ઊંધિયું (સુરતી +કાઠીયાવાડી)

મેં આજે સુરતી અને કાઠીયાવાડી બંને સ્ટાઈલ મીક્સ કરીને સ્પેશ્યલ બનાવ્યું છે. સુરતી ઉંધીયું લીલો મસાલાનો & અને વિવિધ શાક સાથે વિવિધ કંદ નો ઉપયોગ કરીને બનાવાય છે અને કાઠીયાવાડી ઊંધિયું લાલ મસાલો ઉપયોગ કરીને બનાવી છે અને કંદનો ઉપયોગ નથી થતો. મેં આજે લાલ મસાલો, વિવિધ શાક અને કંદ નો ઉપયોગ કરી અને ઉંધિયું બનાવ્યું છે.
ઊંધિયું (સુરતી +કાઠીયાવાડી)
મેં આજે સુરતી અને કાઠીયાવાડી બંને સ્ટાઈલ મીક્સ કરીને સ્પેશ્યલ બનાવ્યું છે. સુરતી ઉંધીયું લીલો મસાલાનો & અને વિવિધ શાક સાથે વિવિધ કંદ નો ઉપયોગ કરીને બનાવાય છે અને કાઠીયાવાડી ઊંધિયું લાલ મસાલો ઉપયોગ કરીને બનાવી છે અને કંદનો ઉપયોગ નથી થતો. મેં આજે લાલ મસાલો, વિવિધ શાક અને કંદ નો ઉપયોગ કરી અને ઉંધિયું બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા,વાલોર, તુવેર અને જીંજરા ફોલી અને ધોઈ લો. હવે બધા શાક સમારી ને ધોઈ લો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરી બધા શાક નાખી અને બધો રેગ્યુલર મસાલો નાખી તેને બે મિનિટ માટે સાતરો. મસાલો શેકાઈ જાય ત્યારબાદ પાણી નાખી કુકરમાં ૩ થી ૪ વીસલ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- 2
હવે મુઠીયા માટે બાજરાનો લોટ, ચણાનો લોટ,મેથી,લીંબુ,લસણ, ખાંડ, સોડા તેલ નાખી મુઠીયા નો લોટ બાંધી ગરમ તેલમાં મુઠીયા ધીમા તાપે ગુલાબી તળી લો.
- 3
હવે શાકને એક કડાઈમાં લઈ લો. હવે જ્યારે જમવા બેસવું હોય ત્યારે શાકમાં મુઠીયા નાખવાની અને આ રીતે શાકમાં મુઠીયા નાખવાથી શાકમા તેલ પણ જળવાઈ રહેશે અને મુઠીયા ભાંગી પણ નહી જાય. હવે એક બીજી કડાઈમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરો અને હળદર અને મરચું નાખી તરત જ પાણી નાખી ઉકાળો હવે આ પાણીમાં મુઠીયા નાખી ૨ મિનીટ માટે થવા દો. મુઠીયા સૌ થઈ જાય પછી આ મુઠીયા શાકમાં નાખી ધીમેથી મિક્સ કરો તો તૈયાર છે સંક્રાંતિ સ્પેશ્યલ ઉંધીયુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું
#સંક્રાતિ#ઇબુક૧#૧૨ફ્રેન્ડસ, ગુજરાતી ની એક ખાસિયત છે કે નાના મોટા દરેક તહેવાર ઘામઘૂમ થી ઉજવે. વળી, કેટલાક તહેવાર નું તો સ્પેશિયલ મેનુ હોય અને એ વાનગી ઓ વગર તો જાણે તહેવાર અઘુરો લાગે ખરું ને? એમાં પણ આજે મકરસંક્રાંતિ નો ખાસ પર્વ હોય અને બઘાં ને ત્યાં બનતું ટ્રેડિશનલ ગુજ્જુ સ્પેશ્યલ ઉંધીયુ અને જલેબી વગર પણ ઉતરાણ અઘુરી રહે અને મારી ઈ-બુક પણ. માટે મેં અહીં ટ્રેડિશનલ કાઠીયાવાડી ઊંધિયાની રેસીપી રજૂ કરી છે. asharamparia -
માટલા ઊંધિયું
શિયાળા માટેનું સૌથી સ્વાદિષ્ઠ શાક એટ્લે “ઉંધા માટલાનું ઊંધિયું” જાણી લો તેની રેસીપી. Hiral Vaibhav Prajapati -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
-
શિયાળુ શાક
શિયાળામાં લીલા રીંગણા, તુવેર , વાલોર ખૂબ જ સરસ આવે છે તો આજે હું શિયાળુ શાક લઈને આવી છું તેમાં મેં લાલ ટામેટું નાખી અને લાલ મસાલો કરીને બનાવ્યું છે લીલો મસાલો ભાવતો હોય તો લીલું ટમેટુ અને લીલો મસાલો કરીને પણ આ શાક બનાવી શકાય છે.#લીલી#ઇબુક૧#૮ Bansi Kotecha -
કાઠીયાવાડી મેળો
#શાક આ એક કાઠીયાવાડી શાક છે જે સ્વાદ માં બોવાજ સરસ હોય છે અને આને બાજરા ના રોટલા જોડે ખવાય છે Lipti Kishan Ladani -
ઊંધિયું
#ભરેલી#goldenapronઊંધિયું એ ગુજરાત ની પારંપરિક રેસિપી છે,જે વારે તહેવારે બનાવવા મા આવે છે,સુરત માં લીલું ઊંધિયું તો સૌરાષ્ટ્ર માં આ રીતે લાલ ઊંધિયું લોકપ્રિય છે,આ ઊંધિયું માં શિયાળામાં આવતા શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવવા માટે આવે છે,આ જ રીતે બધા કઠોળ પલાળી ને કઠોળ ઊંધિયું પણ ખૂબ જ સરસ લાગે છે Minaxi Solanki -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#Virajઊંધિયું એ શાક નો રાજા કહેવાય છે એમાં ઘણાબધા શાક નો ઉપયોગ થાય છે અને ખવામાં પણ ખુબ સરસ લાગે છે. આમ તો ઊંધિયું એ સુરત નું ફેમસ છે. અહીં મેં લસણ વગર નું ઊંધિયું બનાવ્યું છે Daxita Shah -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
#એનીવેરસારી#મેઈન કોર્સ ઉધિયું એ ગુજરાત ની ઓળખ છે. આપણા વડીલો એમાં વપરાતા સિઝનાલ શાક અને કંદ મૂળ ને વિવિધ મસાલા અને તેલ મીક્સ કરી માટી ના વાસણ માં ભરી બરાબર બંધ કરી જમીન માં ઉંધુ મૂકી ગરમ કોલસા થી જ એને રાંધતા હોવાથી એને ઉંધીયું ના નામ થી ઓડખવામાં આવે છે પણ હવે એ વિસરાતું જાય છે.હવે એને ગેસ પર કે ચૂલા પર બનાવામાં આવે છે. દક્ષિણ ગુજરાત નું સુરતી ઉંધીયું જ્યારે ઘરમાં બનતું હોય ત્યારે આખા મોહલ્લા માં એની સુગંધ પ્રસરી જાય છે. ત્રણ દાણા વાળી સ્પેશિયલ સુરતી પાપડી જ એમાં લેવામાં આવે છે.લીલો મસાલો,લીલું લસણ,લીલાં ધાણા,લીલું કોપરું , લીલી હળદળ જેવા વિવિધ લીલાં મસાલા થી બનતું ઉંધીયું નો લીલો કલર અને સુગંધ થી કોઈ પણ વય ના લોકો એને ખાવા વગર રહી શકતા નથી.આ શિયાળા ની સ્પેશિયલ વાનગી છે.એમાં વપરાતા મસાલા, શાકભાજી, કંદ મૂળ e બધું શિયાળા માં જ મળતું હોવાથી લોકો એની આખું વર્ષ રાહ જુવે છે.વાડી ધાબા બધે ઉંધીયું જલેબી અને મઠા ની પાર્ટી યોજાય છે.લગ્ન માં તો મહરજદ્વારા ઉંધીયું ખાસ બનાવાય છે. Kunti Naik -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
કાઠીયાવાડી થાલી
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં કાઠિયાવાડી વાનગી ઓ ની ડિમાન્ડ ખુબ વધી જતી હોય છે. કારણકે સ્વાદ માં તીખી ,હેલ્ધી અને ગરમાગરમ રસોઈ ઠંડી માં ખાવાની મજા જ કંઈક ઔર છે. તો આ કાઠીયાવાડી સ્પેશિયલ થાલી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સુરતી ઊંધીયું
સુરતી ઊંધીયા આજ હુ બનાવાની છુ જેમ કતારગામ ની પાપડી નો ઉપયોગ થાઈ છે વટાણા કે તુવેર ના દાણા નો ઉપયોગ થતો નથી. શિયાળા મા કતારગામ ની પાપડી ખૂબ જ સરસ મળે છે. જે ત્રણ દાણા વાળી જ હોઇ છે જેમાં ફોલતી વખતે અણી વાક જ હોઇ તે જ કાઢવાનો હોઇ છે. આખી પાપડી રેહવા દેવાની હોઇ છે. પાપડી તાજી હોઇ તો સરસ ચઢી જાય છે. જેનુ ઊંધીયું ખૂબ જ સરસ લાગે છે. Sonal Naik -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#તાવો ચાપડી#રાજકોટ ની પ્રખ્યાત વાનગી. આ વિશિષ્ટ વાનગી વિવિધ પ્રકારનાં શાક, કઠોળ અને કંદ મિક્સ કરીને બનાવાય છે. આ મિક્સ શાક એક પ્રકાર ના ઊંધિયા જેવું જ છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. Dipika Bhalla -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#MSઉંધીયુ એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું શાક છે. એક રીતે જોવા જઇએ તો આજનું ઉંધીયું એ ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ કહી શકાય. ઉંબાડિયું પણ ખૂબ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લોકો ખાસ આ શાકની મિજબાની માણે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ વાનગીનું ચલણ હતું. જમીનની અંદર ઉંધુ માટલું મૂકીને આ શાક બનાવવામાં આવતું, આથી એનું નામ પડ્યું ઉંબાડિયું. એ સમયે લોકો ખેતરમાં જ આ શાક બનાવી એનું વાળુ કરી લેતાં. એ પછી ઉંબાડિયામાં લીલો મસાલો ભેળવી તેને ગેસ પર બનાવવામાં આવ્યું, ઊંધા માટલામાં આ શાક બનતું હોવાથી નામ પડ્યું ઉંધીયું. કહેવાય છે કે, સૌ પ્રથમ સુરતમાં જ આ વાનગી બની હતી.અને હવે તો દરેક જગ્યાએ ઊંધિયા નું ચલણ અલગ પ્રકારના સ્વાદ અને અલગ રીતે વધી રહ્યું છે તો આવો જાણીએ એકદમ સ્વાદિષ્ટ મસાલેદાર ઉંધીયુ બનાવવાની રીત. Riddhi Dholakia -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#MS#undhiyu#uttrayanspecial#cookpadgujarati#cookpadindiaગુજરાતનું પારંપારિક "ઊંધિયું" એ મિશ્ર શાકની વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ "ઊંધુ" પરથી પડ્યું છે."માટલાનું ઊંધિયું કે માટીયાનું ઊંધિયુ" તરીકે ઓળખાતું આ પ્રાચીન ઊંધિયુંએ માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી અગ્નિ આપીને બનાવવામાં આવતું હતું. આજે પણ દક્ષિણ ગુજરાતમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે. ઊંધિયું શિયાળુ વાનગી છે, જેમાં અલગ-અલગ શાકભાજી તેમજ મસાલાનો ભરપૂર ઉપયોગ થાય છે. તો ચાલો જાણીએ ઊંધિયું બનાવાની રીત વિશે. Mamta Pandya -
-
સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન/ શિયાળાનું ટ્રેડિશનલ કાઠીયાવાડી ભોજન
#ગુજરાતીતમે બનાવો શિયાળામાં બનતું સંપૂર્ણ કાઠીયાવાડી ટ્રેડિશનલ ભોજન. Mita Mer -
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
સ્વાદિષ્ટ ઊંધિયું#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #વીન્ટર_સ્પેશિયલ #ઊંધિયું#US #ઊતરાયણ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઊંધિયું - લાલ રંગ નું કાઠિયાવાડી ઊંધિયું, જેમાં લાલ મરચું અને ટામેટાં નાખવામાં આવે છે. લીલા રંગ નું સુરતી ઊંધિયું જેમાં લીલો મસાલો કોથમીર મરચાં પીસી ને નાખવામાં આવે છે. એમ બે રીતે બનતું હોય છે. બધાં ની અલગઅલગ રીત હોય છે. ઊંધિયુ આપણાં ગુજરાતીઓ ની શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. ગરમાગરમ ઊંધિયું - રોટલી, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પધારો - સ્વાદિષ્ટ ઊંધિયું નો સ્વાદ માણો. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ