રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું, શેકેલો જીરુ પાવડર,ધાણાજીરૂં, મરી પાઉડર આ બધું જ મિક્સ કરી લેવું. ત્યારબાદ પરોઠાનો લોટ બાંધી લેવો પરોઠાના લોટમાં સ્વાદ મુજબ મીઠું અને ૧ ચમચી તેલ નાખો.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકી, આદુ અને મરચાની પેસ્ટ વઘારવી.
- 3
ત્યારબાદ તેમાં હળદર,લાલ મરચું અને બાફેલા કાચા કેળાની પેસ્ટ નાખવી.
- 4
બધુ સરખુ મિક્સ થઈ જાય એટલે ઉપર મીઠું અને મિક્સ કરેલો કોરો મસાલો અને કોથમીર નાંખવી. ફ્રેન્કી માટે નો માવો તૈયાર. માવો તૈયાર થઇ જાય પછી મરચાંને ઝીણા ઝીણા કટકા કરી તેને લીંબુના રસમાં અથવા તો વિનેગરમાં થોડી વાર પલાળી રાખવા અને ચપટીક મીઠું નાખો.
- 5
ત્યારબાદ પરોઠા વણી અને તેલ મૂકીને કાચા પાકાશેકી લેવા લેવા.
- 6
પરોઠા શેકાઈ જાય પછી એ લોઢી મા બટર અને તેલ મૂકીને ફ્રેન્કી ના ગોળા વાળીને શેકી લેવા.
- 7
ત્યારબાદ પરોઠા ઉપર કોથમીર મરચા ની ચટણી અને લાલ મરચાની ચટણી લગાવી પછી તેના ઉપર ફેંકી નો માવો મૂકો. અને તેના પર ઝીણી ખમણેલી કોબી, લીંબુમાં પલાળેલા લીલા મરચા અને પછી ઉપર લાલ મરચાની ચટણી લગાવવી.
- 8
હવે તેના ઉપર ખૂબ જ ચીઝ ખમણવું, અને હવે ત્યારબાદ એનો રોલ વાળી લેવો, મહારાષ્ટ્રની ફેમસ ફ્રેન્કી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ. જૈન ફ્રેન્કી (Veg Jain Frankie Recipe In Gujarati)
#શનિવાર સ્પેશ્યલઅત્યારે અમારા જૈનો માં કોથમી ના વપરાય તેથી મે ફુદીના,ખીરા કાકડી ની છાલ અને કેપ્સીકમ ની ચટણી બનાવી છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nisha Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ