સેવ યાન કટોરી વિથ રબડી

Jagruti
Jagruti @cook_21973926

#MC

હેલો મિત્રો આજે મેં જે આપણે તૈયાર ઘઉંની સેવને બનાવીએ છે તેની કટોરી બનાવી છે અને તેમાં રબડી એડ કરી છે જે ખાવામાં ખુબ જ સરસ લાગે છે હા થોડી બનતાં વાર લાગે છે પણ તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે કંઈક અલગ પ્રેઝન્ટ કરવા ઇચ્છો છો તો તમે જરૂર ટ્રાય કરશો

સેવ યાન કટોરી વિથ રબડી

#MC

હેલો મિત્રો આજે મેં જે આપણે તૈયાર ઘઉંની સેવને બનાવીએ છે તેની કટોરી બનાવી છે અને તેમાં રબડી એડ કરી છે જે ખાવામાં ખુબ જ સરસ લાગે છે હા થોડી બનતાં વાર લાગે છે પણ તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે કંઈક અલગ પ્રેઝન્ટ કરવા ઇચ્છો છો તો તમે જરૂર ટ્રાય કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ થી ૫૦ મિનિટ
બે વ્યક્તિ
  1. 500 ગ્રામદૂધ
  2. ૧ કપ ઘઉં ની સેવ
  3. ૧ કપ કન્ડેન્સ મિલ્ક
  4. 1 કપખાંડ
  5. 1 ચમચીએલચીનો પાવડર
  6. ૧ નાની ચમચી ઘી
  7. ગાર્નિશીંગ માટે પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૪૫ થી ૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે આ સેવ ને એકદમ small સાઈઝમાં હાથેથી તોડીશું અને ત્યારબાદ એક પેનમાં થોડું ઘી લઇ સેવને લઈશું ત્યારબાદ સેવ માં બ્રાઉન કલર આવી જાય એટલે તેમાં બે ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને ત્યારબાદ નાની અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરો બંને મિક્સ કરી લેવું

  2. 2

    ત્યારબાદ તરત જ કટોરીમાં ઘી થી ગ્રીસ કરી અને કટોરીમાં બટર પેપર લગાવવી તરત જ સેવ ને સ્પ્રેડ કરવા અને સેવ ને થોડી થોડી પ્રેસ કરી તેને ફ્રીઝમાં થોડીવાર માટે સેટ કરવા મૂકવી જેથી એકદમ કટોરી જેવો શેપ આવી જશે અને ઈઝી રીતે નીકળી જશે નીચે મુજબ તમે જોઈ શકો છો કટોરી એકદમ સરસ મજાની બની ગઈ છે તો ચાલો હવે રબડી કેવી રીતે બનાવી શું તે જોઈએ

  3. 3

    રબડી બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લેવું મેં અહીંયા 500 ગ્રામ દૂધ લીધું છે ફુલ ફેટ વાળુ દૂધને પહેલા થોડીવાર માટે ઉકાળવું ત્યારબાદ તેમાં મેં અહીંયા ૨ ચમચી condensed milk અને ચારથી પાંચ ચમચી ખાંડ ઉમેરી છે તમે વધારે મીઠાશ પસંદ હો તો તમે વધારે એડ કરી શકો છો અને દૂધને કંટીન્યુ ધીમા તાપ ઉકાળવું દૂધ જ્યારે હાફ કોન્ટીટી માં આવવા લાગે અને મલાઈ થવા લાગે એટલે તેમાં અડધી ચમચી એલચીનો પાઉડર ઉમેરવો અને ત્યારબાદ તેને ફ્રીઝમાં ચારથી પાંચ કલાક માટે અને ઠંડી કરવા મૂકવી તો તૈયાર છે રબડી

  4. 4

    ત્યારબાદ સર્વિંગ ડીશમાં કટોરી લેવી અને તેમાં રબડી એડ કરવી અને ઉપરથી તમે કોઈ પણ ડ્રાય ફુટ થી ગાર્નિશિંગ કરી શકો છો મેં અહીંયા પિસ્તા લીધા છે તો તૈયાર છે આપણી કટોરી રબડી જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો...... જય શ્રી કૃષ્ણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti
Jagruti @cook_21973926
પર

ટિપ્પણીઓ

Similar Recipes