રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ સેન્ડવીચ બ્રેડ પેકેટ
  2. ૧ કપ ઝીણા સમારેલા ટામેટા
  3. ૧ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  4. ૧ કપ ઝીણા સમારેલા કાંદા
  5. ૨ ચમચી માયોનીઝ ચીઝ
  6. ૧ કપ છીણેલું ચીઝ
  7. ૧ બાઉલ સેન્ડવીચ ચટણી
  8. બટર જરૂરિયાત મુજબ
  9. ૧ ચમચી મરી પાવડર
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલમાં ચીઝ છીણેલું લ‌ઈ બધા શાકભાજી સમારી ભેગા કરવા.

  2. 2

    ત્યારબાદ એમાં માયોનીઝ ચીઝ, મરી અને મીઠું નાખવું.

  3. 3

    ત્યારબાદ બધું મિશ્રણ મિક્સ કરવું. ત્યારબાદ ૧ સેન્ડવીચ બનાવવા માટે ૩ સફેદ બ્રેડ લ‌ઈ એના પર બટર લગાવું.

  4. 4

    ત્યારબાદ ૩ બ્રેડ પર ચટણી લગાડવી અને ૨ બ્રેડ પર મિશ્રણ લગાડવું.

  5. 5

    ૨ મિશ્રણ લગાડેલા બ્રેડ પર ૧ ચટણી લગાડેલા બ્રેડ થી ઢાંકી દેવું. અને ત્યારબાદ ગ્રીલ મેકર ચાલુ કરી એના પર બટર લગાવી ૫ મિનિટ માટે પ્રી હીટ કરવા મૂકવું. અને ત્યારબાદ સેન્ડવીચ મૂકી ગરમ કરવા મૂકવું.

  6. 6

    ૫ મિનિટ પછી જોઈ લેવું. સેન્ડવીચ નો કલર ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લેવી.

  7. 7

    ત્યારબાદ એને એક ડિશમાં કાઢી પીસ કરી એના પર છીણેલું ચીઝ લગાડવું.

  8. 8

    તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી માયોનીઝ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ

Similar Recipes