જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#ff1
#Non fried જૈન રેસીપી
# જૈન બનાના સાઉથ સબ્જી
# જૈન સાંભાર
હંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે.

જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)

#ff1
#Non fried જૈન રેસીપી
# જૈન બનાના સાઉથ સબ્જી
# જૈન સાંભાર
હંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે લોકો માટે
  1. 500 ગ્રામઈડલી નુ ખીરુ
  2. કેળા શાક માટે ત્રણ કાચા કેળા
  3. 1 ચમચો તેલ
  4. 1 ચમચીઅડદની દાળ
  5. 1/2 ચમચી રાઈ
  6. 1લીલા મરચાના ટુકડા
  7. 10 થી 12 કળી પત્તા
  8. 1/4 ચમચી હિંગ
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. ગાર્નિશ માટે કોથમીર
  12. પ્રમાણસર મીઠુ
  13. સાંભાર માટે
  14. ૧ વાટકી તુવેરની દાળ
  15. 1 ચમચીઘી
  16. 1/2 ચમચી રાઈ
  17. ૭થી ૮ કળી પત્તા
  18. 2ટામેટા ની ગ્રેવી
  19. 2 ચમચા દૂધી ના ટુકડા
  20. ૨ ચમચા કોળા ના ટુકડા
  21. ટુકડા1/2સરગવાની શીંગ ના
  22. 2 ચમચીએમ ટી આર સાંભાર મસાલો
  23. 1/2 ચમચી હળદર
  24. પ્રમાણસર મીઠું
  25. 2ઈંચ આમલીનો ટુકડો
  26. 1/2 ચમચી કાશ્મીરી મરચું
  27. ગાનિશ માટે કોથમીર
  28. કોપરું કોથમીર દાળિયા 1 ઈંચ આમલીનો ટુકડો કળી પત્તા પ્રમાણસર મીઠું
  29. ચટણીના વઘાર માટે
  30. 1 ચમચી ઘી
  31. 1 ચમચી તેલ
  32. 1/2 ચમચી રાઈ
  33. 1/2 ચમચી અડદની દાળ
  34. ૭થી ૮ કળી પત્તા
  35. પ્રમાણસર મીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    2 વાટકી ચોખા એક વાટકી અડદની દાળ ૪ થી ૫ કલાક પલાળી ને દહીં નાખીને પીસી લેવી અને પાંચથી છ કલાક પછી આથો આવે એટલે ઈડલી માં મીઠું અને ઈનો નાખીને સ્ટીમર ઈડલી મૂકી દેવી.
    અથવા તૈયાર ખીરામાં ઇનો અને મીઠું નાખીને ઈડલી તૈયાર કરી લેવી. મેં આજે તૈયાર ખીરામાંથી ઈડલી steam કરી છે.

  2. 2

    કાચા કેળાની કૂકરમાં બાફીને પાંચ વિસ્સલ કરીને કુકર ઠંડુ થાય એટલે કેળાની બહાર કાઢીને તેના નાના પીસ કરી લેવા અને એક પેનમાં તેલ મૂકીને તેમાં અડદની દાળ એડ કરવી અને તેમાં રાઈ એડ કરવી તેમાં મરચાના ટુકડા અને કળી પત્તા એડ કરી અને કેળા ના પીસ એડ કરી દેવા. અને તેની ગ્રેવી કરવા માટે તેમાં હળદર મીઠું ધાણાજીરૂ લીંબુ એડ કરવું અને અને બે ત્રણ કેળા ના પીસ crush કરી લેવા અને તેમાં જરૂર મુજબ પાણી એડ કરવું રસો જાડો થાય એટલે ગેસ બંધ કરી ઉપર કોથમીર એડ કરવી.

  3. 3

    એક વાટકી તુવેરની દાળ ધોઈને કુકરમાં બાફવા મૂકી દેવી અને કુકર ની પાંચ whistle થઈ જાય અને ચડી જાય એટલે કુકર ખોલીને હેન્ડ રોડ થી ગાઇન્ડ કરી લેવી.

  4. 4

    દુધી અને કોળાને તથા સરગવાને પિસ કરી અને બાફી લેવા. ટામેટાં આંબલી અને એમટીઆર નો મસાલો ગ્રાઈન્ડરમાં ગ્રાઇન્ડ કરી ગ્રેવી બનાવી લેવી.

  5. 5

    ઘીનો વઘાર મૂકીને તેમાં રાઈ અને કરી પત્તા મૂકી હિગ એડ કરી ને ટામેટાની ગ્રેવી વઘારમાં એડ કરવી અને બરાબર સાંતળવી ટામેટા અને સાંભાર મસાલો સાતળાઈ જાય એટલે તેમાં હળદર મરચું મીઠું એડ કરવું અને પછી તેમાં બાફેલા શાક એડ કરવા અને પછી તેમાં દાળ એડ કરવી.

  6. 6

    પછી સાંભાર માં જરૂર મુજબ પાણી એડ કરવું અને પસંદ હોય તો ગળપણ મા ગોળ એડ કરવો અને સાંભળ ને ઉકળવા દેવો 10 મિનીટ પછી ગેસ બંધ કરવો અને ઉપર કોથમીર ભભરાવવી.

  7. 7

    મિક્સરમાં કોપરું ખમણીને લેવું તેમાં દાળિયા ની ડાળ કોથમીર કળી પત્તા મીઠું તથા આંબલી નો પીસ એડ કરી મિક્સરમાં પીસી લેવું જરૂર મુજબ પાણી રેડવું અને ચટણી તૈયાર થાય એટલે વઘારમાં ઘી મૂકીને તેમાં અડદની દાળ rai કળી પત્તા એડ કરીને વધાર ચટણીમા એડ કરવો. એટલે આપણી ટેસ્ટી ચટણી તૈયાર થઇ જશે.

  8. 8

    સ્ટીમ ઈડલી સર્વ કરવા માટે પહેલા સૌપ્રથમ પ્લેટમાં ઈડલી મૂકવી, તેના ઉપર ગ્રેવીવાળું બનાના નું શાક એડ કરવું. અને તેના ઉપર ચટણી એડ કરવી. અને ચટણી ઉપર જૈન સાંભર એડ કરવો અને આવી રીતે તૈયાર કરીને plates સર્વ કરવી.

  9. 9

    આપણું ટેસ્ટી જૈન કાચા કેળાં સાઉથ ઇન્ડિયન શાક સાથે ઇડલી સંભાર ચટણી તૈયાર છે.

  10. 10
  11. 11
  12. 12
  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes