોટ
  4. ૩ ચમચી મોણ માટે તેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૩ ચમચી તલ
  7. પરાઠા શેકવા માટે તેલ
  8. પાણી જરૂર મુજબ
  9. સેકન્ડ લેયર માટે ના ઘટકો
  10. 2વાટકી ચણાનો લોટ
  11. 1 કપપાલકની પ્યુરી
  12. 1 કપમેથીની ભાજી
  13. 1 કપકોથમરી
  14. ૧ કપ લીલી ડુંગળી ના પાન અને તેનો સફેદ ભાગ
  15. 1નંબર બટેટુ
  16. ૧ નંગ કેપ્સીકમ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૩ ચમચી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  19. શેકવા માટે તેલ
  20. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી ખમણેલા બીટને સોતરી લો. તે ઠંડું થાય પછી તેને મિક્સરમાં પીસી તેની પેસ્ટ બનાવી લો. હવે લોટ,મીઠું,તલ અને બીટ ની પેસ્ટ નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ બાંધી લોટ તૈયાર કરો. લોટને 15 _20 મિનિટ રેસ્ટ આપી તેમાંથી ઓછા તેલવાળા પરાઠા શેકી લો.

  2. 2

    હવે એક તપેલીમાં પાણી લઈ પાલક નાખી પાલકને બ્રાન્ચ કરીને લો. ત્યારબાદ તેની મિક્સરમાં પીસી તેની પેસ્ટ તૈયાર કરો. હવે કોથરી, મેથી, કેપ્સીકમ અને લીલી ડુંગળીને બારીક સમારી લો. હવે એક તપેલામાં ચણાનો લોટ લઇ તેમાં બધી ભાજી, પાલકની પેસ્ટ, આદું-મરચાંની પેસ્ટ અને મીઠું નાખી પુડલા જેવું ખીરું બનાવી લો. ત્યારબાદ તેમાં કાચુ બટેટુ ખમણીને નાખી મિક્સ કરો.

  3. 3

    હવે તવી ઉપર પરોઠુ મૂકી તેના ઉપર ખીરું પાથરો. અને ધીમા તાપે શેકવા દો ત્યારબાદ પરોઠાને ઉલટાવી પાછું ધીમા તાપે શેકવા દો.

  4. 4

    તો તૈયાર છે લાલ અને લીલા કલરના ટુ ઇન વન પરાઠા. આ પરાઠા સાથે શાક ની જરૂર પડતી નથી અને દહીં સાથે ખુબ જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes