ગુજરાતી થાળી

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi
શેર કરો

ઘટકો

  1. ૧ -ભાત બનાવવા માટે------
  2. ૧ કપ ચોખા
  3. જરૂરી પાણી
  4. ૨- દાળ બનાવવા માટે------
  5. ૧ કપ તુવેર દાળ
  6. જરૂરી પાણી
  7. ૧ ચમચો તેલ
  8. ચપટીહિંગ
  9. ૧ નાની ચમચી રાઈ
  10. ૧ નાની ચમચી જીરુ
  11. ૧/૨ નાની ચમચી હળદર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧ નાની ચમચી વાટે લા આદુ મરચાં
  14. ૨ નાની ચમચી ખાંડ
  15. ૨ મોટી ચમચી સમારેલ કોથમીર
  16. ૧/૨ નાની ચમચી લીંબુનો રસ
  17. ૩- શાક બનાવવા માટે
  18. ૪ નંગ બટાકા સમારેલા
  19. ૪ નંગ રીગણા ભરાઈ તેમ સમારેલા
  20. ૨ મોટી ચમચી ધાણાજીરું
  21. ૧ નાની ચમચી હળદર
  22. ૧ મોટી ચમચી લાલ મરચું
  23. ૧ મોટી ચમચી ખાડ
  24. મીઠું સ્વાદ અનુસાર
  25. ૨ મોટી ચમચી સમારેલ કોથમીર
  26. તેલ જરૂર મુજબ
  27. ૪- રોટલી બનાવવા
  28. રોટલી ની કણક
  29. ઘી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને બે પાણી એ ધોઈ બે કલાક પલાળી ગરમ પાણી માં થવા દઇ ઓસાવી લેવો.

  2. 2

    દાળને ધોઈ ને ૨ કલાક પાણી માં પલાળી બાફી લઇ બ્લેન્ડર થી એકરસ કરી તેમાં હળદર,મીઠું, ખંડ,આદુ મરચાં, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી ઉકળવા દો.બીજી બાજુ તેલ ગરમ કરી તેમાં રાઇ,જીરું,મીઠો લીમડો,તજ લવિંગ અને હિંગ નાખી વઘાર કરી દાળમાં ઉમેરવો અને સહેજ ઘટૃ થવા દઇ ગેસ ઓફ કરવો.

  3. 3

    બટાકા ની છાલ દુર કરી ધોઈ લઈ કુકરમાં ગરમ તેલમા ૪-૫ મિનિટ સાતળી લેવા અને મસાલા મિક્સ કરી રીગણા ભરી લઈ બટાકા પર મુકી વરાળ માં ૨ મિનિટ થવા દઇ ચમચા વડે હલાવી કુકરનુ ઢાંકણુ ઢાકી દઈ ૫ મિનિટ ધીમા તાપે થવા દેવું.

  4. 4

    રોટલી ની કણક માથી લુઓ લઇ વણી ને સેકી લઈ ઘી ચોપડવુ.

  5. 5

    તૈયાર છે દાળ,ભાત,શાક,રોટલી તેને છાશ,પાપડ,અથાણું, ખજૂર પાક સાથે પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes