રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે વાટકા જેટલો લોટ લઇ તેમાં થોડું મોણ અને મીઠું નાખી પાણી નાખી લોટ બાંધી લો. લોટને રોટલી જેવું બાંધવાનો છે.
- 2
ત્યારબાદ એક કૂકરમાં ત્રણ નંગ બટેટા લઈને બાફવા મૂકો તેનું માવો બને તે રીતે તેને બાફી લો. ત્યારબાદ બટેટાને છોલી તેનો માવો બનાવી લો.
- 3
હવે એક પેનમાં તેલ મૂકી સૌપ્રથમ તેમાં સમારેલી ડુંગળી સાંતળી લો. ત્યારબાદ તેમાં આદુ મરચાની અને લસણની પેસ્ટ ઉમેરો. તે બધાને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં મરચું-મીઠું ગરમ મસાલો વગેરે ઉમેરી મિક્સ કરો.
- 4
ત્યારબાદ તેમાં બટેટાનો માવો નાંખી બરાબર મિક્સ કરો. તે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં લીંબુ અને વોચ ની છાંટી માવાની મિક્સ કરી લો.
- 5
ત્યારબાદ ગેસ પર મૂકો ઘઉંના બાંધેલ લોટમાંથી લૂઓ લઈ તેને તેને વણી રોટલી જેવું કરો. ત્યારબાદ બટાકાના માવાને વચમાં. મૂકી લુવાને ફરતું વાળી લો. ત્યારબાદ તેને ફરી વણી લો. હવે તેને લોઢી પર પરોઠાની જેમ ચોડલો.
- 6
હવે આલુ પરોઠા સવૅ કરવા માટે તૈયાર છે. તેને દહીં અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ