અપ્પમ વિથ કુરમા કરી (Appam With Kurma Curry Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#એનીવર્સરી
#મેઈન કોર્સ

અપ્પમ વિથ કુરમા કરી (Appam With Kurma Curry Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનીવર્સરી
#મેઈન કોર્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અપ્પમ માટે :
  2. 1 કપજીરાસર ચોખા
  3. 1/2 કપછીણેલુ નારિયેળ
  4. 1/2 tbspખાંડ
  5. 2પેકેટ રેગ્યુલર ઈનો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. કુરમા કરી માટે :
  8. 1/2કપ લીલા વટાણા
  9. 1/2કપ બટાકા
  10. 1/2કપ ગાજર
  11. 1/2ઈંચ આદુ
  12. 5થી 6 કળી લસણ
  13. 3થી 4 લીલા મરચાં
  14. 1 tspમરી પાઉડર
  15. 1કપ છીણેલું નારિયેળ
  16. 4 tbspઝીણો સમારેલો કાંદો
  17. 1 tspરાઇ
  18. 2સૂકા લાલ મરચાં
  19. 8થી 10 મીઠો લીમડો
  20. 2 tspતેલ
  21. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અપ્પમ ની રીત : ચોખાને બેથી ત્રણ કલાક પલાળો. તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો. હવે સૂકા નાળિયેરને છીણીને ચોખાના મિશ્રણમાં ભેળવો અને તેમાં મીઠું અને ખાંડ નાખો.

  2. 2

    આ મિશ્રણને આખી રાત ઢાંકીને રહેવા દો જેથી તેમા આથો આવી જાય. હવે ઈનો ને આ મિશ્રણ ની અંદર મિક્સ કરો.

  3. 3

    આ મિશ્રણને અપ્પમ ની પ્લેટ માં પાથરો. તેને ઢોસાની જેમ એકદમ પાતળું અને ગોળાકાર પાથરવાનું એને વધારે હલાવવાનું કે સ્પ્રેડ કરવાનું નહીં. કુક થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લો.

  4. 4

    કુરમા કરી ની રીત : એક મિક્સર જારમાં છીણેલું નારિયેળ,લીલા મરચાં,મીઠો લીમડો, આદુ, લસણ અને મરી પાઉડર નાખીને તેને મિક્સ કરો.

  5. 5

    લીલા વટાણા, બટાકા અને ગાજરને પાર બોઈલ કરો અને તેને એક બાઉલમાં કાઢીને તેમાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ મિક્સ કરો.

  6. 6

    એક પેનમાં તેલ લો તેમાં રાઈ, સૂકા લાલ મરચાં, થોડો મીઠો લીમડો, ઝીણો સમારેલો કાંદો નાખીને તેને સાંતળો. હવે આ તડકાને વેજિટેબલ વાળા મિશ્રણમાં મિક્સ કરો અને પાંચ મિનિટ સુધી કુક કરો. તો કુરમા કરી રેડી છે તેને અપ્પમ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ

Similar Recipes