રાંધવાની સૂચનાઓ
- 1
હેલો મિત્રો આજે આપણે વેજ બોક્સ પફ બનાવવા જઈ રહ્યા છીએ જે ઘઉંના લોટથી બને છે અને તેમાં બધા વેજીટેબલ હોય છે જેનાથી સ્વાદમાં તો ટેસ્ટી બને છે પણ સે હદ માટે પણ સારું છે તો ચાલો આપણે બનાવીએ સૌ પ્રથમ આપણે બટેટા અને વટાણા ને બાફી લેશો મિત્રો બટેટામાં ખાસ ધ્યાન રાખો કે એને અધકચરા બાફવા સાવ બાફીના લેવા પછી ગાજર ડુંગળી ને જીણા જીણા સુધારી લેવા અને કોબીને ખમણી લેવી કેપ્સિકમને પણ ઝીણો સુધારી લેવું મરચા ની કટકી પર ઝીણી કરી લેવી આ રીતે
- 2
અને જે મિત્રો તમે ઉપર જોઈ શકો છો આપણે બટેટાને અધકચરા બાફી લીધા છે અને પછી તેને ખમણી નાખ્યા છે પછી આપણે એક કડાઈમાં પાંચ ચમચી જેટલું તેલ લેશું તેની અંદર આખું જીરું ઉમેરો અડધી ચમચી પછી તેની અંદર હિંગ નાખી પા ચમચી જેટલી અને ડુંગળી અને મરચા ની કટકી ઉમેરી દેશો મેં આદુ-લસણની પેસ્ટ નથી નાખી તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો
- 3
પછી આ રીતે ડુંગળી થોડી બ્રાઉન થઈ જાય પછી તેમાં કટ કરેલા ગાજર કોબી ખમણેલી કેપ્સીકમ ઉમેરી દો પછી તેમાં હળદર અડધી ચમચી એક ચમચી મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો 1 ચમચી ધાણાજીરૂ આ બધું નાખી સારી રીતે ચલાવી લો
- 4
પછી તેને બે મિનીટ માટે સાંતળો અને પછી તેમાં બાફેલા વટાણા અને ખમણેલ બટેટા ઉમેરી દેશો અને સ્વાદ અનુસાર મીઠું નાખવું
- 5
આ રીતે આપણો મસાલો તૈયાર છે પછી તેની અંદર થોડી કોથમીર નાખી અને ચલાવી લેશે બટેટા અને વટાણા નાખ્યા પછી તેને સારી રીતે ચલાવી અને પાંચ મિનિટ માટે મિડિયમ ગેસ ઉપર ચલાવું પછી તેમાં કોથમીર નાખી અને આપણો મસાલો તૈયાર છે
- 6
હવે એ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશો પફબનાવવા માટે એમાં આપણે એક વાટકો ઘઉં નો લોટ લેશું અડધો વાટકો રવો લસુ મૂઠી પડતું તેલનું મોણ અને મીઠું નાખી આછા ગરમ પાણીથી લોટ બાંધવો આ રીતે જ્યારે મુઠ્ઠી વાડીએ તો આપણું મોન બરાબર છે
- 7
પછી તેને 10 મિનિટ માટે રાખ શું પછી તેની મોટી લાંબી રોટલી બનાવીશું અને તેને ચારેય ભાગમાંથી ચાકુની મદદથી ચારેય સાઈડ કટિંગ કરી લેશો અને પછી તેના વચ્ચે થી બે ભાગ કરી લેશું આ રીતે
- 8
હવે એક વાટકીમાં બે ચમચી મેંદાનો લોટ લઇ તેમાં પાણી ઉમેરો શું અને ઘાટો ડો તૈયાર કરશે એને આપણે જે આ કટીંગ કર્યો છે તેની સાઈડમાં લગાવવાનું છે ચાર સાઈડ આંગળીથી તે લગાવવું
- 9
જેમકે તમે ઉપર જોઈ રહ્યા છો ને ચારે સાઈડ પર લગાવેલું છે પછી વચ્ચે સ્ટફિંગ ભરવાની અને તેનો પફ બનાવી અને કાંટા ચમચી ના મદદથી ચારે સાઈડ દબાવી દેવું આ રીતે
- 10
હવે આપણે તેને મીડીયમ તેલમાં ફ્રાય કરીશું અને આપણે જ્યારે આ ફ્રાય કરીએ ત્યારે હંમેશા મીડીયમ ઉપર જ રાખો એટલે તે અંદર સુધી ચડી જાય આ રીતે આપણા ખૂબ જ ટેસ્ટી વેજ પફ તૈયાર છે તમે આની ઉપર ચીઝ પણ નાખી શકો છો તે છોકરાઓને બહુ સારું લાગે છે તો તમે મને કહો તમને આ રેસેપી કેવી લાગી માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ કટલેટ્સ(veg cutles recipew in gujarati)
વેજ કટલેટ્સ મા ભરપૂર માત્રા મા શાકભાજી નો ઉપયોગ થવાંથી આ ખુબજ હેલ્થી ગણાય છે.....આને તમે શલઃલૉ ફ્રાય, ડીપ ફ્રાય બંને રીતે બનાવી શકો છો.. મે અહીં ડીપ ફ્રાય કરેલ છે... Taru Makhecha -
રાજસ્થાની ઘઉં ના લોટના ઢોકળાં (Rajasthani Ghau lot Dhokla Recipe In Gujarati)
#GA4#Week25 Pankti Baxi Desai -
-
-
રવા ના વેજિટેબલ પેનકેક
#goldenapron3Week 7#cabbage#curd#હોળીબહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો. Upadhyay Kausha -
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#રોટીસહેલો ,કેમ છો બધા ?આજની મારી રેસિપી ખુબજ પૌષ્ટિક છે.વેજીટેબલ પરાઠા ..Ila Bhimajiyani
-
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
-
-
-
-
ઘઉં ના બિસ્કિટ (પુરી)
#goldenapron3#week4#rava#ghee#લવ#ઇબુક૧#૪૦ આ બિસ્કિટ મારી દીકરીઓ ને ખુબજ પ્રિય છે. Yamuna H Javani -
-
-
-
-
-
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
-
-
-
-
-
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ