વેજીટેબલ ચીઝ ફ્રેન્કી

Sona Kotak
Sona Kotak @cook_19637183

વેજીટેબલ ચીઝ ફ્રેન્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો મેંદાનો લોટ
  2. અડધો વાટકો ઘઉં નો લોટ
  3. ૨ ચમચી તેલ મોણ માટે
  4. ૧ વાટકી ઝીણી સમારેલી કોબી
  5. ૧વાટકી ઝીણા સમારેલા ટામેટા
  6. ૧વાટકી ઝીણું સમારેલું કેપ્સીકમ
  7. અડધી વાટકી ઝીણું સમારેલું લસણ
  8. ૧ વાટકી ઝીણી સમારેલીસલીલી ડુંગળી
  9. અડધી વાટકી લીલા વટાણા
  10. 1 ચપટીઓરેગાનો
  11. 1 ચપટીચીલી ફ્લેક્સ
  12. ૧/૨ ચમચી ખાંડ
  13. ૧ ચમચી મીઠું
  14. ૧/૨ ચમચી મરીનો ભૂકો
  15. ૨ ચમચા ટોમેટો સોસ
  16. ૧ વાટકી ખમણેલું ગાજર
  17. ૧ વાટકી ખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી બે ચમચી તેલ મોણ નાખી લોટ બાંધી લેવો

  2. 2

    ત્યારબાદ ઘટકોમાં આવેલા બધા જ શાકભાજી ઝીણા સમારી લેવા

  3. 3

    ત્યારબાદ લોયા માં તેલ મૂકી બધા શાકભાજી તેમાં વઘારેલી લેવા

  4. 4

    ત્યારબાદ પાતળી ફ્રેન્કી વણી લેવી

  5. 5

    નોન સ્ટિક લોડી માં કાચી પાકી શેકી લેવી...બધી ફેંકી આ રીતે કાચી પાકી શેકી અને તેને ઘીમાં કે બટરમાં પછી શેકી લેવી

  6. 6

    ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે સોસ અને ચટણી લગાવી ઉપર પૂરણ ભરી અને ચીઝ નાખી દેવું

  7. 7

    આ સ્વાદિષ્ટ ફ્રેન્કી તૈયાર છે અાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે સોસ અથવા ચટણી સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes