રતાળું કન ના લાડુ (સ્પાઈસી)

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#ટ્રેડિશનલ
રતાળું કન ના લાડુ એ સાઉથ ગુજરાત માં બનતી વાનગી છે. ખાસ કરી ને નવસારી ગણદેવી ના ગામોં માં જે વાડીગામ તરીકે ઓળખાય છે.ત્યાં આ સીઝન માં રતાળું કન નો પાક સારા પ્રમાણ માં લેવાય છે. અને આ લાડુ ની સાથે મઠો સર્વ કરવા માં આવે છે.

રતાળું કન ના લાડુ (સ્પાઈસી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ
રતાળું કન ના લાડુ એ સાઉથ ગુજરાત માં બનતી વાનગી છે. ખાસ કરી ને નવસારી ગણદેવી ના ગામોં માં જે વાડીગામ તરીકે ઓળખાય છે.ત્યાં આ સીઝન માં રતાળું કન નો પાક સારા પ્રમાણ માં લેવાય છે. અને આ લાડુ ની સાથે મઠો સર્વ કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ રતાળું કન
  2. ૨ ચમચી ઘી
  3. ૨ ચમચી તેલ
  4. ૨ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  5. ૪-૫ ચમચી શીંગ દાણા-કોપરા નો ભૂકો
  6. ૧ ચમચી આદુ ની પેસ્ટ
  7. ૨ ચમચી ખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચી તલ
  10. ૧ ચમચી કોથમીર
  11. ૧ ચમચી લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રતાળું કન ને સ્ટીમ થી બાફી લેવું. તેને સ્મેશ કરી સ્મુધ પેસ્ટ બનાવવી.

  2. 2

    હવે એક પેન માં ઘી+તેલ લેવું.તેમાં સ્મુધ સ્મેશ કરેલું કન ઉમેરવું. ૫ મિનિટ સાંતળવું.પછી એમાં કોથમીર, લીલા મરચા, લીલું લસણ આદુ, ખાંડ, મીઠું, શીંગ દાણા કોપરા નો ભૂકો, તલ નાખી મિક્ષ કરવું.હવે ૫ મિનિટ સાંતળવા દેવું. ત્યાર બાદ ઠંડુ કરવું.

  3. 3

    હવે એમાં થી ગોળા વાળી લાડુ બનાવવા અને શીંગ દાણા તલ ના ભૂકા માં રગદોડવું

  4. 4

    લાડુ ને મઠા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes