સેઝવાન મનચુરીયન રાઈસ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#રેસ્ટોરન્ટ

શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વયકિત
  1. ૧ કેપસિકમ
  2. ૨ કપ કોબી સમારેલી
  3. ૨ સુકી ડુંગળી
  4. લીલી ડુંગળી
  5. ૩,૪ કરી લીલુ લસણ
  6. ૧ ટમેટુ
  7. ૧ કપ કોથમીર
  8. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  9. ૨ચમચી કોનફલોર
  10. ૪ ચમચી તપકીર નો લોટ/મેદો/કોનફલોર કે અન્ય
  11. ૧ ચમચી મરી પાઉડર
  12. ૧ ચમચી મીઠું
  13. તેલ
  14. ૧ વાટકી બાસમતી ચોખા
  15. ૧ ચમચો સોયા સોસ
  16. ૧ ચમચો રેડ ચીલી સોસ
  17. ૧ ચમચો ગી્ન ચીલી સોસ
  18. ૧ ચમચો વીનેગાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મનચુરીયન બનાવવા માટે કોબી,ને ખમણી ને તેમા જરા મીઠું ને મરી ને રેડ સોસ નાખીને મિકસ કરી પછી તેમા જરૂર મુજબ તપકીર નો લોટ નાખીને બોલ કરી ને તળવા.મારી પાસે તપકીર નો લોટ હતો તો એ વાપॅયો. બાકી મેદો કે કોનફલોર હોય.

  2. 2

    હવે એક પેન ૨,૩ ચમચી તેલ મુકી ને તેમા ડુંગળી ને લસણ સાતળવુ.પછી થોડુ કડક થાવા લાગે એટલે તેમા કેપસિકમ,કોબી આદુ મરચાની પેસ્ટ નાખી ને ૨ મિનિટ સાતળવુ.પછી તેમા ત્રણ સોસ ને વીનેગાર નાખી ને જરૂર મુજબ મીઠું અને મરી પાઉડર નાખી ને સાતળવુ.

  3. 3

    પછી તેમા એક ચમચો જેવુ કોનફલોર ને જરૂર મુજબ પાણી નાખીને મનચુરીયન બોલ નાખી ને ઉકળવા.પછી કોથમીર ને લીલી ડુંગળી ના પાન થી સવॅ કરવુ

  4. 4

    હવે રાઈસ માટે એક વાટકી બાસમતી ચોખા ને ઘોય ને અડધી કલાક સુધી પલાળી પછી અધકચરા બાફવા.

  5. 5

    પછી એક પેન મા જરા તેલ મુકી ને તેમા ડુંગળી ને લસણ સાતળી ને કેપ્સિકમ,ટમેટુ, કોબી નાખી ને સાતળવુ.પછી તેમા રાઈસ નાખી ને જરૂર મુજબ મીઠું તથા સેઝવાન સોસ કે ચટણી નાખી ને મિકસ કરવુ

  6. 6

    હવે પલેટ મા રાઈસ ની સાથે મનચુરીયન નાખી ને કોથમીર તથા લીલી ડુંગળી ને કોબી સાથે સવॅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes