મલાઈ કોફતા

Shah Keta
Shah Keta @pray123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોફતા માટે -
  2. 3બટાકા મિડિયમ સાઈઝના
  3. 100 ગ્રામપનીર
  4. 2 ચમચીકોર્નફ્લોર
  5. 1 નાની ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીઆદું-મરચાંની પેસ્ટ
  7. 1/2 ચમચીમરચું પાવડર
  8. 4કાજુ ટુકડા નાખવા હોય તો જ
  9. ગ્રેવી માટે-
  10. 4ટામેટા
  11. 2ડુંગળી
  12. 5/6કાજુ
  13. 1 ચમચીકસુરી મેથી
  14. 2તજ ના ટુકડા
  15. 5 નંગલવિંગ
  16. 5મરી
  17. 1/2 ચમચીધાણા
  18. 3ઈલાઈચી
  19. 1તમાલપત્ર
  20. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફતા બનાવવા માટે- બટાકાને મીઠુ નાખી ને બાફીને ઠંડા થાય એટલે મેસ કરી લેવા તેની અંદર પનીર છીણીને નાખવું ગરમ મસાલો મરચા અને આદુની પેસ્ટ અને 1/2 ચમચી લાલ મરચું 2 ચમચી કોર્નફ્લોર નાખી ને બધું મિક્સ કરીને નાના-નાના બોલ્સ બનાવી વચ્ચે કાજુના બે ત્રણ ટુકડા મુકવા ફરી બોલ કરી લેવા હવે એક પેનમાં તેલ લઈને તેલ ગરમ થાય એટલે તેમાં બધા કોફતા ધીમા તાપે તળી લેવા આપણા કોફતા તૈયાર છે

  2. 2

    ગ્રેવી બનાવવા માટે- પેનમાં 1 ચમચો તેલ લઇ તેની અંદર સૌ પ્રથમ જે આપણા આખા ગરમ મસાલા છે એટલે કે તજ લવિંગ તમાલપત્ર 5/6 કાજુ ઈલાયચી અને ધાણા એને ધીમે તાપે સોતે કરવા ત્યારબાદ તેમાં ડુંગળી ના અને ટામેટાના નાના ટુકડા કરીને એને પણ સોતે કરવા એમાં રહેલી કચાસ જતી રહે ત્યાં સુધી સાંતળવા.. ઠંડુ થઈ ગયા પછી મિક્સરમાં ક્રશ કરી લેવું એટલે આપણી ગ્રેવી તૈયાર છે

  3. 3

    ફરી એક પેનમાં ૧ ચમચો ઘી લઈને તેની અંદર ક્રશ કરેલી આપણી ગ્રેવી એડ કરી દેવી ધીમા તાપે ગેસ રાખવો હવે જ્યાં સુધી તેમાંથી ઘી છૂટે નહીં ત્યાં સુધી ગેસ પર રાખો અંદર સ્વાદ પ્રમાણે મીઠું ૧ ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અને બે ચમચી મલાઈ અને કસુરી મેથી 1 ચમચી ખાંડ નાખીને 5 મિનિટ માટે ધીમા કેસે ગ્રેવી ચઢવા દેવી પાંચ મિનિટ પછી આપણી ગ્રેવી સંપૂર્ણપણે તૈયાર છે હવે જમતી વખતે તેની અંદર કોફતા નાખવા જો તમે પહેલા કોફતા નાખી દેશો ગ્રેવીમાં તે ગ્રેવી નું મોઈશ્ચર બધું ચૂસી લેશે

  4. 4

    આ સબ્જી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Keta
Shah Keta @pray123
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes