વેજીટેબલ ચીઝ ફ્રેન્કી

Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
શેર કરો

ઘટકો

  1. ફ્રેન્કી બનાવવા માટે
  2. ૧ વાટકો મેંદા નો લોટ
  3. ૧ વાટકો ઘઉં નો લોટ
  4. ૨ ચમચી તેલ મોણ માટે
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. મસાલો બનાવવા માટે
  8. ૩ નંગ બાફેલા બટાટા
  9. ૧ ગાજર
  10. ૧ વાટકો બાફેલી મકાઈ
  11. ૨ લીલા મરચા
  12. ૧ ટુકડો આદુ
  13. ૨ ચમચી તેલ વધાર માટે
  14. ચપટીઆખું જીરું
  15. ચપટીહિંગ
  16. ૧/૨ ચમચી હળદર
  17. ૧/૨ ચમચી ધાણાજીરું
  18. ૧/૨ ચમચી ચટણી
  19. ૧/૨ ચમચી ગરમ મસાલો
  20. ૧/૨ ચમચી ચાટ મસાલો
  21. શેકેલું જીરું
  22. ૨ ચમચી લીંબુ નો રસ
  23. કોબી
  24. ટામેટું
  25. ચીઝ
  26. સર્વ કરવા માટે ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો અને ઘઉં નો લોટ મિક્સ કરી તેલ અને મીઠું નાખી લોટ બાંધવો પછી તેને ૧૦ મિનિટ ઢાંકીને રાખી દેવો

  2. 2

    પછી મસાલો ત્યાર કરવો લીલા મરચાં અને આદુ ને પીસી લેવું પછી ગાજરને ખમણી લેવું અને બાફેલા બટેટા ને પણ ખમણી લેવું અને બાફેલી મકાઈ

  3. 3

    પછી એક કડાઈ માં તેલ મૂકી જીરું નાખવું પછી તેમાં હિંગ નાખવી પછી આદુ મરચાં ની પેસ્ટ નાખવી તેને થોડી વાર હલાવી ગાજર નાખવુ

  4. 4

    ગાજર સતડાય જાય પછી બટેટા અને મકાઈ નાખવી તેને થોડી વાર સાંતળી બધો મસાલો કરવો

  5. 5

    મસાલો થોડો ઠંડો થાય પછી તેનો રોલ કરી સેલો ફ્રાય કરવું

  6. 6

    પછી મોટી રોટલી કરી બધી રોટલી ને કાચી પાકી સેકવી

  7. 7

    બધી રોટલી શેકાય જાય પછી તેને પાછું ઘી લગાવી ને બરાબર સેકવાની

  8. 8

    રોટલી શેકાય જાય પછી તેના પર ટોમેટો સોસ લગાવી તેના પર મસાલા નો રોલ રાખવો પછી કોબી, મકાઈ, ટામેટા ની સ્લાઈસ, મુકવી

  9. 9

    પછી તેના પર ચાટ મસાલો, શેકેલું જીરું, અને ચીઝ નાખી રોલ કરવો

  10. 10

    પછી રોલ કરી પાછું ઘી નાખી બંને બાજુ સેકવું

  11. 11

    પછી તેને ટોમેટો સોસ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

Similar Recipes