લસણિયા ભરેલા રીંગણાં બટેટા

વંદના તન્ના
વંદના તન્ના @cook_21609421
જામનગર

લસણિયા ભરેલા રીંગણાં બટેટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦મિનીટ
૪ વ્યકિત
  1. ૬ થી૮ નંગ નાના રીંગણાં
  2. ૬ થી ૮ નંગ નાના બટેટા
  3. ૨ થી ૩ કળી લસણ
  4. ૧ ચમચી ચણા નો લોટ
  5. ૨ ચમચી ધાણાજીરું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૨ ચમચી મરચું પાઉડર
  8. ૨ ચમચી તેલ
  9. ૧/૨ ચમચી હળદર
  10. કોથમીર
  11. ખાંડ સ્વાદ મુજબ
  12. વઘાર માટે તેલ
  13. ચપટીરાય-જીરૂ, હિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણાં ના ઉપર ના ડિટલા કાઢી નાખવા. ત્યાર બાદ તેમાં ઉભા ચાર કાપા મારવા. આવી જ રીતે બટેટા ને છોલી તેમા પણ ચાર કાપા મારવા. પછી બંને ને પાણી થી ધોઈ લેવા.

  2. 2

    ત્યાર પછી રીંગણાં અને બટેટા ને ભરવા માટે એક ડિશ મા મસાલા તૈયાર કરવા. ત્યાર બાદ બધા જ મસાલા ને મિક્સ કરવું

  3. 3

    બધો જ મસાલો મિક્સ થઈ ગયા બાદ રીંગણાં અને બટેટા માં સારી રીતે ભરવો. આમ બધા જ રીંગણાં અને બટેટા ને ભરવા.

  4. 4

    બધુ જ શાક ભરાઈ ગયા બાદ કૂકર મા વઘાર માટે તેલ મૂકવું.તેમાં રાય અને જીરૂ વઘાર માટે મૂકવા. રાય ઉપર આવે એટલે તેમાં હિંગ નાખવી.

  5. 5

    ત્યાર બાદ તેમાં તૈયાર કરેલા શાકભાજી ને નાંખવું. તેમાં થોડું પાણી નાખવું જેથી શાક રસાદાર બને અને બેસી પણ ન જાય. પછી કૂકર બંધ કરી ૪ થી ૫ વ્હીસલ કરવી. જેથી શાક સરસ ચડી જશે. ત્યાર બાદ કૂકર ઠરે એટલે નીચે ઉતારી ખોલી લેવું. તૈયાર છે ચટપટું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
વંદના તન્ના
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes