શેર કરો

ઘટકો

15 મિનિટ
2-3 વ્યક્તિ માટે
  1. ●ભાત બનાવવા માટે●
  2. 1બાઉલ બાસમતી ચોખા
  3. 3બાઉલ પાણી
  4. 1/2 ચમચીઘી
  5. 1/4 ચમચીનિમક
  6. ●વેજીટેબલ પુલાવ બનાવવા માટે●
  7. 3 ચમચીબાફેલા લીલા વટાણા
  8. 1નાનું બાઉલ બાફેલી મકાઈ
  9. 1જીણું સમારેલું ગાજર
  10. 1ઝીણી સમારેલી ડુંગળી
  11. 1ઝીણું સમારેલુ ટામેટું
  12. 2 ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  13. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  14. 1ચમચો ઘી/તેલ
  15. 2નંગ તજપતા
  16. 2લવિંગ
  17. 1બાદીયાના ફૂલ
  18. 1/2 ચમચીજીરુ
  19. 1/2 ચમચીમરચું પાવડર
  20. 1/2 ચમચીહળદર પાવડર
  21. 1 ચમચીધાણાજીરૂ
  22. સ્વાદ અનુસાર નમક
  23. ચપટીહિંગ
  24. 1 ચમચીગરમ મસાલો
  25. 1 ચમચીપુલાવ મસાલો
  26. ●સજાવટ માટે●
  27. ટામેટા ની સ્લાઈસ
  28. કેપ્સિકમની રિંગ
  29. મોલ્ડ બાઉલ
  30. સર્વિંગ ડીશ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને બેથી ત્રણ વખત ધોઈ પાંચ-સાત મિનિટ પલાળી ઘી તેમજ નમક નાખી છૂટા જ રાંધવા. ભાત તૈયાર થયા બાદ ચારણી માં ઓસાવી લેવા. 1-2 કલાક ઠંડા થવા દેવા.

  2. 2

    1 કડાઈમાં ઘી/તેલ મૂકી તેમાં જીરું, તજપતા, લવિંગ, બાદીયાના ફૂલ ઉમેરી આદું લસણની પેસ્ટ ઉમેરી ડુંગળી સાંતળો. હવે તેમાં ટામેટા ઉમેરી હલાવી લો. ત્યારબાદ તેમાં બધા જ વેજીટેબલ્સ ઉમેરી હલાવી લો અને દરેક મસાલા ઉમેરો, જરૂરિયાત મુજબ નિમક ઉમેરી હલાવી તેને 1-2 મિનિટ ઢાંકીનેરહેવા દો. હવે તેમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરો કે જેથી વેજીટેબલ પુલાવમાં બરાબર મિક્સ થઈ જાય અને તેને 1-2 મિનિટ ઢાંકી રહેવા દો.

  3. 3

    તૈયાર થયેલ પુલાવ ને જો મોલ્ડ કરવો હોય તો એક મોટા બાઉલમાં બધો પુલાવ પ્રેસ કરી ભરી દો. સર્વિંગ ડીશમાં આ બનાવને મૂકી પુલાવ ને અનમોલ્ડ કરો. સર્વ કરતી વખતે કેપ્સીકમ અને ટામેટાની સ્લાઈસ વાળી સજાવો.તો તૈયાર છે વેજીટેબલ મસાલા પુલાવ જે હેલ્થી લંચ તરીકે લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes