પંચલોટ પાલક ને કોથમીર ચીલા

Rachna Solanki
Rachna Solanki @cook_15533862
Mumbai

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. સવારે આ નાશતો કરવા થી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ઓસ્ટ્સ થી ભરપૂર ફાઈબર મળે છે

પંચલોટ પાલક ને કોથમીર ચીલા

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. સવારે આ નાશતો કરવા થી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ઓસ્ટ્સ થી ભરપૂર ફાઈબર મળે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકો ઓસ્ટ્સ નો લોટ
  2. ૧ વાડકો ઘઉં નો લોટ
  3. ૧ વાડકી બાજરા નો લોટ
  4. ૧/૨ વાડકી જવાર નો લોટ
  5. ૧/૨ વાડકી ચણાં નો લોટ
  6. ૧ ૧/૨ વાડકો જીણી સમારેલી કોથમીર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧ ચમચી વાટેલા આદુ મરચા
  9. ૨ ચમચી ધાણા જીરું
  10. ૧/૨ પાલક ની પ્યૂરી
  11. ૨ ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા પાલક ને સાફ કરી, ધોઈ ને ઝીણી વાટી લેવી. એને બાજુ પર મૂકો. હવે એક કથરોટ માં પાંચે લોટ(ઓસ્ટ્સ, બાજરો, જવાર, ઘઉં ને /૧/૪ વાડકી ચણા નો લોટ) ને ભેળવી લો. તેમાં મોણ માટે તેલ, મીઠું ને તૈયાર કરેલી પાલક ની પ્યૂરી ઉમેરો. તેનો પરાઠા ની કંઈક બાંધી લો. તેના સરખા ભાગે ના લુઆ કરી ઢાંકી ને મૂકી દેવા.

  2. 2

    એક વાડકા માં કોથમીર, મીઠું, વાટેલા આદુ મરચાં, ધાણા જીરું, ૧/૪ વાડકી ચણા નો લોટ લઇ ને બરાબર હલાવી લેવું.

  3. 3

    હવે પરાઠા નો એક લુઓ લો. તેના બે સરખા ભાગે કરવા. બેવ ને વણી લેવી. હવે એક પડ પર કોથમીર નું પુરણ મુકો. તેની ફરતે પાણી ચોપડો ને બીજું પડ તેની ઉપર મૂકી ને દબાવી લો. હવે એક ગોળાકાર ની ડીશ અથવા કોઈ ગોળ કટર થી વચ્ચે થી કાપી લેવી તેથી બધા ચીલા એક સમાન ગોળ ઉતરે.

  4. 4

    હવે તેને એક માટી ની તવી પર ધીમા તાપે શેકો. બેવ બાજુ સોનેરી રંગ ના સિજાય જાય એટલે તેને રોટલી ની જેમ ગેસ પર શેકી લો. ઉતારી ને તેના પર ઘી ચોપડવું.

  5. 5

    તૈયાર છે ચીલા. ગરમાગરમ પીરસો ને ચા સાથે માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachna Solanki
Rachna Solanki @cook_15533862
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes