ચિપોટલી બ્રોકલી વાર્પ

માયા જોશી
માયા જોશી @cook_19316891

ચિપોટલી બ્રોકલી વાર્પ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કપ ડુંગળી
  2. 1 કપબ્રોકલી
  3. અડધો કપ અમેરિકન મકાઈ
  4. 1/4 ચમચીમરી પાવડર
  5. 1/2 ચમચીમિક્સ હબ્સ
  6. જરૂર મુજબચિપોટલી સોસ
  7. જરૂર મુજબચીલી ફ્લિક્સ
  8. 100 ગ્રામમેંદો
  9. 1 ચમચીબટર
  10. 2 ચમચીદહી
  11. 1 વાટકો દૂધ
  12. અડધી ચમચી ખાંડ
  13. મીઠું
  14. ચમચીઈસ્ટ પા
  15. અડધો કપ કોબી ખમણેલી
  16. અડધો કપ બીટ ખમણેલું
  17. ૧ કપ ગાજર ખમણેલું
  18. અડધો કપ ડુંગળી સ્લાઈસ માં સુધારેલી
  19. ચમચીવાઈટ પેપર અડધી
  20. ચમચીમેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હેલો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચિપોટલી બ્રોકલી વાર્પ આ સ્વાદમાં ખુબજ સરસ થાય છે અને છોકરાઓને બહુ જ ભાવે છે ને હેલ્ધી પણ છે તો ચાલો આપણે સ્ટાટકરીએ સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી બટર લેવો પછી તેમાં સ્લાઈસ કરેલી ડુંગળી નાખી તેને ગોલ્ડન બ્રાઉન થવા દેવી પછી તેમાં sweet corn એટલે કે અમેરિકન બાફેલી મકાઈ નાખવી પછી તેને થોડી બ્રાઉન થવા દેવી પછી તેની અંદર કેપ્સિકમની સ્લાઈસ નાખવી પછી તેને પાંચ મિનિટ માટે સાંતળો

  2. 2

    પછી તેમાં બોઈલ કરેલી બ્રોકલી નાખવી અને તેને બ્રોકલી નું પાણી બળી ન જાય ત્યાં સુધી હળવા હાથે ચલાવું પછી તેમાં એક ચમચી mix herbs અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી ચીલી flix સ્વાદ અનુસાર મીઠું અને તેને 5 મીનિટ સારી રીતે ચલાવી ઠંડુ થવા દેવું

  3. 3

    ઠંડુ થઈ ગયા પછી તેમાં અડધી ચમચી ચીપોટલી સોસ ઉમેરો અને તેને મિક્સ કરી લો

  4. 4

    હવે આપણે તેની રોટલી બનાવશો તો મેંદાના લોટની અંદર બટર દહીં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ખાંડ અને east પણ નાખવાનું હોય છે પણ મેં નાખ્યું નથી કારણ કે અમારા ઘરમાં ફાવતું નથી તમને લોકો જો નાખવું હોય તો નાખી શકો છો બાકી નો નાખો તો પણ ચાલે છે તો પણ સરસ જ થાય છે પછી થોડું થોડું દૂધ ઉમેરી અને લોટ બાંધી લેવો અને તેની ઉપર ભીનું કપડું રાખી અને દસ મિનિટ માટે રહેવા દેવો

  5. 5

    પછી રોટલીના લોટ ના ગોળ લૂઆ વાળી અને મોટી રોટલી વણી લો અને જેમ આપણે નોર્મલ રોટલી નેસેકીયેછીએ તેમ તેને શેકી લો આ રીતે

  6. 6

    તો આ રીતે આપણીરોટલી પણ તૈયાર છે હવે આપણે રોટલીની ઠંડી થવા દેશો અને જે આપણે સ્ટફિંગ તૈયાર કરી છે તેને સાઈડ માં મૂકી દેજો અને જેમ આપણને પહેલા ગોળ રાઉન્ડ વાળી બંને સાઈડથી છેડા લય પછી પાછો ગોળ રાઉન્ડ વાળું આ રીતે આ રીતે ગોળ રાઉન્ડ વાળી

  7. 7

    અને તેને તવી ઉપર બટર મૂકી આજુબાજુમાં મીડીયમ ગેસ ઉપર શેકી લેવી અને આ રીતે ક્રોસમાં તેના પીસ કરી લેવા

  8. 8

    જે સાઈડમાં સલાડ પીરસ્યું છે તે પણ આપણે બનાવશો તેમાં ખમણેલી કોબીજ બીટ.એ ગાજર બીટ ડુંગળી લઈ તેની અંદર મેયોનીઝ બે ચમચી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી વ્હાઈટ પેપર ઉમેરી અને તે સલાડ અને સારી રીતે મિક્સ કરી લેવું અને કોબી ના પાંદડા ઉપર સલાડ ને રાખી દેવું આ રીતે આપણાં સલાડ પણ તૈયાર છે તો મિત્રો જે ત્યાં બનાવ્યું છે એ બધું જ મે બનાવ્યું છે

  9. 9

    બધું બહુ જ સરસ અને બહુ ટેસ્ટી અને હેલ્ધી બને છે પ્લીઝ ઘરે ટ્રાય કરો અને ફેમિલી સાથે ઇન્જોય કરો અને મને કહો તમને કેવી લાગે માયા જોશી જય ગજાનંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
માયા જોશી
પર

ટિપ્પણીઓ

Similar Recipes