ફરાળી લોલીપોપ (સ્ટાટર)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

ફરાળી લોલીપોપ (સ્ટાટર)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નંગ દાડમ
  2. 8-10નંગ લીલી દ્રાક્ષ
  3. 8-10ના બટેટા
  4. લોલીપોપ સ્ટીક
  5. 2 ચમચીમરચાની ભૂકી
  6. ચપટીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચપટીગરમ મસાલો
  9. 1 ચમચીદળેલી ખાંડ
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. ૧ થી ૨ નંગ લીંબુ
  12. કોથમીર
  13. તપખીર
  14. તેલ તળવા માટે
  15. લીલી ચટણી
  16. ખજુર આમલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાડમ ફોલીને સાઈડમાં રાખી લો અને દ્રાક્ષ પણ ધોઈને સાઈડમાં રાખી દો.

  2. 2

    હવે એક કૂકરમાં બટેટાના બે કટકા કરીને ધોઈ અને બાફવા માટે મૂકી દો.

  3. 3

    બટેટા સરખા બફાઈ ગયા પછી એની છાલ ઉતારી અને મેસ કરીદો.

  4. 4

    મેસ સરખો થઈ ગયા બાદ એની અંદર દાડમ લીલી દ્રાક્ષ,મરચાની ભૂકી મીઠું, હળદર, ધાણાજીરૂ,ગરમ મસાલો,લીંબુનો રસ,દળેલી ખાંડ તપકીર બધુ નાખી અને સરખું મિક્ષ કરી દો.

  5. 5

    હવે એના નાના બોલ વાળી તપકીર માં રગદોળી દો.

  6. 6

    હવે એક નોન સ્ટિક કડાઈ લ્યો અને એમાં તેલ નાખી ને તેલ ગરમ કરવા મુકો.

  7. 7

    તેલ ગરમ થઈ ગયા બાદ તે બોલ વાળી એક એક એમાં નાખતા જવા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

  8. 8

    તળાઈ ગયાબાદ એની અંદર લોલીપોપ સ્ટીક લગાવી દેવી અને સર્વિંગ માં સાથે લીલી ચટણી અને આંબલીની ચટણી આપો.

  9. 9

    ફરાળ માં ઘણા લોકો હળદર નથી ખાતા તો જો તમે ના ખાતા હોય તો હળદર આમાં ના ઉમેરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes