રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળશી પાન લો અને એની વચ્ચે ની નસ કાતર થી સરકી કાપી નાખી.
- 2
હવે એને સરખા ધોઈ અને ટીશ્યુ પેપર ની મદદથી કોરા કરી નાંખવા.
- 3
હવે ચણાનો લોટ લો અને એની અંદર મીઠું,મરચું, હળદર,ધાણાજીરું, ચપટી ખાવાના સોડા,ગરમ મસાલો,ખાંડ અને લીંબુનો રસ એડ કરો.
- 4
હવે એની અંદર ધીમે પાણી ઉમેરી અને બધું સરખું મિક્ષ કરી લો. જો પાત્રની અંદર પતલુ લોટનું મિશ્રણ જોતું હોય તો મિશ્રા પતલુ રાખો અને જાડું જોતો હોય તો મિશ્રણ જાડુ રાખવું.
- 5
હવે જે પાત્રની અંદર પાતરા બાફવા મૂકવા ના છો એને તેલથી ગ્રીસ કરી લો.
- 6
હવે એક હવે એક પાન લો અને તમારી મરજીથી સિધુ કે ઊંધું રાખી ચણાના લોટનું મિશ્રણ એમાં લગાડી દેવું આવી રીતે એક પાન ઉપર બીજું પણ બીજા પાના ઉપર ત્રીજું પણ કેવી રીતે ગોઠવી અને પછી એને રોલ વાળી દેવો. અને એ રોલ વાળી અને ચારણીમાં ગોઠવી દેવું.
- 7
તમારે એક જ રોલ વાળવો હોય તો એમ પણ તમે કરી શકો એનાથી નાના નાના માત્રા નાના રોલ તૈયાર થશે એ પણ જોવામાં અને ખાવામાં સારા લાગે છે.
- 8
આવી રીતે બધા જ રોલ વાળી અને ચારણીમાં ગોઠવી દો.
- 9
હવે ઉપર ઢાંકીને એ ને બાફવા માટે મૂકી દીધો.
- 10
હવે એ ફાઈ ગયું છે કે નહીં ૨૫ થી ૩૦ મિનીટ પછી ચેક કરું ચકા ની મદદથી એ વચ્ચે ચાકુ ભરાવી અને પછી કાઢી લેવું જો એમાં લોટ ચોટ તો હોય તો એ કાચું હોય અને જો લોટ ચોટ ના હોય તોય બફાઈ ગયા હોય.
- 11
જો એ કાચું લાગતો હોય તો એને પાછું થોડીક વાર માટે બાફવા માટે મૂકી દો.
- 12
બફાઈ ગયા પછી એને થોડીક વાર માટે ઠંડા થવા દો અને ઠંડા પડી જાય પછી એને ચાકાની મદદથી એક-એક ઈચ જેટલા કટકા કરી લો.
- 13
બફેલા પાતરા ઘણાને ભાવતા હોય છે તો તમે એમને પણ ખાઈ શકો છો પણ વઘારેલા નો ટેસ્ટ વધારે સારો આવે છે એટલે હવે પાતરા કેમ વધારાઈ એ હું તમને બતાવીશ.
- 14
હવે એક વાસણ લઈ એમાં તેલ ગરમ કરવા મુકો.
- 15
તેલ ગરમ થઈ ગયા બાદ એમાં રાઈ જીરૂ, હિંગ, સૂકું મરચું,તમાલપત્ર, લીમડો અને સફેદ તલનો વઘાર કરો.
- 16
વઘાર થઈ ગયા બાદ એની અંદર બાફેલા પાતરા ને નાખી દો.
- 17
હવે એની અંદર ચપટી મરચાની ભૂકી, મીઠું,ધાણાજીરું, ગરમ મસાલો અને દળેલી ખાંડ નાખો.
- 18
તમારા ટેસ્ટ મુજબ મસાલા વધુ કે ઓછા તમે નાખી શકો છો. સર્વ કરતાં પહેલા પાતરા ને ઉપરથી કોથમીર અને ટોપરા ના ખમણ થી ગાર્નિશ કરો.
- 19
પાતરા ને લીલી ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે પણ ચટણી વગર પણ ખાવામાં સરસ લાગે છે.
- 20
સર્વ કરવા માટે તૈયાર છે આપણા પાતરા ગુજરાતીઓની ફેવરીટ ડીશ માં પણ ગણાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કેપ્સીકમ બેસન નું શાક(capcicum besan nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુકપોસ્ટ 26 Bijal Samani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ