ગાજરનો હલવો

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#ઇબુક૧ #17
#સંક્રાંતિ
#જાન્યુઆરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૧ ટી સ્પૂન ઘી
  3. ૨૫૦ મિલી દૂધ
  4. ૧ વાટકી ખાંડ
  5. પાંચથી છ ઈલાયચી
  6. પાંચથી છ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજરને છોલીને ધોઈ લો. પછી તેને છીણીમા છીણ કરી લો. એક કઢાઈમાં ૧ ટી.સ્પૂન ઘી લઇ ગાજર નાખો. ગાજરનુ પાણી બળે ત્યાં સુધી ચડવા દો.

  2. 2

    પછી તેમાં દૂધ નાખો. દૂધ બળે ત્યાં સુધી ચઢવા દો. વચ્ચે વચ્ચે થોડી વારે હલાવતા રહો. ત્યાં સુધી ઈલાયચીને છોલીને ખાંડી લો. બદામની કતરણ કરી લો.

  3. 3

    દૂધ બળવા આવે એટલે તેમાં ખાંડ અને ઇલાયચી ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.

  4. 4

    પછી તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી લો. ઉપરથી બદામની કતરણ ભભરાવો. તૈયાર છે ગાજરનો હલવો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
હલવો... હા હા લાવો... મને બહુ વહાલો... 😊😆👏👏👏👌👌👌🙏🙏🙏

Similar Recipes