ઈડલી સાંભાર

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ઇબુક1
#31
ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે

ઈડલી સાંભાર

#ઇબુક1
#31
ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2કલાક
4 વ્યક્તિ
  1. 3 કપચોખા
  2. 1 કપથી ઓછી એવી અડદ ની દાળ
  3. 1/2 ચમચીમેથી દાણા
  4. ખાટી છાશ અથવા દહીં
  5. 1 કપતુવેર ની દાળ સાંભાર માંટે
  6. 2ડૂંગળી
  7. 1ટામેટું
  8. 1રિંગનું
  9. 1 ટુકડોદૂધી
  10. 1સરગવા ની સીંગ
  11. 2મરચાં
  12. ટુકડોઆદું
  13. કોથમરી
  14. લીમડો
  15. 2તજ પત્તા
  16. 2લવીંગ
  17. 2લાલ સૂકા મરચાં
  18. 1 ચમચીરાય જીરૂ
  19. 1/2 ચમચીહિંગ
  20. તેલ
  21. ટાટા નાં સોડા અથવા ઇનો
  22. 3 ચમચીલાલ મરચું
  23. 2 ચમચીધાણા જીરૂ
  24. 1/2 ચમચીહળદર
  25. નિમક સ્વાદ મુજબ
  26. 2લીંબુ અથવા ખટાસ પ્રમાણે આંબલી
  27. 2 ચમચીસાંભાર મસાલો અથવા ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

2કલાક
  1. 1

    સૌ પ્રથમ અડદ દાળ અને ચોખા 8 કલાક માંટે પલાળી દો મેથી તેમાં નાખી દેવી. પલળી જાય પછી ખાટી છાશ કે દહીં લય અલગ અલગ પીસી લેવું પછી મિક્સ કરી નિમક પણ નાખી દો અને સરસ ફીટી લો ખીરું તૈયાર છે

  2. 2

    તુવેર દાળ ધોય બાફી લો અને મીક્ષી ચલાવી લો

  3. 3

    આપેલા બધા સાક જીણા સમારી લો સરગવા ને ટુકડા કરી લો બધા શકે ને કૂકર માં એક ચમચી તેલ મૂકી વાઘરી 2 સિટી વગાડી લો

  4. 4

    સાંભાર માંટે એક વાસણ માં તેલ બે ચમચા જેટલું મુકો, તેમાં રાય, જીરૂ, તજ, તજ પતા, લવીંગ, લાલ મરચા, લીમડો, હિંગ બધું નાખી દાળ વધારો.

  5. 5

    આ વઘારેલી દાળ માં કૂકર નાં બધા સાક નાખી ગરમ મસાલો, લીંબુ કે આંબલી નાખી ઉકાળવા મૂકી દો સાથે સ્વાદ પ્રમાણે નિમક મરચું, ધન જીરૂ, હળદર નાખી દો તૈયાર છે સંભાર.

  6. 6

    હવે એક ઈડલી સ્ટેન્ડ અથવા કઢાઈ માં પાણી ગરમ મુકો અને કાંઠલો મુકો જે વાસણ માં ઈડલી મુકો તેને તેલ લગાવી લો ખીરા નાં ચપટી ટાટા નાં સોડા અથવા ઇનો નાખી ખીરું ખુબ જ ફીટી ને સ્ટીમ થવા મુકો 10 મિનિટ માં તૈયાર છે નરમ સ્પોનજી સ્વાદિષ્ટ ઈડલી સાંભાર સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes