લીંબુમસાલાવાળી ચણાની દાળ

#સ્ટ્રીટ
દાળ આઈ ભાઈ દાળ... લીંબુ મસાલાવાળી દાળ... કાંદા-ટામેટાવાળી કેરીવાળી દાળ... દાળ લઈ લ્યો ભાઈ દાળ... ગુજરાતમાં લોકલ ટ્રેનમાં મુસાફરી જેણે કરી હશે તેણે આવું સાંભળ્યું હશે. ઘણાંને તો ટ્રેનમાં દાળવાળો બાજુમાંથી પસાર થાય અને સુગંધ આવે એટલે દાળ ખાવી ન હોય તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે. થોડા વર્ષો પહેલા તો ચણાની દાળ મેગેઝીનનાં જાડા પેપરમાં આપતા હતા અને ખાવા માટે જાડા પૂંઠાનો વાળેલો નાનો ટુકડો આપતા પણ હવે પેપરડીશ અને પ્લાસ્ટિકની ચમચી આપતા થયા છે. તો આપણે ટ્રેનમાં મળતી ચણાની દાળ બનાવતા આજે શિખીશું, જે સ્વાદમાં ચટાકેદાર બને છે.
લીંબુમસાલાવાળી ચણાની દાળ
#સ્ટ્રીટ
દાળ આઈ ભાઈ દાળ... લીંબુ મસાલાવાળી દાળ... કાંદા-ટામેટાવાળી કેરીવાળી દાળ... દાળ લઈ લ્યો ભાઈ દાળ... ગુજરાતમાં લોકલ ટ્રેનમાં મુસાફરી જેણે કરી હશે તેણે આવું સાંભળ્યું હશે. ઘણાંને તો ટ્રેનમાં દાળવાળો બાજુમાંથી પસાર થાય અને સુગંધ આવે એટલે દાળ ખાવી ન હોય તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે. થોડા વર્ષો પહેલા તો ચણાની દાળ મેગેઝીનનાં જાડા પેપરમાં આપતા હતા અને ખાવા માટે જાડા પૂંઠાનો વાળેલો નાનો ટુકડો આપતા પણ હવે પેપરડીશ અને પ્લાસ્ટિકની ચમચી આપતા થયા છે. તો આપણે ટ્રેનમાં મળતી ચણાની દાળ બનાવતા આજે શિખીશું, જે સ્વાદમાં ચટાકેદાર બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નવશેકા પાણીમાં ચપટી કુકિંગ સોડા ઉમેરીને ચણાની દાળને ૬-૭ કલાક પલાળી રાખો. દાળ સરસ પલળીને ફૂલી જાય પછી તેમાંથી પાણી નિતારીને તેને કોટન કપડા પર પાથરી છૂટી કરીને ૩૦ મિનિટ માટે કોરી કરો.
- 2
એક કઢાઈમાં મધ્યમ આંચે તેલ ગરમ કરો, સ્ટીલની ગળણીમાં ચણાની દાળ થોડી કાઢી તેને ગરમ તેલમાં ડીપ કરો. દાળ તળાતી હશે ત્યારે તેમાં પરપોટા થશે. વચ્ચે-વચ્ચે ચમચીથી હલાવતા રહો જેથી દાળ એકબીજા સાથે ચોંટે નહીં. પરપોટા થવાનાં બંધ થાય એટલે દાળ તળાઈ ગઈ એમ સમજવું. તળેલી ચણાદાળને એક પ્લેટમાં કાઢો.
- 3
આ રીતે બધી દાળ તળાઈ જાય પછી સહેજ ઠરે ત્યારે તેમાં હળદર, લાલ મરચું, સંચળ અને મીઠું ઉમેરી મિક્સ કરો.
- 4
આ રીતે તૈયાર કરેલી દાળ એરટાઈટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને સાથે નાસ્તામાં ખાઈ શકાય છે.
- 5
હવે આ દાળમાંથી ટ્રેનમાં મળે તેવી મસાલેદાર દાળ બનાવવી હોય તો ટામેટું, લીલા મરચાં, કોથમીર બધું ઝીણું સમારો. જો ડુંગળી ભાવતી હોય તો ડુંગળી પણ ઝીણી સમારો. ટ્રેનમાં મળતી દાળમાં જ્યારે ડુંગળી મોંઘી હોય ત્યારે તેમાં ઝીણી સમારેલી કોબીજ પણ ઉમેરે છે, ઉનાળામાં કાચી કેરી ઉમેરે છે, જો તમને ભાવતી હોય તો ઉમેરી શકાય છે.
- 6
એક વાટકી તળેલી ચણાની દાળ લઈ તેમાં જરૂર મુજબ સમારેલું સલાડ ઉમેરો, લીંબુનો રસ નિતારી અને ચાટ મસાલો નાખીને મિક્સ કરો અને ઝટપટ સર્વ કરો.
- 7
તો તૈયાર છે લીંબુમસાલાવાળી ચણાની દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુ મસાલા વાળી ચણાની દાળ (LImbu Masala Chana Dal Recipe In Gujarati)
દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને એમાં પણ કાચી કેરી ઉમેરી હોય તો સ્વાદ કંઈક અલગ હોય છે આમ તો આપણે મુંબઇ જતા કે વડોદરા જતા કોઈ મેમુ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે બુમ સાંભળતા હોય છે કે ચણાની દાળ આવી ચણાની દાળ અથવા તો દાળ આવી ભાઈ દાળ તો દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને મિત્રો આવી જ હું રેસિપી લઈને આવ્યો છું જે મેં ખંભાતમાં ખાધેલી છે અને ટેસ્ટ તેનો બહુ જ અલગ હોય છે mitesh panchal -
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
માર્કેટમાં કાચી કેરી હવેજોવા મળે છે કેરી જોઈને કંઈક નવીન ખાવાનું મન થાય છે મેં ચણાની દાળ ને નવું રૂપ આપી બનાવી છે આ ચટપટી ચણાની દાળ વાસદમાં ખુબ જ પ્રખ્યાત છે Jayshree Doshi -
ચણાની દાળના ખમણ ઢોકળા
#ગુજરતીલોકપ્રિય સ્વાદિષ્ટ ઢોકળા પરંપરાગત ગુજરાતી નાસ્તાની વાનગી છે.બનાવવા માટે સરળ વાનગી છે જે ફક્ત દાળ પલાળવા માટે અગાઉ થી તૈયારી કરવાની હોય છે.અહીં ચણાની દાળ માં થી બનાવેલા ખમણ ઢોકળા ની રેસીપી મૂકી છે. Jasmin Motta _ #BeingMotta -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
ચણાની દાળ દુધી
#દાળકઢી એક રીતે જોવા જઈએ તો તને શાક પણ કહી શકાય અને દાળ પણ કહી શકાય. દુધી ચણાની દાળને રોટલી તથા ભાત બંનેની જોડી ખાઈ શકાય છે. Khyati Dhaval Chauhan -
દાળવડા(Dalvada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ દાળ વડા. અને ચણાની દાળના ભજીયા પણ કહેવામાં આવે છે. આવડા ચણાની દાળમા થી બનાવવામાં આવે છે. આ એક નાસ્તાની રેસિપી છે. આ વડા ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે દાળ વડા ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
ચણાની દાળ(chana ni dal recipe in gujarati)
આ નમકીન ખૂબ જ પૌષ્ટિક સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)
આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
સ્વીટકોર્ન પકોડા (મકાઈનાં ભજીયા)
#ટીટાઈમઆજે તો સવારથી મેઘરાજાએ મહેર કરી છે. વાતાવરણ આહલાદક છે. સાંજે ઘરમાં બધાને ચા સાથે ભજીયા ખાવાની ઈચ્છા થઈ. તો ફ્રિજમાં મકાઈ પડેલી તો વિચાર્યું મકાઈનાં ભજીયા બનાવું, આમ તો દર વખતે ચણાની દાળ પલાળીને તેને વાટીને બનાવું છું પણ આજે સમય ઓછો હતો એટલે ચણાનો લોટ ઉમેરીને બનાવ્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા એટલે રેસીપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
અડદ અને ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆ દાળ લગભગ દરેક ઘરમાં શનિવારે બનતી હોય છે મેં થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેએકદમ ઢાબા સ્ટાઈલ અડદની દાળ મા ચણા ની દાળ મિક્સ કરી ને બનાવી છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week10 chef Nidhi Bole -
મેથીનાં ગોટા
#મિલ્કી #goldenapron3 week9 Puzzle Word - Spicy મેથીનાં ગોટા એ દરેક ગુજરાતીનું ભાવતું ફરસાણ છે. ઘણા લોકોનાં ગોટા ઠંડા થયા પછી કઠણ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ ગોટા બનાવતા શીખીશું જે ગરમાગરમ તો સરસ લાગશે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચણાની દાળના ઉત્તપા જૈન (Chana Dal Uttapam Jain Recipe In Gujarati)
#cookpad Gujarati# ચણાની દાળના ઉત્તપાહંમેશા આપણે ચોખાના ખીરામાંથી ઉત્તપા બનાવતા હોય છે.આજે મેં ચણાની દાળ પલાળી ને પીસીને તેના ઉત્તપા બનાવ્યા છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા છે. ચણાની દાળના પ્લેન ઉત્તપા જૈન Jyoti Shah -
-
બ્રાઉન બ્રેડ ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું બ્રેકફાસ્ટની રેસીપી લઈને આવ્યો છું. આપણે રોજિંદી દિનચર્યામાં ત્રણ meal લઈએ છીએ. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર. તેમાં બ્રેકફાસ્ટ એ બહુ important meal છે. ઘણા લોકો બ્રેકફાસ્ટ નથી કરતા સવારે ચા-કોફી-દૂધ જે પણ પીતા હોય એ પીને સીધા બપોરે જમવાના સમયે લંચ લેતા હોય છે. પણ આવું કરવાથી લંચ સમયે ભૂખ વધારે લાગે છે અને વધારે જમી લેવાતું હોય છે. તો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. સૃષ્ટિનાં નિયમ તથા શરીરની રચના પ્રમાણે સવારે બધાનું પેટ ખાલી થતું હોય છે. ભૂખ્યા રહેવાથી વજન ઉતરે એ ઘણા લોકોનો ભ્રમ છે. એટલે જો સવારે હેલ્થી બ્રેકફાસ્ટ લઈએ તો બપોરે જલ્દી ભૂખ ન લાગે અને લંચ સમયે પ્રમાણમાં જમી શકીએ. લંચમાં પણ જમતા પહેલા સલાડ બને એટલું વધારે ખાવું અથવા જો કાચું ન ભાવે તો એકદમ ઓછા તેલમાં બનાવેલ કોબીજ, ટામેટાં, કેપ્સિકમ, ગાજરનો સંભારો ખાવો જોઈએ. બ્રેકફાસ્ટમાં તળેલા નાસ્તા ન ખાવા જોઈએ. એમાં પણ બહારથી લાવેલા નાસ્તા તો બિલકુલ નહીં. જો સવારે ઉતાવળમાં બ્રેકફાસ્ટ બનાવવાની અનુકૂળતા કે સમય ન હોય તો ૩-૪ નંગ બદામ અને એક એપલ ખાઈએ તો પણ ઉત્તમ છે. આપણે જનરલી બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, વઘારેલી રોટલી-ભાખરી, ઈડલી કે રાતે બનાવેલી ભાખરી-થેપલા જેવું ખાતા હોઈએ છીએ. તો આજે હું ઉપમાની રેસીપી પોસ્ટ કરું છું જે મેં બ્રાઉન બ્રેડમાંથી બનાવી છે. રેગ્યુલર મેંદાની બ્રેડ કરતા ઘઉંની બ્રાઉન બ્રેડ પ્રમાણમાં વધારે હેલ્થી હોય છે. રોજ એકનાં એક બ્રેકફાસ્ટથી કંટાળેલા હોઈએ ત્યારે બ્રાઉન બ્રેડ ઉપમા બનાવીને ખાઈ શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચણાની દાળના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
આ દાળ ના પકોડા સવારે નાસ્તામાં લગભગ બધાને ઘરે થતા હોય છે કોઈ મહેમાન આવવાનું હોય અને નાસ્તો બનાવો હોય તો ચણાની દાળ તો ઘરમાં જ હોય અને ચણાની દાળને બે કલાક પલાળો તો દાળ ના પકોડા ક્રિસ્પી થાય છે મહેમાન ખુશ થાય છે. Jayshree Doshi -
-
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ#goldenapron3Week8Puzzle Word - Peanutદાળ ઢોકળીએ દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી એક વાનગી છે. ઘણાનાં ઘરમાં સવારે દાળ બનાવી હોય અને જો વધે તો સાંજે દાળ ઢોકળી બનાવતા હોય છે તો ઘણા દર રવિવારે સવારે બનાવતા હોય છે. દાળ ઢોકળીએ ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં પણ બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે રાજસ્થાની મારવાડી લોકોએ જ્યારે રોજગાર માટે ગુજરાત સ્થળાંતર કર્યું ત્યારે આ વાનગી તેમની સાથે લઈને આવ્યા તેથી તે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાનમાં પણ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં તેને वरण फळ / चकोल्या તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે ગુજરાતની રીત મુજબ બનતી દાળ ઢોકળી બનાવતા શીખીશું તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ચણાની દાળના દાળવડા (Chana Ni Dal Na Dal Vada Recipe In Gujarati)
#trendમગની દાળના દાળવડા તો ખાધા હશે,પણ આવા ચણાની દાળ ના દાળવડા કયારેય ન ખાઘા હોય એવા બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દાળવડા બનાવ્યાં છે. Patel Hili Desai -
પાણીપુરીનો રગડો
# આપણે બધાને ગરમાગરમ રગડો ભરેલી પાણીપુરી ભાવતી જ હોય છે. બહારની પાણીપુરી હાઈજેનિક નથી હોતી તો આજે આપણે રગડો બનાવીએ જે આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. Nigam Thakkar Recipes -
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#Eb જન્માષ્ટમી નો ઉપવાસ આપણે તો કરીએ પણ બાળકોને થોડી-થોડી વારે ભૂખ લાગે અને વારંવાર પૂછે કે શું ખવાય અને શું નહિ એટલે આવું કંઈક બનાવી આપતા રહેવું પડે.. છોટી-છોટી ભૂખમાં. Dr. Pushpa Dixit -
પાલક કોથમીર વડા
#લીલીઅત્યારે શિયાળો મસ્ત જામ્યો છે અને લીલા શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા છે. ચોમાસામાં વરસતા વરસાદમાં અને શિયાળામાં કકડતી ઠંડીમાં ગરમાગરમ ભજીયા, ગોટા, વડા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. અત્યારે શિયાળામાં પાલકની ભાજી એકદમ ફ્રેશ મળે છે. તેમાંથી આપણે સબ્જી, પરોઠા, સૂપ વગેરે બનાવતા હોઈએ છીએ. આજે હું મારા ફેવરિટ પાલકનાં વડાની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ ઘરમાં પાલક લાવીએ ત્યારે મને આ વડા ખાવાની ઈચ્છા થાય છે અને અત્યારે તો લીલો ફિવર ચાલી રહ્યો છે તો મને આ પાલક વડાને યાદ કરીને એક ગીત યાદ આવે છે."પાન લીલું જોયુને તમે યાદ આવ્યા,જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યુંને તમે યાદ આવ્યા..."આજે મેં પાલક વડાને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોથમીર પણ ઉમેરી છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
કાચા કેળા અને ચણાની દાળ નું શાક
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, કાચા કેળા અને ચણાની દાળ નુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખટમીઠું એવા આ શાક ની રેસીપી નીચે મુજબ છે asharamparia
More Recipes
ટિપ્પણીઓ