શાહી કાચા કેળા ની ખીચડી

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
શેર કરો

ઘટકો

10  મિનિટમાં
2 વ્યક્તિ
  1. 4 નંગકાચા કેળા
  2. 1 વાટકીસીંગદાણા નો ભૂકો
  3. 3 ચમચીતેલ
  4. 1 ચમચીજીરું
  5. અડધી ચમચી મીઠું
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીમરી પાવડર
  8. અડધી ચમચી હળદર
  9. અડધું લીંબુ
  10. કોથમીર
  11. 5-6લીમડા ના પાન
  12. 2 નંગમરચાની કટકી
  13. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10  મિનિટમાં
  1. 1

    રીત: સૌ પ્રથમ ચાર નંગ કેળા ની છાલ ઉતારી તેના લાંબા મીડિયમ સાઈઝ ના ટુકડા કરી તેને કુકર માં નાખી અડધો ગ્લાસ પાણી અને ચપટી મીઠું નાખી બાફી લો.

  2. 2

    હવે એક પેન માં 3 ચમચી તેલ ગરમ કરો તેમાં એક ચમચી જીરું નાખો લીમડાના પાન મરચાં ની કટકી અને એક વાટકી સીંગદાણા નો ભૂકો નાખી તેને થોડીવાર સેકો.

  3. 3

    હવે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ખાંડ એક ચમચી મરી પાવડર અડધી ચમચી મીઠું નાખી તેમાં કેળા નાખી બધું બરાબર મિક્ષ કરો

  4. 4

    હવે તેમાં કોથમીર અને અડધું લીંબુ નાખી 5 મિનિટ થવા દો. તો તૈયાર છે શાહી કાચા કેળા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes