રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. લોટ બાંધવા માટે
  2. 2 કપમેંદો
  3. ૧ ચમચી ખાંડ
  4. અડધી ચમચી મીઠું
  5. પા કપ તેલ
  6. 1 ચમચીઈસ્ટ Instant
  7. પા કપ હુંફાળું પાણી
  8. પા કપ હુંફાળું દૂધ
  9. સ્ટફિંગ માટે
  10. 1 કપખમણેલું પનીર
  11. અડધો કપ નાના સમારેલા કેપ્સીકમ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૨ ચમચી કોથમરી
  14. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  15. અડધી ચમચી ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં મેંદાનો લોટ લો તેમાં વચ્ચે ખાડો પાડી તેમાં east, ખાંડ, તેલ અને દૂધ ઉમેરો જરૂર મુજબ પાણી ઊમેરી અને લોટ બાંધો લોટ રોટલીના લોટથી થોડો નરમ બાંધો અને બરાબર દસ મિનિટ મસળો
    બાંધેલા લોટને એક વાસણમાં મૂકી એની પર નેપકીન રાખી અને તેની પર તેની પર ડીશ ઢાંકી ચાર કલાક હૂંફાળી જગ્યાએ રાખી મૂકો
    ચાર કલાક પછી લોટ આશરે ડબલ થશે

  2. 2

    આ લોટને બરાબર ફરીથી પાંચથી દસ મિનિટ માટે મસળોઅને આ લોટમાંથી દસ લૂઆ તૈયાર કરો
    હવે સ્ટફિંગ તૈયાર કરી શુ તે માટે આપણે છીણેલું પનીર તેમાં કાપેલું કેપ્સિકમ,ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને કાપેલ કોથમરી અને જરૂર મુજબ મીઠું નાખી અને બરાબર મિક્સ કરી લેવું તેમાંથી નાના દસ ગોળા બનાવી લેવા
    એક લૂઓ લૉ તેમાં સ્ટફિંગ નો ગોળો મૂકી અને વાળી લેવું અને બરાબર ગોળ કરી લેવુ આમ બધા ગોળા તૈયાર કરી લેવા.
    ઞોળા ઓને બેકિંગ ટ્રેમાં લેવા ત્યારબાદ તેને કવર કરી હૂંફાળી જગ્યાએ 30 મિનિટ માટે રાખવા

  3. 3

    ત્રીસ મિનિટ બાદ ગોલા ની સાઈઝ આશરે ડબલ થઇ જશે
    200 ડિગ્રી સેન્ટિગ્રેડ preheat કરેલ ઓવનમાં ૧૦ થી ૧૨ મિનીટ માટે બેક કરવા ઓવન બંધ કરી ટ્રેને બહાર કાઢી અને દરેક ગોળા પર ઉપર માખણ લગાવવું જેથી સુકાઇ ન જાય આમ આ ખૂબજ સ્વાદિષ્ટ બન તૈયાર ટોમેટો કેચપ સાથે ખાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર

Similar Recipes