ચટપટા મટર નમકીન

આપણે મૂવી જોવા જઈએ ત્યારે પોપકોર્ન, સીંગ-ચણા કે વટાણા ખાતા હોઈએ છીએ. તો આજે આપણે મસાલવાળા વટાણા બનાવતા શીખીશું, જે એકદમ ક્રન્ચી ટેસ્ટી બને છે.
ચટપટા મટર નમકીન
આપણે મૂવી જોવા જઈએ ત્યારે પોપકોર્ન, સીંગ-ચણા કે વટાણા ખાતા હોઈએ છીએ. તો આજે આપણે મસાલવાળા વટાણા બનાવતા શીખીશું, જે એકદમ ક્રન્ચી ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઠોળનાં લીલા સૂકા વટાણાને ધોઈને તેને ગરમ પાણીમાં ૮-૧૦ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને ધોઈને કૂકરમાં જરૂર મુજબ પાણી તથા ચપટી કુકિંગ સોડા ઉમેરી ૧ વિસલ થાય ત્યાં સુધી બાફો.
- 2
કૂકર ઠંડુ પડે પછી બાફેલા વટાણામાંથી પાણી નિતારી તેને એક કોટન કપડાં પર છૂટા પાથરો. એક કલાક સુધી રહેવા દો જેથી સારી રીતે કોરા થઈ જાય.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેલ સારું એવું ગરમ થાય પછી વટાણાને હાઈ ફ્લેમ પર તળો. વચ્ચે-વચ્ચે થોડીવારે હલવાતા રહો. તેલમાંથી બબલ્સ નીકળવાના ઓછા થાય અને વટાણા તલાઈને ગોલ્ડન રંગના થાય પછી ઝારા વડે બહાર કાઢો. આ તળવાની પ્રોસેસ મેટલની ગળણીથી પણ કરી શકાય છે. આ રીતે બધા વટાણા તળી લો.
- 4
મીક્ષરમાં મરી, લાલ મરચું, આમચૂર પાવડર, સંચળ પાવડર, ધાણાજીરું, મીઠું બધું ઝીણું ક્રશ કરી મસાલો તૈયાર કરો. આ મસાલાને ગરમાગરમ તળેલા વટાણા પર ભભરાવી મિક્સ કરો.
- 5
ઠંડા પડે પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. તો તૈયાર છે એકદમ ક્રન્ચી તથા ટેસ્ટી ચટપટા મટર નમકીન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર કે છોલે
#કઠોળઆપણે રસોઈમાં લીલા વટાણાનો ઉપયોગ શાક, પુલાવ, પાઉંભાજી જેવી વાનગી બનાવવા માટે કરતા હોઈએ છીએ. તેમાં ફોસ્ફરસ, આર્યન, મેગ્નેશિયમ, પ્રોટીન તથા વિટામિન્સ જેવા પોષકતત્ત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. પણ ઘણીવાર સિઝન વગર લીલા વટાણા સારા મળતા નથી અથવા મોંઘા મળે છે તો આપણે ફ્રોઝન કરેલા વટાણા કે કઠોળનાં સૂકા વટાણાનો ઉપયોગ કરીને વાનગી બનાવીએ છીએ. કઠોળમાં સૂકા વટાણા પણ બે પ્રકારના મળે છે લીલા અને સફેદ. સફેદ સૂકા વટાણા આગ્રા અને દિલ્લીમાં આલુ ટીક્કી સાથે રગડો બનાવે તેમાં અને અમદાવાદમાં ગરમ રગડામાં પકોડી મળે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે સૂકા સફેદ વટાણામાંથી બનતું સ્વાદિષ્ટ શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાણીપુરીનો રગડો
# આપણે બધાને ગરમાગરમ રગડો ભરેલી પાણીપુરી ભાવતી જ હોય છે. બહારની પાણીપુરી હાઈજેનિક નથી હોતી તો આજે આપણે રગડો બનાવીએ જે આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. Nigam Thakkar Recipes -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગ્રેપ વોલનટ રાયતા
#મિલ્કી આપણે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે વિવિધ પ્રકારનાં રાયતા સર્વ કરતા હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું ગ્રેપ વોલનટ રાયતા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રસાવાળું વાલનું શાક
#કઠોળપહેલાંના સમયમાં કોઈપણ પ્રસંગ હોય તેમાં કઠોળ વગર તે જમણવાર અધૂરો માનવામાં આવતો. વાલની સાથે લાડુ અથવા મોહનથાળનું જમણ શ્રેષ્ઠ માનવામાં આવતું તો આજે આપણે રસાવાળા વાલનું શાક બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
રગડામાં પાણીપુરી
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને ખૂમચા-લારી પર પાણીપુરી ખાનારા શોખીનો હવે ઘરે બેઠા પાણીપુરીની રાહ જોઈ રહ્યા છે. અહીંયા અમદાવાદમાં મેજોરીટી વર્ગ એવો છે કે જે ગરમ રગડામાં પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે મસ્ત ગરમ રગડામાં પાણીપુરી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચોખાની તીખી સેવ
#રાઈસઆપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
મેથીનાં ગોટા
#મિલ્કી #goldenapron3 week9 Puzzle Word - Spicy મેથીનાં ગોટા એ દરેક ગુજરાતીનું ભાવતું ફરસાણ છે. ઘણા લોકોનાં ગોટા ઠંડા થયા પછી કઠણ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ ગોટા બનાવતા શીખીશું જે ગરમાગરમ તો સરસ લાગશે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફણગાવેલા મઠનું શાક
#કઠોળઆપણે રોજબરોજની રસોઈમાં કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે હું મઠ થી બનતી રેસીપી પોસ્ટ કરું છું. મઠ એ એક જાણીતું કઠોળ છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન સારા પ્રમાણમાં હોય છે. હિંદીમાં તેને મોઠ અને અંગ્રેજીમાં મોઠ બીન્સ તથા મરાઠીમાં મટકી તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રીયન રસોઈમાં તે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ફણગાવેલા મઠનું મિસળ બનાવે છે. ગુજરાતમાં દિવાળીનાં સમયે મઠનાં લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
સ્વીટ પેન કેક
#મેંદાઆપણે ઘણીવાર ગુલાબજાંબુ કે રસગુલ્લા જેવી મીઠાઈ ઘરે બનાવતા હોઈએ છીએ. તો મીઠાઈ તો વપરાઈ જાય છે પણ ત્યારબાદ તેની વધેલી ચાસણી આપણે અલગ-અલગ રીતે ઉપયોગ કરીએ છીએ જેમકે સક્કરપારા, મીઠી પુરી, મીઠી ભાખરી વગેરે બનાવવા માટે. તો આજે હું ગુલાબજાંબુની વધેલી ચાસણીમાંથી સ્વીટ પેન કેક બનાવવાની સરળ રેસીપી પોસ્ટ કરું છું જે સ્વાદમાં માલપુઆ જેવા જ બનશે. Nigam Thakkar Recipes -
ટોમેટો કેરટ સૂપ વિથ બ્રેડ ક્રુટોન્સ
#રેસ્ટોરન્ટ#goldenapron3week1આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સૌથી પહેલા સૂપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છીએ. સૂપ ઘણા બધા પ્રકારનાં બનતા હોય છે. ટોમેટો સૂપ, હોટ એન્ડ સાવર સૂપ, મનચાઉ સૂપ, સ્વીટ કોર્ન સૂપ, લેમન કોરીએન્ડર સૂપ, વેજ. સ્ટોક સૂપ, આલમંડ બ્રોકલી સૂપ વગેરે. બધા સૂપનો રાજા એટલે ટોમેટો સૂપ જે બધાનો ઓલ ટાઈમ ફેવરીટ સૂપ કહી શકાય. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે પણ જમવાની શરૂઆતમાં ટોમેટો સૂપ હોય છે. આ સૂપ એ એક એવો સૂપ છે કે જે ઉકળતો હોય ત્યારે તેની સ્મેલ જ એટલી સરસ આવે કે દરેકને પીવાનું મન થઈ જાય છે. આ સૂપની સાથે ક્રીમ તથા બ્રેડ ક્રુટોન્સ સર્વ કરવામાં આવે છે. USA તથા પોલેન્ડમાં ટોમેટો સૂપ એ ખોરાકમાં એક અગત્યનો ઘટક છે. 1857 માં સૌ પ્રથમ વખત ટોમેટો સૂપનો ઉલ્લેખ એલિઝા લેસ્લીએ ન્યૂ કૂકરી બુકમાં કર્યો હતો. 1897 માં જોસેફ એ. કેમ્પેબલની રેસિપી કન્ડેન્સ્ડ ટોમેટો સૂપએ તેની લોકપ્રિયતામા વધારો કર્યો હતો. 100g ટોમેટો સૂપમાં 30kcal મળે છે. તેમાં 0.8g પ્રોટીન, 0.3g ફેટ તથા 7g કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. તો આજે આપણે સ્વાદિષ્ટ ટોમેટો કેરટ સૂપ તથા બ્રેડ ક્રુટોન્સ બનાવતા શીખીએ. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
દહીંવાલે આલુ (ફરાળી)
#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચટપટા જીંજરા
શિયાળાની ઋતુ માં લીલા શાક _ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેમાં પણ પિક્ચર જોવા બેઠો હોય અને કોઈ ચટપટા જીંજરા બનાવી આપે તો જલસો પડી જાય. અને આપણે ભારતીય ને તો પોપકોર્ન કરતા જીંજરા,સિંગ _ચણા અને મકાઈ માં જ વધારે મજા આવે.#લીલી#ઇબુક૧#૯ Bansi Kotecha -
મસાલેદાર ચોળાફળી વિથ આઈસ ચટણી
#સ્ટ્રીટઆજે હું જે રેસીપી પોસ્ટ કરું છું એ પારંપારિક તો છે સાથે-સાથે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. જે આપણા બધાનાં ઘરે દિવાળીમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ એવા ઘણા લોકો છે જે રેગ્યુલરમાં પણ ખાવાના શોખીન હોય છે. જેનું નામ છે ચોળાફળી. અહીંયા અમદાવાદમાં તેમજ બીજા ગામ-શહેરોમાં કાચવાળી લારીમાં વાંસનાં ટોપલામાં ભરેલી ચોળાફળી તો બધાએ જ જોઈ હશે. એમાં પણ અમારા મણિનગર ચારરસ્તાની ચોળાફળી તો આખા અમદાવાદમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં ઠેર-ઠેર દરેક વિસ્તારમાં મણિનગર ચારરસ્તાવાળા લખેલી લારી જોવા મળે છે. જેમ સવારે ઘણા લોકો ફાફડા-જલેબી, વણેલા ગાંઠીયા, ફૂલવડી જેવા ગરમ નાસ્તા કરવાનાં શોખીન હોય છે તેવી જ રીતે સાંજે ચોળાફળીની લારી પર ચોળાફળી ખાનારા પણ ઘણા શોખીન હોય છે. હવે ઘણાને થાય કે એવું તે શું ખાસ છે આ ચોળાફળીમાં કે હું આટલા વખાણ કરું છું? તો તેની સાથે જે આઈસ ચટણી મળે છે એ તેની મુખ્ય ખાસિયત છે. ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે લોકો ચોળાફળી તો ખાય પણ તેનાથી વધારે સાથે ચટણી પીતા હોય છે. તો આજે આપણે ચોળાફળીની સાથે-સાથે તેની સાથે ખાવામાં આવતી આઈસ ચટણી પણ બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગ્રીન દાલ ફ્રાય
#લીલીઆપણે જ્યારે પણ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ સાથે દાલ ફ્રાય કે દાલ તડકા ખાતા જ હોઈએ છીએ. જેમ ઘણાને આદત હોય છે કે ઘરે દાળ-ભાત ન મળે ત્યાં સુધી જમવામાં સંતોષ થતો નથી તેમ રેસ્ટોરન્ટમાં પણ જ્યાં સુધી જીરા રાઈસ દાલ ફ્રાય ન ખાઈએ ત્યાં સુધી મેઈન કોર્સ કમ્પ્લીટ થતો નથી. દાલ ફ્રાય ઘણી બધી રીતે બનાવી શકાય છે. જેમકે આપણા ગુજરાતમાં તુવેર-ચણા-મગની દાળ, પંજાબમાં ચણા-અડદ-મસૂરની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે કોથમીરનો ઉપયોગ કરીને ગ્રીન દાલ ફ્રાય બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ડાકોરનાં ગોટા
#સ્ટ્રીટડાકોર એ આપણા ગુજરાતનું પવિત્ર યાત્રા ધામ છે. જ્યાં અનંત ઐશ્વર્યોથી વિભૂષિત ભગવાન રાજાધિરાજ શ્રીરણછોડરાયજી મહારાજ બિરાજે છે. ગુજરાતમાં રહેતા ભક્તો તેમજ દૂર-દૂરથી ઘણા લોકો પ્રભુ શ્રીરણછોડરાયજીનાં દર્શન કરવા ડાકોર આવે છે અને દર્શન કરીને પાવન થાય છે. તો આજે હું જે રેસીપી લઈને આવ્યો છું તે ડાકોર ધામની પ્રખ્યાત તો છે જ સાથે સાથે સમગ્ર વિશ્વમાં જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે તેઓની પ્રિય વાનગી છે જેનું નામ છે ડાકોરનાં ગોટા. જેને દૂધનાં ગોટા પણ કહે છે. જે ડાકોરમાં ગોમતી ઘાટ પાસે ઘણા વર્ષો થી મળે છે. આ ગોટા નોર્મલ જે મેથીનાં ગોટા આપણે બનાવીએ છીએ તેનાં કરતાં ઘણાં અલગ હોય છે. ડાકોર દર્શન કરવા જાય અને ગોટા ન ખાય તો ઘણા ફૂડી લોકો આવી યાત્રાને અધૂરી માનતા હોય છે. આ ગોટાને દહીં અને તળેલા મરચાં સાથે ખાવામાં આવે છે. યાત્રિકો ત્યાં ગોટા તો ખાય છે પણ સાથે-સાથે ઘરે ગોટા બનાવી શકાય એ માટે ત્યાં મળતો ગોટાનો ઈન્સ્ટન્ટ મિક્સ લોટ પણ લાવે છે. આ સિવાય ડાકોરમાં ફૂલવડી, ખમણ, પૌંઆ, ખીચું અને ચા પણ ખૂબ સરસ મળે છે. સિઝન પ્રમાણેનાં શાકભાજી અને ફ્રુટ્સ પણ ડાકોરમાં એકદમ ફ્રેશ મળે છે. તો આજે આપણે ઈન્સ્ટન્ટ મિક્સ લોટનો ઉપયોગ કર્યા વિના ડાકોરનાં ગોટા બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
પાલક પનીર મિક્સ પરોઠા (Palak Paneer paratha recipe in Gujarati)
આજે આપણે એક પંજાબી ડીશ બનાવીશું. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. આજે ઘરે જ રેસ્ટોરન્ટ જેવી આપણે પાલકપનીર ની સબ્જી બનાવીશું.#GA4#Week2#પાલક Chhaya panchal -
લીંબુમસાલાવાળી ચણાની દાળ
#સ્ટ્રીટદાળ આઈ ભાઈ દાળ... લીંબુ મસાલાવાળી દાળ... કાંદા-ટામેટાવાળી કેરીવાળી દાળ... દાળ લઈ લ્યો ભાઈ દાળ... ગુજરાતમાં લોકલ ટ્રેનમાં મુસાફરી જેણે કરી હશે તેણે આવું સાંભળ્યું હશે. ઘણાંને તો ટ્રેનમાં દાળવાળો બાજુમાંથી પસાર થાય અને સુગંધ આવે એટલે દાળ ખાવી ન હોય તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે. થોડા વર્ષો પહેલા તો ચણાની દાળ મેગેઝીનનાં જાડા પેપરમાં આપતા હતા અને ખાવા માટે જાડા પૂંઠાનો વાળેલો નાનો ટુકડો આપતા પણ હવે પેપરડીશ અને પ્લાસ્ટિકની ચમચી આપતા થયા છે. તો આપણે ટ્રેનમાં મળતી ચણાની દાળ બનાવતા આજે શિખીશું, જે સ્વાદમાં ચટાકેદાર બને છે. Nigam Thakkar Recipes -
મિકસ પલ્સ મન્ચિંગી
#કઠોળ#ફાસ્ટફૂડફ્રેન્ડસ, દરેક પ્રકારનાં કઠોળ પૌષ્ટિકતાથી ભરપૂર છે. તેમાંથી અલગ અલગ પ્રકારના શાક અને બીજી ઘણી બધી વેરાઈટીઝ બનાવીને શરીરમાં ખૂટતા વિટામિન્સ, પ્રોટીન, ન્યુટ્રીઅન્ટસ્ પૂર્તિ કરી શકીએ છીએ. તેમજ કઠોળ માંથી બનાવેલો ચેવડો આજના ફાસ્ટ ફૂડના મેનુમાં પોતાનું સ્થાન ધરાવે છે સાથે કોલ્ડ્રિંક્સ અથવા તો ગરમાગરમ કોફી કે ચા સાથે ગ્રુપમાં બેસીને મન્ચિંગી કરવાની મજા જ કંઈક ઔર હોય છે. મેં અહીં સૌથી પૌષ્ટિક એવા દેશી કાળા ચણા, સૂકા લીલા વટાણા , રાજમા અને ડ્રાયફ્રૂટ ઉમેરીને એક હેલ્ધી મન્ચિંગી તૈયાર કરેલ છે . બાળકો અને યંગસ્ટર્સમાં મન્ચિંગી ખૂબ જ ફેવરિટ છે. asharamparia -
ફણગાવેલા મઠનાં થેપલા
#કઠોળઆપણે મેથી તથા દૂધીનાં થેપલા તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠનાં થેપલાં જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. નાના બાળકો કઠોળ ખાતા ન હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. બ્રેકફાસ્ટ માટે આ એક પૌષ્ટિક વિકલ્પ છે. Nigam Thakkar Recipes -
ચોખાની જીરા મસાલા પુરી
#રાઈસઆપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો. Nigam Thakkar Recipes -
# નમકીન બુંદી(namkin boondi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4આપણે સેવબુંદી ફરસાણ માં લઈએ છીએ તો તેમાં જે ખારી એટલે કે નમકીન બુંદી બનવા ની આજે આપને જણાવીશNamrataba parmar
-
બટર મસાલા કોર્ન
#હેલ્થી #indiaચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ નાસ્તો કરવાનો શોખ આપણા બધાને હોય છે. અત્યારે મકાઈની સિઝન છે. આજે હું એક સ્ટ્રીટ ફૂડની રેસીપી પોસ્ટ કરું છું. અહીંયા અમદાવાદમાં ઠેર-ઠેર લારીમાં બાફેલી મકાઈ અલગ અલગ ફ્લેવરની મળતી હોય છે. આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ ત્યારે પણ ઈન્ટરવલમાં સ્વીટકોર્ન ખાતા હોઈએ છીએ. તો આજે આપણે શીખીશું સ્વીટકોર્નની સૌથી બેઝિક અને ચટપટી હેલ્ધી રેસીપી બટર મસાલા કોર્ન. Nigam Thakkar Recipes -
મસાલાવાળા કાજુ
નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી નજીક આવી રહી છે. દિવાળીમાં આપણે કોઈના ઘરે જઈએ તો મીઠાઈ કે સૂકા મેવાની છાબડી લઈને જતા હોઈએ છીએ. દિવાળી દરમિયાન માર્કેટમાં મસાલાવાળા કાજુ-બદામ તેમજ અલગ-અલગ સૂકામેવાનાં ડેકોરેટ કરેલા પેકેટ મળે છે જે ખૂબ જ મોંઘા પડે છે, તો આજે આપણે શીખીશું મસાલાવાળા કાજુ બનાવવાની રીત જે દિવાળી દરમિયાન કે એમનેમ પણ ખાવાની ઈચ્છા થાય તો જલ્દીથી બનાવી શકાય છે. Nigam Thakkar Recipes -
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ