પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#ડીનર
#goldenapron3
#week13
#pudina
ડાલગોના કોફી પછી જો કોઈ ટ્રેન્ડ હોય તો એ આ પાણીપુરી અને એમાં પણ પુરી ઘરે જ બનાવવા નો તો હું મારી મોસ્ટ ફેવરીટ વાનગી માં કેવી રીતે રહી જાઉં મેં પણ બનાવી જ દીધી પાણીપુરી અને એ પણ ૪ ફલેવર્સ ના પાણી સાથે મજા આવી ગઈ.

પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)

2 કમેન્ટ્સ કરેલ છે

#ડીનર
#goldenapron3
#week13
#pudina
ડાલગોના કોફી પછી જો કોઈ ટ્રેન્ડ હોય તો એ આ પાણીપુરી અને એમાં પણ પુરી ઘરે જ બનાવવા નો તો હું મારી મોસ્ટ ફેવરીટ વાનગી માં કેવી રીતે રહી જાઉં મેં પણ બનાવી જ દીધી પાણીપુરી અને એ પણ ૪ ફલેવર્સ ના પાણી સાથે મજા આવી ગઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરી બનાવવા માટે
  2. 1 કપઘઉં નો લોટ
  3. ૧/૨ કપ રવો
  4. 1 ટી સ્પૂનબેકીંગ પાઉડર
  5. તેલ તળવા માટે
  6. ફૂદીના નું પાણી
  7. 1 કપફૂદીનો
  8. 3લીલા મરચા
  9. નાનો ટૂકડો આદૂ
  10. ૨-૩ ચમચી પાણીપૂરી નો મસાલો
  11. ૧/૨ ચમચી સંચળ
  12. ગોળ આમલીનું પાણી
  13. 1 કપગોળ
  14. ૧/૪ કપ આમલી
  15. 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  16. ૧/૨ ચમચી લાલ મરચું
  17. મીઠું સ્વાદમુજબ
  18. ૧/૪ ચમચી હળદર
  19. ૧/૨ ચમચી વરીયાળી નો ભૂકો
  20. ચપટીગરમ મસાલો
  21. લસણ નું પાણી
  22. ૮-૧૦ કળી લસણ
  23. 2લીલા મરચાં
  24. સંચળ સ્વાદપ્રમાણે
  25. 2 ચમચીકોથમીર
  26. જલજીરા નું પાણી
  27. 1પેકેટ જલજીરા
  28. 1 ગ્લાસપાણી
  29. 3 નંગબાફેલા બટાકા નો માવો
  30. 1 કપબાફેલા ચણા
  31. 1 ચમચીપાણીપુરી નો મસાલો
  32. ૧/૨ ચમચી સંચળ
  33. ૨૫૦ ગ્રામ ઝીણી સેવ
  34. 2ઝીણી સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પુરી બનાવવા માટે: સૌપ્રથમ અેક વાસણ મા બંનો લોટ લઈ મિક્ષ કરી લેવો હવે એમા બેકીંગ પાઉડર નાખી કઠણ લોટ બાંધવો ૩૦ મિનિટ માટે ઢાંકી ને રાખવો

  2. 2
  3. 3

    ત્યારબાદ બરાબર મસળી ને લુઆ પાડી પાતળી રોટલી વણી ઢાંકણ થી કટ કરી ભીના કટકા માં ઢાંકી લેવી હવે તળી લેવી તેલ એકદમ ગરમ કરી લઈ હાઈ ફ્લેઈમ પર ૧ પુરી મૂકી દબાવવી એટલે ફુલે પછી બીજી પુરી નાખવી આ રીતે તળી લેવી બધી પુરી સાથે નહી નાખવી ૨-૩ તળવી આ રીતે બધી તળી લેવી

  4. 4

    ફૂદીના નું પાણી: હવે એક મિક્ષર જીર માં ફૂદીનો મરચા આદુ લઈ થોડુ પાણી નાખી પીસી લેવું ગાળી લેવું હવે એમા સંચળ અને પાણીપુરી મસાલો નાખી દેવો.

  5. 5

    ગોળ આમલી નું પાણી: એક પેન માં ગોળ અને આમલી લઈ ઉકાળવી આમલી નરમ થાય અને ગોળ પીગડી જાય ત્યાં સુધી ઉકાળવું હવે ઠંડુ કરી લઈ આમલી ના બી અલગ કરી મિક્ષર મા પીસી લેવું હવે ગાળી પાણી નાખી બધો મસાલો કરી ઉકાળી લેવું

  6. 6

    જલજીરા નું પાણી: એક વાટકી માં જલજીરા લઈ એમાં પાણી નાખી બરાબર મિક્ષ કરી લેવું

  7. 7

    લસણ નું પાણી: એક મિક્ષર જાર માં લસણ મરચું કોથમીર લઈ થોડું પાણી નાખી પીસી લેવું હવે ગાળી લઈ એમાં સંચળ નાખી દેવું

  8. 8

    હવે એક બાઉલ માં બટાકા ચણા ડુંગળી લઈ એમા સંચળ અને પાણીપુરી મસાલો નાખી બરાબર મિક્ષ કરી લેવું

  9. 9

    હવે પુરી માં કાણું કરી એમા બટાકા નો મસાલો ભરી મનગમતુ પાણી લઈ મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes