મેથી ના ભજીયા

Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800

મેથી ના ભજીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ લીલી મેથી
  2. ૨૦૦ ગ્રામ ચણાનો લોટ
  3. ૧ ટી.સ્પૂન મીઠું
  4. ૧/૨ ટી.સ્પૂન ખાવા નો સોડા
  5. ૧ ટી.સ્પૂન લીંબુ ફૂલ
  6. ૧ ટે.સ્પૂન ખાંડ
  7. ૧ ટે.સ્પૂન તલ
  8. ૧ ટે.સ્પૂન લીલાં મરચાં, આદું અને કોથમીર ની પેસ્ટ
  9. દોઢ કે.સ્પૂન તેલ
  10. તળવા માટે તેલ
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ‌સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ચાળો

  2. 2

    ત્યારબાદ તેમાં તેલ, મીઠું અને ખાવાનો સોડા ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં લીંબુ નાં ફૂલ,તલ અને ખાંડ મિક્સ કરો

  4. 4

    બધું બરાબર મિક્સ કરી ને તેમાં આદું મરચાં કોથમીર ની પેસ્ટ ઉમેરવી તથા સાથે ધોઇ ને સમારેલી મેથી પણ ઉમેરી દેવી

  5. 5

    બધું બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો અને બીજી બાજુ ભજીયા તળવા માટે તેલ ગરમ કરો

  6. 6

    તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા પાડી આછાં લીલાં રંગનાં કાચા પાકા તળીને બહાર કાઢી લો

  7. 7

    ત્યારબાદ ફરી થી તેલ ગરમ કરી ને ભજીયા ને ફરી એકવાર તળી લો

  8. 8

    સર્વિગ ડીશ માં લઇ ને ડુંગળી અને તળેલા મરચાં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
પર

ટિપ્પણીઓ

Similar Recipes